પહેલા તબક્કામાં અંદાજે 59 ટકા મતદાન, સૌથી વધુ તાપીમાં 72 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે મતદાન યોજાઇ ગયું. . સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં અંદાજિત 59 ટકા જેટલું મતદાન થયું છે. આ સાથે 89 વિધાનસભા બેઠકો પરના 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે. આમાંથી 339 ઉમેદવારો અપક્ષ તરીકે લડ્યા છે. મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થશે અને 8મી ડિસેà
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે મતદાન યોજાઇ ગયું. . સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં અંદાજિત 59 ટકા જેટલું મતદાન થયું છે. આ સાથે 89 વિધાનસભા બેઠકો પરના 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે. આમાંથી 339 ઉમેદવારો અપક્ષ તરીકે લડ્યા છે. મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થશે અને 8મી ડિસેમ્બરે મતગણતરી સાથે જ નક્કી થશે કે ગુજરાતમાં આગામી સરકાર કયો પક્ષ બનાવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી સંબંધિત તમામ અપડેટ્સ વાંચો...
5 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી
કચ્છ 54.52
સુરેન્દ્રનગર 58.14
મોરબી 56.20
રાજકોટ 51.66
જામનગર 53.98
દ્વારકા 59.11
પોરબંદર 53.84
જૂનાગઢ 52.04
ગીર-સોમનાથ 60.46
અમરેલી 52.73
ભાવનગર 51.34
બોટાદ 51.64
નર્મદા 68.09
ભરૂચ 59.36
સુરત 57.16
તાપી 72.32
ડાંગ 64.84
નવસારી 65.91
વલસાડ 62. 46
3 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
Advertisement
કચ્છ 45.45 ટકા
સુરેન્દ્રનગર 48.60 ટકા
મોરબી 48.34 ટકા
રાજકોટ 46.68 ટકા
જામનગર 42.26 ટકા
દ્વારકા 46.55 ટકા
પોરબંદર 43.12 ટકા
જૂનાગઢ 46.03 ટકા
ગીર-સોમનાથ 50.89 ટકા
અમરેલી 44.62 ટકા
ભાવનગર 45.91 ટકા
બોટાદ 43.67 ટકા
નર્મદા 63.88 ટકા
ભરૂચ 52.45 ટકા
સુરત 47.01 ટકા
તાપી 64.27 ટકા
ડાંગ 58.55 ટકા
નવસારી 55.10 ટકા
વલસાડ 53.49 ટકા
- નખત્રાણા તાલુકાના બે યુવાનોએ લગ્નના ફેરા પહેલા મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી નખત્રાણા ના અમિત અને રાજાભાઈ નામના બે યુવાનોએ પોતાની મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી અમિત નખત્રાણા રહે છે અને રાજાભાઈ ગંગોન ગામનો વતની હોવાનું જાણવા મળે છે લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી
- જામનગર નોર્થ બેઠક હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલી છે.. જેનું કારણ છે ભાજપના ઉમેદવાર રીવાબા સામે તેમના જ નણંદ નયબા અને તેમના જ સસરા કોંગ્રેસને સમર્થન આપી રીવાબાને હરાવવા માટે મેદાનમાં છે. દરમ્યાન પરિવારમાં તિરાડ છે તેવું કહેનારાઓને નયબાએ સણસણતો જવાબ આપ્યો છે.. તેમણે કહ્યું કે મારો ભાઇ પ્રત્યેનો પ્રેમ એટલોજ છે જેટલો પહેલા હતો. અને એક ભાભી તરીકે રીવાબા ખુબજ સારા છે.. તેમણે ઉમેર્યુ કે અમારુ પહેલું એવું ફેમિલિ નથી જેમાં મેમ્બર્સ અલગ-અલગ પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ ધરાવતા હોય, વિચારધારાને વળગી રહો. તમારુ 100 ટકા આપો, અને જે યોગ્ય હશે તે જીતશે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું, હું કોંગ્રેસ સાથે છું. પાર્ટીની બાબત કૌટુંબિક બાબતથી અલગ છે. આપણે આપણી પાર્ટી સાથે રહેવું જોઈએ, તેમણે કહ્યું કે કોઇ જ પારિવારિક સમસ્યા નથી
