Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narmada Parikram: મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ કરી પરિક્રમા, નર્મદા જિલ્લામાં પ્રવેશ્યા ભક્તો

Narmada Parikram: આ પરિક્રમા દેવ ઉઠી અગિયારસથી શરૂ કરવામાં આવે છે. હાલ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરેલા પરિક્રમાવાસીઓએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે.
narmada parikram  મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ કરી પરિક્રમા  નર્મદા જિલ્લામાં પ્રવેશ્યા ભક્તો
Advertisement
  1. નર્મદાની પરિક્રમા કરવાથી ઘણુ પુણ્ય મળતું હોય છે
  2. 3600 કિલોમીટરની હોય છે મા નર્મદાની પરિક્રમા
  3. મા નર્મદાની પરિક્રમા પૂર્ણ કરતા લાગે છે 5થી 6 મહિના

Narmada Parikram: ભારતમાં માત્ર એક એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે જે છે અને તેનું નામ છે ‘મા નર્મદા’. કહેવાય છે કે, ગંગા સ્નાને યમુના પાને અને નર્મદા માત્ર દર્શન કરવાથી પવિત્ર થવાય છે. આ મા નર્મદાની હાલ પરિક્રમા કરવામાં આવી રહી છે. આવો જોઈએમાં નર્મદાની પરિક્રમા કરવાથી કેટલું પુણ્ય મળે છે. હજારોની સંખ્યામાં લોકો મા નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. આ પરિક્રમા દેવ ઉઠી અગિયારસથી શરૂ કરવામાં આવે છે. હાલ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરેલા પરિક્રમાવાસીઓએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: કામનું જે થવું હોય એ થાય! કહેવાતા નગરસેવકો પ્રજાના પૈસે શ્રીનગર જઈ મોજ કરશે

Advertisement

દેવ ઉઠી અગિયારસથી મા નર્મદાની પરિક્રમા શરૂ થાય છે

મળતી વિગતો પ્રમાણે નર્મદા જિલ્લાના સુરપાણેશ્વરના જંગલોમાંથી પસાર થઈ ઝરવાણી, ગરુડેશ્વરથી ભરૂચ જવા રવાના થયા છે. નર્મદા નદીની 3600 કિલોમીટરની પરિક્રમા 5 થી 6 મહિનામાં સુધી ચાલે છે. સમગ્ર વિશ્વમાં એક માત્ર નર્મદા નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. મા નર્મદા અમરકંટકથી નીકળે છે અને ભરૂચ દરિયાને મળે છે. આ પરિક્રમા દેવ ઉઠી અગિયારસ થી શરૂ કરવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: Aapagiga Controversy: ‘મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે’ મહંત વિજયબાપુએ તોડ્યું મૌન

3600 કિલોમીટરની આ પરિક્રમા 5થી 6 મહિનામાં પૂર્ણ થાય છે

હાલ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરેલા પરિક્રમાવાસીઓએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. નર્મદા જિલ્લાના સુરપાણેશ્વર ના જંગલો માંથી પસાર થઈને ઝરવાણી થઈને ગરુડેશ્વર થઈ ને ભરૂચ જવા રવાના થયા છે. જોકે હાલ ઠંડી નો માહોલ છે પણ પરિક્રમાવાસીઓ ન તો ઠંડી જોતા હોય છે કે ન તો ગરમી એક વાર નક્કી કર્યું કે પરિક્રમા કરવી એટલે ઝોળી લઈને નીકળી પડવાનું. જ્યાં રસ્તામાં કોઈએ જમવાનું પૂછ્યું કે ચા માટે પૂછ્યું તો ચા કે જમી લેવાનું બાકી ભૂખે પણ રહેવાનો વારો આવતો હોય છે. 3600 કિલોમીટરની આ પરિક્રમા 5 થી 6 મહિનામાં પૂર્ણ કરીને અમરકંટક સુધી જઈને ફરી ઓમકારેશ્વર પહોંચશે ત્યારે પરિક્રમા પૂર્ણ થઈ ગણાતી હોઈ છે.

આ પણ વાંચો: Dediapada: ‘અમારું પણ પુષ્પા-3 આવવાનું જ છે’ ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા તેવર

Tags :
Advertisement

.

×