Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi : વિવાદિત નિવેદન બાદ ભક્તિહરી સ્વામીએ ચારણ સમાજની માફી માગી

માફી માગતા સ્વામીનાં બે અલગ-અલગ વીડિયો સામે આવ્યા છે, જેમાં સ્વામી અલગ અલગ નિવેદન આપી રહ્યા છે.
morbi   વિવાદિત નિવેદન બાદ ભક્તિહરી સ્વામીએ ચારણ સમાજની માફી માગી
Advertisement
  1. Morbi જિલ્લાના હળવદનાં ભક્તિહરી સ્વામીનાં બે બોલ!
  2. ચારણ સમાજની લાગણી દુભાય તેવું નિવેદન આપ્યા બાદ સ્વામીએ માફી માગી
  3. ભક્તિહરી સ્વામીએ એક બાદ એક વીડિયો પોસ્ટ કરી માફી માગી
  4. બંને વીડિયોમાં અલગ-અલગ નિવેદન આપીને માફી માગી

મોરબી જિલ્લાનાં (Morbi) હળવડ તાલુકામાં રણજિતગઢમાં આવેલા હરિકૃષ્ણ ધામનાં ભક્તિહરી સ્વામીએ (Bhaktihari Swami) રણમલપુર ગામે ચાલતી ભક્ત ચિંતામણી કથા પારાયણમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યાનો વીડિયો વાઇરલ થતાં ચારણ સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. જો કે, વિવાદ વધતા ભક્તિહરી સ્વામીએ વીડિયો બનાવી સમાજની માફી માગી છે. પરંતુ, માફી માગતા સ્વામીનાં બે અલગ-અલગ વીડિયો સામે આવ્યા છે, જેમાં સ્વામી અલગ અલગ નિવેદન આપી રહ્યા છે.

સ્વામીનાં માફી માગતા બે અલગ અલગ વીડિયો સામે આવ્યા

પ્રાપ્ત માહિતી મુજબ, ચારણ સમાજની (Charan Samaj) લાગણી દુભાય તેવું નિવેદન આપનાર મોરબીનાં (Morbi) હરિકૃષ્ણ ધામનાં ભક્તિહરી સ્વામીએ (Bhaktihari Swami) વિવાદ વધતા માફી માગી છે. જો કે, માફી માગતા સ્વામીનાં બે વીડિયો સામે આવ્યા છે, જે પૈકી પહેલા વાઇરલ વીડિયોમાં ભક્તિહરી સ્વામી અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી પ્રસંગ કહ્યાનું રટણ કર્યું હતું, સ્વામીએ કહ્યું હતું કે, તાજેતરમાં એક પ્રવચનમાં અંધશ્રદ્ધા દૂર કરવા હેતુંથી ચારણ માતાનો એ પ્રસંગ કીધો હતો. આ પ્રવચનથી ચારણ સમાજની કોઈપણ વ્યક્તિને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો. સ્વામિનારાયણ સંપ્રદાય એ તમામ જ્ઞાતિ ધર્મને પોતાના સંપ્રદાયોમાં સ્વીકાર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Morbi : વધુ એક સ્વમીનો બફાટ! માફી ન માગે તો ઊગ્ર વિરોધની ચીમકી

Advertisement

'ચારણ સમાજ ક્યારે અંધશ્રદ્ધા ફેલાવતો નથી'

ભક્તિહરી સ્વામીએ આગળ કહ્યું કે, કવિ બ્રહ્માનંદ તેમનો જીવતો-જાગતો પુરાવો છે, તેથી દેવી પુત્રો અમારા પરમ આદરણીય છે. કોઈપણ દેવીપુત્રો કે ચારણોને મારા આ પ્રવચનથી લાગણી દુભાઈ હોય તો સમા દરગુજર કરશો. જણાવી દઈએ કે, આ વીડિયો સામે આવ્યા બાદ થોડા સમય પછી સ્વામીનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કહે છે કે, 'ચારણઆઈનો પ્રસંગ કહ્યો તે ભૂલ ભરેલ હતો. ચારણ આઈ હોય છે જગદંબા હોય છે. ચારણ સમાજ ક્યારે અંધશ્રદ્ધા ફેલાવતો નથી. મારાથી ભૂલ થઈ છે આથી હું ચારણ સમાજની માફી માગું છું.'

આ પણ વાંચો - PM Modi in Gujarat : આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, વાંચો વિગત

PSI સહિતનો પોલીસ સ્ટાફ સ્વામિનારાયણ મંદિર ખાતે ગોઠવ્યો

નોંધનીય છે કે, ભક્તિહરી સ્વામીના નિવેદનથી ચારણ સમાજમાં (Charan Samaj) ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચારણ સમાજનાં આગેવાનોએ સ્વામી માફી માગે તેવી માગ કરી હતી અને જો માફી નહીં માગે તો ઊગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે વિવાદ વધતા હળવદ પોલીસની (Halvad Police) ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે દોડી આવી હતી. અનિચ્છનીય બનાવ ન બને તે માટે PSI સહિતનો પોલીસ સ્ટાફ મંદિર ખાતે ગોઠવ્યો છે.

આ પણ વાંચો - Rahul Gandhi in Gujarat : આવતીકાલથી રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતની મુલાકાતે, વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×