Mehsana : ગુજરાતની શાંતિ ડહોળવાનું કાવતરું! અજાણ્યા ઇસમોએ ભગવાનની મૂર્તિઓ ખંડિત કરી
- ગુજરાતની શાંતિ ડહોળવાનું વધુ એક કાવતરું (Mehsana)
- મહેસાણાનાં નાગલપુર વિસ્તારમાં મંદિરની મૂર્તિઓને ખંડિત કરાઈ
- નિલકંઠ મહાદેવ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ ખંડિત કરાઈ
- ગુજરાતની શાંતિ ડહોળવાનો કોણ કરી રહ્યું છે પ્રયાસ?
ગુજરાતની શાંતિને ડહોળવાનું વધુ એક કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવી ઘટના મહેસાણા જિલ્લામાં (Mehsana) બની છે. કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા નિલકંઠ મહાદેવ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને ખંડિત કરાઈ છે. સાથે જ સાંઈબાબાની મૂર્તિને પણ તોડવાનો પ્રયાસ કરાયો હતો. મંદિરમાં મૂર્તિઓ ખંડિત થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મહેસાણા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Amreli ની મુલાકાતે સાંસદ ગેનીબેન ઠાકોર, BJP પર પ્રહાર, પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા
હનુમાન દાદા અને સાંઈબાબાની મૂર્તિઓ ખંડિત કરાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાનાં (Mehsana) મેંદરડા તાલુકામાં આવેલા નાગલપુર ગામે લોકોની ધાર્મિક લાગણીઓને દુભાવવાનો કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. નાગલપુર વિસ્તારમાં ભગવાન શિવજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાન દાદા અને સાંઈબાબાની મૂર્તિઓ પણ છે. ગામનાં લોકો દૈનિક ધોરણે મંદિરે ભગવાનનાં દર્શન કરવા માટે જાય છે. દરમિયાન, કેટલાક અજાણ્યા લોકો દ્વારા મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. સાથે જ સાંઈબાબાની મૂર્તિ પણ ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Junagadh : BJP નો ચૂંટણી ઢંઢેરો, ચોરવાડ પહોંચી Gujarat First ની ટીમ, જાણો સ્થાનિકોનો મૂડ!
પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી શોધખોળ આદરી
માહિતી મુજબ, હનુમાન દાદાની મૂર્તિમાં આંખ ખંડિત કરાઈ છે, જ્યારે સાંઈબાબાની મૂર્તિમાં હોઠ અને દાઢીનો ભાગ ખંડિત કરાયો છે. આ અંગે જાણ થતાં ગામજનોમાં ભારે રોષ ભભકી ઊઠ્યો છે. ઘટનાની જાણ થતાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસની (Mehsana Police) ટીમ પણ સ્થળે પહોંચી હતી અને હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી કેમેરાનાં આધારે ભગવાનની મૂર્તિ ખંડિત કરનારા અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે. નોંધનીય છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે ફરી આવી ઘટના બનતા સવાલ ઊભા થયા છે કે...
> આસ્થાને ઠેસ પહોંચાડવાનું આ કોનું ષડયંત્ર ?
> ગુજરાતની શાંતિ ડહોળવાનો કોણ કરી રહ્યું છે પ્રયાસ ?
> મૂર્તિઓ ખંડિત કરવા પાછળનો શું છે ઉદ્દેશ્ય ?
> ગુજરાતની શાંતિમાં કોનો કાંકરીચાળો ?
> શું પોલીસ આવા તત્વોને પકડીને ભણાવશે પાઠ ?
> શું પોલીસ આવા અસામાજિક તત્વોનો કાઢશે વરઘોડો ?
આ પણ વાંચો - Mahakumbh 2025 : ગુજરાત પેવેલિયનમાં 2235 ગુજરાતી યાત્રિકોનો ઉતારો, પ્રદર્શન ખંડની 69,192 એ લીધી મુલાકાત


