Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભ્રષ્ટાચારીઓ સામે ACBની લાલ આંખ, 2022માં વર્ગ 1થી વર્ગ 4 સુધીના અધિકારીઓ-કર્મચારીઓ સામે કુલ 94 કેસ થયા

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંચીયા બાબુઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં વર્ષ 2022માં ક્લાસ 1થી લઈને ક્લાસ 4 સુધીના અધિકારી અને કર્મચારી તેમજ ખાનગી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.વર્ષ 2021 અને વર્ષ 2022 એસીબીએ કેટલાં કેસ કર્યા ?એસીબી દ્વારા વર્ષ 2021માં કરવામાં આવેલા 173 કેસની સામે વર્ષ 2022 માં 176 કેસ કરવામાં આવ્યા છે. વર્ષ 2022માં કરવામાં આવેલા કેસમાં ઝડપાયેલા અધિકારી કર્મચારીનà«
ભ્રષ્ટાચારીઓ સામે acbની લાલ આંખ  2022માં વર્ગ 1થી વર્ગ 4 સુધીના અધિકારીઓ કર્મચારીઓ સામે કુલ 94 કેસ થયા
Advertisement
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંચીયા બાબુઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં વર્ષ 2022માં ક્લાસ 1થી લઈને ક્લાસ 4 સુધીના અધિકારી અને કર્મચારી તેમજ ખાનગી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
વર્ષ 2021 અને વર્ષ 2022 એસીબીએ કેટલાં કેસ કર્યા ?
એસીબી દ્વારા વર્ષ 2021માં કરવામાં આવેલા 173 કેસની સામે વર્ષ 2022 માં 176 કેસ કરવામાં આવ્યા છે. વર્ષ 2022માં કરવામાં આવેલા કેસમાં ઝડપાયેલા અધિકારી કર્મચારીની વિગતવાર વાત કરીયે તો કલાસ 1નાં 9 અધિકારી, કલાસ 2નાં 30 અધિકારી, કલાસ 3નાં 114 કર્મયારી અને કલાસ 4 નાં 5 કર્મચારીઓ સહિત 94 કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 252 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અપ્રમાણસર મિલકતના 5 ગુના
વર્ષ 2022માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ કરેલી મોટી કાર્યવાહીમાં 5 ગુના અપ્રમાણસર મિલકત અંગેના દાખલ કરવામાં આવ્યા છે. જેની રકમ 4 કરોડ 52 લાખ 34 હજાર 619 રૂપિયા છે.
સૌથી વધુ કેસ ગૃહ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સામે 
- 2022મા એન્ટી કરપ્શન બ્યુરોએ કરેલા કેસમાં વિભાગ વાઇઝ વાત કરીએ તો સૌથી વધુ કેસ ગૃહ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સામે નોંધાયા છે.
ગૃહ વિભાગમાં 39 ટ્રેપ
ગૃહ વિભાગમાં 39 ટ્રેપ કરવામાં આવી હતી, તેમજ ડિકોય 5 એમ કુલ 44 ગુના દાખલ કરવામાં આવ્યા છે. તે બાદ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં 30 ટ્રેપ,  2 ડિકોય મળીને 32 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ મહેસુલ વિભાગમાં 22 ટ્રેપ કરીને તેમજ 1 ડિકોય કરીને 25 ગુના દાખલ કરાયા છે. અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં 11 ટ્રેપ અને એક ડિકોય તેમજ એક ડીએ કરીને કુલ 13 કેસ દાખલ કરાયા છે.

2022માં એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર 14,757 કોલ 
કેન્દ્ર સરકારના અધિકારી તેમજ કર્મચારી મામલે એસીબીએ 10 ટ્રેપ તેમજ એક ડિકોય કરીને કુલ 11 ગુના દાખલ કર્યા છે. વર્ષ 2022માં એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર 14,757 કોલ મળ્યા હતા, જેમાંથી 132 રજૂઆતો મળી હતી અને 26 કેસ કરવામાં આવ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×