Narmada : ધારાસભ્ય Chaitar Vasava એ Video પોસ્ટ કરી પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
- ડેડીયાપાડાનાં ધારાસભ્ય Chaitar Vasava નો પોલીસ પર ગંભીર આરોપ
- પોલીસ બુટલેગર પાસે હપ્તા ઉઘરાવતી હોવાનું વીડિયો સાથે કર્યું ટ્વીટ
- પોલીસનાં હપ્તા ઊઘરાવતા 35 વીડિયો મારી પાસે છે : ચૈતર વસાવા
નર્મદા જિલ્લાનાં (Narmada) ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ પર ગંભીર આરોપ કર્યા છે. ચૈતર વસાવાએ (Chaitar Vasava) સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી આરોપ લગાવી લખ્યું કે, ભરૂચ જિલ્લા પોલીસ દારૂનાં ઠેકાઓ પર હપ્તા ઊઘરાવતી હોય તેવા 35 વીડિયો મારી પાસે છે. PI રાજપારડી અને SP ભરૂચ પર તાકાત હોય તો તાત્કાલિક બુટલેગરો પર કાર્યવાહી કરી દારૂનાં ધંધાઓ બંધ કરાવે.
આ પણ વાંચો - Narmada : ધારાસભ્ય Chaitar Vasava સામે ગંભીર આરોપો સાથે વધુ એક ફરિયાદ, વાંચો શું છે મામલો ?
ભરૂચ પોલીસ બુટલેગર પાસે હપ્તા ઊઘરાવતી હોવાનું કર્યું ટ્વીટ
નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) તેમના આક્રમક અંદાજ માટે ચર્ચામાં રહે છે. ત્યારે હવે ફરી એક વાર ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ચૈતર વસાવાએ તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. સાથે જ ગંભીર આરોપ સાથે લખ્યું છે કે, ભરૂચ જિલ્લા (Bharuch) પોલીસ દારૂનાં ઠેકાઓ પર હપ્તા ઊઘરાવતી હોય તેવા 35 વીડિયો મારી પાસે છે. ભરૂચ પોલીસ (Bharuch Police) સામે અગાઉ પણ ઘણા વીડિયો જાહેર કર્યા હતા. PI રાજપારડી અને SP ભરૂચ પર તાકાત હોય તો તાત્કાલિક બુટલેગરો પર કાર્યવાહી કરી દારૂનાં ધંધાઓ બંધ કરાવે.
આ પણ વાંચો - Rajkot : જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
અમે કોઈ અધિકારીની દાદાગીરીથી ડરવા વાળા નથી : ચૈતર વસાવા
ચૈતર વસાવાએ આગળ લખ્યું કે, BJP નાં ઇશારે ખોટી FIR કરીને અમારો અવાજ દબાવવાની કોશિશ ના કરે. આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે. અમે કોઈ અધિકારીની દાદાગીરીથી ડરવા વાળા નથી. આ સાથે ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારતા લખ્યું કે, તમારી જેલ મોટી કરી દેજો, ટૂંક સમયમાં અમે જેલ ભરો આંદોલન કરીશું.
આ પણ વાંચો - Ahmedabad : લવજેહાદ, ગૌ હત્યા અને ડિમોલિશન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્ત્વનું નિવેદન!