Home » કોરોના બાદ હવે ઝિંકા વાયરસનો કહેર, કર્ણાટકમાં 5 વર્ષની બાળકી થઇ સંક્રમિત
કોરોના બાદ હવે ઝિંકા વાયરસનો કહેર, કર્ણાટકમાં 5 વર્ષની બાળકી થઇ સંક્રમિત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
98
કોરોનાથી હજુ આપણે પૂર્ણ રીતે બહાર પણ આવ્યા નથી. ત્યારે વધુ એક વાયરસની દસ્તકના સમાચાર મળી રહ્યા છે. જીહા, પુણે બાદ હવે કર્ણાટકમાંથી પણ ઝિંકા વાયરસનો કેસ મળી આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, કર્ણાટકમાં એક 5 વર્ષની બાળકી ઝિંકા વાયરસથી સંક્રમિત થઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ઝિંકા વાયરસથી સંક્રમિત છોકરીને તમામ સાવચેતીના પગલા લેવાની સલાહ આપવામાં આવી છે.
કર્ણાટકમાં ઝિંકા વાયરસનો પ્રથમ કેસ
કોરોનાથી હજુ માંડ છુટ્યા અને ઝિંકા વાયરસે દસ્તક આપી લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ વાયરસે સરકાર અને લોકોની ચિંતા વધારી છે. પુણે બાદ કર્ણાટકમાં પણ ઝિંકા વાયરસનો એક કેસ સામે આવ્યો છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે સોમવારે જણાવ્યું હતું કે રાયચુર જિલ્લાની પાંચ વર્ષની બાળકી ઝિંકા વાયરસથી સંક્રમિત થઇ છે. રાજ્યમાં આ પ્રથમ કેસ છે. જોકે, મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા જારી કરશે. બેદરકારી હંમેશા મોટી મુસિબતને આવકારે છે આ વાતને યાદ રાખતા લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. નોંધપાત્ર વાત એ છે કે, થોડા મહિના પહેલા સુધી ઝિંકા વાયરસના કેસ માત્ર કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં જ જોવા મળતા હતા. જોકે હવે આ ખતરનાક વાયરસે કર્ણાટકમાં પણ દસ્તક આપી છે. રાજ્યમાં પાંચ વર્ષની બાળકીમાં ઝિંકા વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે.
છોકરીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
આરોગ્ય પ્રધાને કહ્યું કે, સરકાર સાવચેતી રાખી રહી છે અને રાયચુર અને પડોશી જિલ્લાઓમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ચેપના શંકાસ્પદ કેસ ધરાવતી કોઈપણ હોસ્પિટલને ઝિંકા વાયરસના ટેસ્ટ માટે નમૂના મોકલવા પણ કહેવામાં આવ્યું છે. જે છોકરીમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
કેરળ, મહારાષ્ટ્ર અને યુપીમાં પણ કેસ જોવા મળ્યા હતા
આરોગ્ય મંત્રી કે. સુધાકરે જણાવ્યું કે, “પુણે લેબમાંથી અમને મળેલા રિપોર્ટમાં ઝિંકા વાયરસની પુષ્ટિ થઈ છે. આ સેમ્પલ અહીંથી 5 ડિસેમ્બરે મોકલવામાં આવ્યો હતો. આ સાથે વધુ 2 સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા. અન્ય બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આપને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝિંકા વાયરસના કેસ જોવા મળ્યા હતા.
આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે
ઝિંકા વાયરસ એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ રોગ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છરો દિવસના સમયે જ વધુ સક્રિય હોય છે. આ વાયરસથી થતો ચેપ ખતરનાક છે.
પુણેમાં પણ ઝિંકા વાયરસનો એક કેસ જોવા મળ્યો હતો
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં પુણેના બાવધન વિસ્તારમાં 67 વર્ષીય વ્યક્તિ ઝિંકા વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. આ વ્યક્તિ નાસિકનો રહેવાસી હતો અને 6 નવેમ્બરે પુણે આવ્યો હતો. 16 નવેમ્બરના રોજ, તે તાવ, ઉધરસ, સાંધામાં દુખાવો અને થાક સાથે જહાંગીર હોસ્પિટલમાં આવ્યો હતો અને 18 નવેમ્બરના રોજ ખાનગી લેબમાં તેને ઝિંકા હોવાનું નિદાન થયું હતું. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, દર્દીની સ્થિતિ સારી છે. તેને કોઈ સમસ્યા નથી.
ઝિંકા વાયરસ શું છે?
પશ્ચિમીગોળાર્ધમાં મળી આવેલો ઝિંકા વાયરસનો આ પ્રથમ કેસ છે. મચ્છરના કારણે ફેલાતા ચેપ જેવા કે ડેન્ગ્યૂ, યલો ફીવર, વેસ્ટ નીલ વાયરસની જેમ આ પણ ખતરનાક છે, પણ કેટલા અંશે તે હજુ સ્પષ્ટ થયું નથી. આફ્રિકા અને એશિયામાં તેને કોમન માનવામાં આવે છે. પશ્ચિમી ગોળાર્ધમાં ગત મે સુધીમાં તે ક્યારેય જોવા મળ્યો નહોતો.
ક્યાં જોવા મળ્યા હતા આ મચ્છર ?
એન્ડીઝ મચ્છરો કરડવાના કારણે ઝિંકા વાયરસનો ચેપ ફેલાય છે. એન્ડીઝ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ડેન્ગ્યું તાવ, ચિકનગુનિયા અને પીળિયો તાવ જેવી બિમારીઓ પણ આ એન્ડીઝ મચ્છરો ફેલાવે છે.
જાણો ઝિંકા વાયરસના લક્ષણો વિશે
ઝિંકા વાયરસના લક્ષણોમાં તાવ આવવો, ચામડી પર ફોલ્લા થવા, માંસપેશીઓમાં દુઃખાવો થવો અને આંખોમાં બળતરાં થવી જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુ તાવની જેમ મંદ બિમારી આવે છે અને તેને કોઈ દવાથી મટાડી શકાતો નથી. ઝિંકા વાયરસ દ્વારા ચેપનું જોખમ સમગ્ર જનસંખ્યાની સાથે સાથે ગર્ભવતી મહિલાઓને પણ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject