Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોરબીમાં LE કોલેજના છાત્રો નિરાધારોનો બનશે આધાર

દિવાળીના તહેવારમાં નિરાધાર અને ઝૂંપટપટ્ટીના લોકો અને તેના બાળકો માટે દિવાળીમાં નવા કપડાં, ફટાકડા અને મીઠાઈ લઈને દિવાળી ઉજવણી એક એક દિવાસ્વપ્નથી કમ નથી. ત્યારે આવા લોકોની વ્હારે મોરબીના LE કોલેજના છાત્રો આવ્યા છે અને નિરાધારો પણ દિવાળી ધામધૂમથી ઉજવી શકે તે માટે આ છાત્રોએ તેમનો આધાર બનીને સેવાકાર્ય કરવા એક પહેલ કરી છે. આવતીકાલથી આઠ દિવસ સુધી લોકો પાસે નકામી ગણાતી પરંતુ ગરીબો માટà
મોરબીમાં le કોલેજના છાત્રો નિરાધારોનો બનશે આધાર
Advertisement
દિવાળીના તહેવારમાં નિરાધાર અને ઝૂંપટપટ્ટીના લોકો અને તેના બાળકો માટે દિવાળીમાં નવા કપડાં, ફટાકડા અને મીઠાઈ લઈને દિવાળી ઉજવણી એક એક દિવાસ્વપ્નથી કમ નથી. ત્યારે આવા લોકોની વ્હારે મોરબીના LE કોલેજના છાત્રો આવ્યા છે અને નિરાધારો પણ દિવાળી ધામધૂમથી ઉજવી શકે તે માટે આ છાત્રોએ તેમનો આધાર બનીને સેવાકાર્ય કરવા એક પહેલ કરી છે. આવતીકાલથી આઠ દિવસ સુધી લોકો પાસે નકામી ગણાતી પરંતુ ગરીબો માટે મહત્વની ગણાતી ચીજવસ્તુઓ એકત્રિત કરવા સ્થળ નક્કી કરી આવી ચીજો એકત્રિત કરી ગરીબો સુધી પહોંચાડવામાં આવશે.
મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજનું પટેલ સોશિયલ ગ્રુપના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સારી રીતે ઇજનેરી શિક્ષણ મેળવવાની સાથે સમાજના જરૂરિયાતમંદો માટે અલગ અલગ સેવાપ્રવૃત્તિ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે. ખાસ કરીને આ પટેલ સોશિયલ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના સમયે નિરાધારનો આધાર નામનું સેવાકીય કાર્ય ચલાવે છે. આ વખતે પણ દિવાળી નજીક આવતા LE કોલેજના પટેલ સોશિયલ ગ્રુપના વિધાર્થીઓએ શહેરમાં ફરી અનાધારનો આધાર નામનું સેવાકીય કાર્ય શરૂ કર્યું છે. જેમાં તા.10 થી 17 ઓક્ટોબર સુધી પટેલ સોશિયલ ગ્રુપના વિધાર્થીઓએ શહેરના બાપા સીતારામ ચોક-રવાપર રોડ, રામેશ્વર મંદિર ગુ.હા બોર્ડ સાંમાકાંઠે-મોરબી-૨,  સુપર માર્કેટ- નવા બસ સ્ટેન્ડ, સત્યેશ્વર મહાદેવ મંદિર સામે-ઉમિયા સર્કલ અને મહાબલી હનુમાનજી સામે-રવાપર રોડ એમ આ પાંચ સ્થળે સ્ટોલ નાખી લોકો પાસેથી જુના પણ સારા પહેરવા લાયક કપડાં, જુના પણ રમવા લાયક રમકડાં, પુસ્તકો સહિતની બિનજરૂરી તમામ વસ્તુઓ એકત્ર કરવામાં આવશે અને બાદમાં વંચિતોને વિતરણ કરાશે.
પટેલ સોશિયલ ગ્રુપના છાત્રો ઋત્વિક ઝાલાવડીયા, ઉત્તમ સેખલીયા, રાજન ઉસડડિયા અને બ્રિજેશ રૂડાણીએ જણાવ્યું હતું કે દિવાળી જેવું મહાપર્વ ફક્ત ફેમેલી, મિત્રો કે સગા સ્નેહીઓ સાથે ઉજવાનું પર્વ નથી. દિવાળીનો અર્થ જ અંધકાર દૂર કરી ઉજાસ ફેલાવાનો છે. એટલે આપણે જીવતા જીવનમાં ઘણા દુઃખો હોય તે દૂર કરીને નવા ઉમંગ સાથે સારા જીવનની આશાનો દીપ પ્રગટાવાનો હોય છે. જોકે દરેક લોકો દિવાળીની આ રીતે ઉજવણી કરી શકતા નથી, શહેરની ઝૂંપટપટ્ટી અને ફુટપાથ ઉપર વસવાટ કરતા લોકો આ ખુશીઓમાં સહભાગી થઈ શકતા નથી. તેથી આવા લોકો પણ દિવાળી ઉજવી શકે તે માટે ખુશીયા બાટને સે બઢતી હૈ ની કહેવતને સાર્થક કરવાનો સમય પાકી ગયો છે. તમારા ઘરમાં જે તમારા માટે બિનજરૂરી ચીજ હોય પણ એનો ઉપયોગ થઈ શકે એમ હોય અને એ વસ્તુઓ બીજાને કામ આવી શકે એમ હોવાથી આવી કપડાં, રમકડાં, સહિતની ઘણી બધી ચીજવસ્તુઓને ઉપરોક્ત સ્ટોલમાં લોકોને જમા કરી જવા અપીલ કરી છે.
Tags :
Advertisement

.

×