Natural Farming: ખેતી થકી મબલક ઉત્પાદન મેળવતા મુકેશભાઈ રાઠવાનો ખેડૂતો જોગ સંદેશ, જાણો શું કહ્યું...
- પ્રાકૃતિક ખેતી તમારી આવકમાં મબલક વધારે કરશે
- પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ અને પોચી થાય છે
- પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ખેડૂતોના સાચા મિત્ર છે
Natural Farming: ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યાં છે, જે ભવિષ્ય માટે ખુબ જ સારી વાત છે, પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ અને પોચી થાય છે. અળસિયા ફરી જીવંત થાય અને ખેડૂતના મિત્ર તરીકે મદદરૂપ થાય છે. પ્રાકૃતિક કૃષિના પાંચ આયામ અપનાવી મબલક ઉત્પાદન મેળવતા મુકેશભાઈ રાઠવાનો ખેડૂતો જોગ સંદેશ.છોટાઉદેપુર તાલુકાના માણકા ગામના મુકેશભાઈ રાઠવા વર્ષ 2016-17માં આત્મા પ્રોજેકટ સાથે જોડાયા. આત્મા પ્રોજેકટની એક સપ્તાહની તાલીમ બાદ તેમને સમજાયુ કે, રાસાયણિક ખેતી કુદરતી અને માનવ સંપત્તિ માટે હાનિકારક છે. આ તાલી દરમિયાન તેમણે પ્રાકૃતિક કૃષિ કરવાનો નિર્ણય લીધો હતો.
શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીમાં તકલીફ પડે પરંતુ પછી...
મુકેશભાઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં બધી જમીનને પ્રાકૃતિક કૃષિ માટે તૈયાર કરવી મુશ્કેલ હતી.એટલે અડધા વિઘા જમીનને જીવામૃતથી પાક માટે તૈયાર કરી હતી. આ અડધા વિઘા જમીનમાં શાકભાજી વાવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી જેમાં શરૂઆતમાં તો શાકભાજીના ઉત્પાદન જોઇએ એવું મળ્યુ નહી કારણ કે જમીન રાસાયણિક ખાતર વાળી હતી. હવે બધી જમીનને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવાની હતી. તબક્કાવાર બધી જમીન પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવાનું શરૂ કર્યુ. પરિણામ સ્વરૂપ બધી જમીન પ્રાકૃતિક કૃષિ માટે તૈયાર થઇ ગઇ હતી.
આ પણ વાંચો: VADODARA : મહિલા જોડેની પ્રથમ મુલાકાતમાં 74 વર્ષિય વૃદ્ધએ આચર્યું દુષકર્મ
જમીન ફળદ્રપ બનતા શાકભાજીની ખેતી કરી
વધુ વાતચીતમાં મુકેશભાઈએ કહ્યું કે, જમીનમાં ફળદ્રુપ બનતા ડાંગર,મકાઇ, તુવેર સિઝન પાક અને શાકભાજીની ખેતી શરૂ કરી હતી. પ્રાકૃતિક કૃષિના પાંચ આયામનો મે ઉપયોગ કર્યો અને જાતે જ ગાયના ગોબરમાંથી ઘનજીવામૃત બનાવ્યું, જેથી જમીન પોચી,બેકટેરીયાથી ભરપુર અને ફળદ્રુપ બની. જેનો ગૌમુત્ર અને કોઠરના લોટ,ગોળ,માટીનો ઉપયોગ કરી પ્રથમ તો બીજની બીજામૃતથી માવજત કરી વાવણી કરી. તેની સાથે ઘનજીવામૃતનો પણ ઉપયોગ કર્યો. પાકને જીવાતથી બચાવવા માટે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. આ વર્ષે ચોમાસામાં મકાઇ, ડાંગર અને તુંવેર કરી હતી. ડાંગરમાં એક વિઘાએ 50 મણ, તુવેરમાં 10 મણ અને મકાઇ 60 થી 70 મણ જેટલું ઉત્પાદન થયુ છે.
આ પણ વાંચો: Chhota Udaipur : નામાંકિત શાળાનાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને બોલાવી અને કર્યું શરમજનક કૃત્ય
બધા રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળેઃ મુકેશભાઈ
હાલ મારા ખેતરમાં મરચી, વાલોર, તુવેર અને રીંગણ વાવેલા છે. વાલોર તુવેર રીગણમાં ફુલ આવ્યા છે. જ્યારે મરચીનો પાક તૈયાર થઇ ગયો છે. બે દિવસમાં પાક ઉતારી છોટાઉદેપુર માર્કેટમાં વેચાણ કરીશ. અમે શનિવારે છોટાઉદેપુર અને રવિવારે પાનવડ હાટમાં શાકભાજી વેચીએ છીએ. મારી પાસે દેશી ગાય છે. દેશી ગાયને નિભાવ ખર્ચ તરીકે મને 900 મળે છે.આ દેશી ગાયના ગૌમુત્ર અને ગોબરનો ઉપયોગ કરીને જ ખેતી કરૂ છું જેથી મારી પરિવાર સાથે અન્ય પરિવારોને સ્વાસ્થ્ય પણ જળવાય. ખેડૂત મિત્રોને સંદેશ આપતા મુકેશભાઈએ જણાવ્યું કે, ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે. પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ અને પોચી થાય છે. અળસિયા ફરી જીવંત થાય અને ખેડૂતના મિત્ર તરીકે અળસિયા મદદરૂપ થાય છે.
અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો: Rajkot : યુવતીનાં ગળે દાતરડું ફેરવી ક્રૂર હત્યા કરી, પછી હત્યારા યુવકે કર્યું એવું કે...