બપોરે 1 વાગ્યા સુધી ક્યાં કેટલું મતદાન
કચ્છ 33.44 ટકા
સુરેન્દ્રનગર 24.18 ટકા
મોરબી 38.61 ટકા
રાજકોટ 32.88 ટકા
જામનગર 30.34 ટકા
દ્વારકા 33.89 ટકા
પોરબંદર 30.20 ટકા
જૂનાગઢ 32.96 ટકા
ગીર-સોમનાથ 35.99 ટકા
અમરેલી 32.01 ટકા
ભાવનગર 32.74 ટકા
બોટાદ 30.26 ટકા
નર્મદા 46.13 ટકા
ભરૂચ 35.98 ટકા
સુરત 32.31 ટકા
તાપી 46.35 ટકા
ડાંગ 46.22 ટકા
નવસારી 39.20 ટકા
વલસાડ 38.08 ટકા
- રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકાવાયા
- આધારકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી અટકાવાયા
- કલેક્ટરને રજૂઆત કરાયા બાદ કિર્તીદાન ગઢવી મત આપી શક્યા
- સુરત ઉત્તર વિધાનસભા વિસ્તારમાં પાવરકટ થતા વોટિંગ કામગીરી ઠપ્પ
- ધોરાજીમાં બોગસ પ્રિસાઇડીંગ ઓફિસર પકડાયા, પત્નીની જગ્યાએ બેસી બોગસ મતદાન કરાવતા હોવાની ફરીયાદ
મોરારીબાપુએ કર્યુ મતદાન
Advertisement
ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે કથાકાર મોરારીબાપુએ મતદાન કર્યું હતું. જે બાદ તેમણે લોકશાહીના મહાપર્વ પર તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી અને જણાવ્યું કે લોકતંત્રને મજબૂત કરવા માટે મતદાન ફરજિયાત કરવું જોઈએ.
અલ્પેશ કથીરિયાએ લીધા કુમાર કાનાણીના આશિર્વાદ
સુરતમાં વરાછામાં મતદાન દરમ્યાન ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા સામ-સામે આવી ગયા હતા. દરમ્યાન અલ્પેશ કથીરિયાએ ખુબજ નમ્રતાથી કુમાર કાનાણીને પગે લાગી તેમના આશિર્વાદ લીધા હતા.. તો કુમાર કાનાણીએ પણ પુરા દિલથી અલ્પેશ કથીરિયાને ગળે લગાવી લીધા હતા. જો કે કોણ જીતશે તેના જવાબમાં બન્ને નેતાઓએ એમ કહ્યું હતું કે વિજય જનતાનો થશે
ભાજપના ઉમેદવાર પર હુમલો
નવસારી જિલ્લાની વાંસદા બેઠક પર ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર થયો હુમલો, હુમલામાં પિયુષ પટેલ થયા ઘાયલ
ગોંડલમાં અનિરુદ્ધસિંહની ચૂંટણી અધિકારીઓ સાથે ચકમક ઝરી
ગોંડલમાં રાજકારણ ગરમાયું હતું..રીબડાની પ્રાથમિક શાળામાં યોજાયેલા મતદાનમાં અનિરુદ્ધસિંહ અને ચૂંટણી અધિકારીઓ વચ્ચે રકઝક થઇ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે. સવારે જયરાજસિંહ જાડેજા અનિરૂદ્ધસિંહના ગામ રિબડા આવ્યા હતા. એ દરમ્યાન જયરાજસિંહે મતદાન પરિસરમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું. ત્યારે અનિરૂદ્ધસિંહે પણ એ જ જગ્યાએ મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યું હતું. એ દરમ્યાન અધિકારીઓએ અનિરૂદ્ધસિંહને અટકાવતા અધિકારીઓ સાથે તેમની ચકમક ઝરી હતી તેમણે કહ્યું કે ચૂંટણીપંચે બન્ને બાજુ સરખી રાખવી જોઇએ, એકતરફી ન થવું જોઇએ .અહીં બધું એકતરફી થઇ રહ્યું છે. આ વ્યાજબી નથી.
11 વાગ્યા સુધીમાં 19 ટકા મતદાન
- દ.ગુજરાતના 7 જિલ્લામાં 21.65 ટકા મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છ 12 જિલ્લામાં 18.80 ટકા મતદાન
સ્થળ મતદાનની ટકાવારી
કચ્છ 17.62 ટકા
સુરેન્દ્રનગર 20.67 ટકા
મોરબી 22.27 ટકા
રાજકોટ 18.98 ટકા
જામનગર 17.85 ટકા
દ્વારકા 15.86 ટકા
પોરબંદર 16.49 ટકા
જૂનાગઢ 18.85 ટકા
ગીર-સોમનાથ 20.75 ટકા
અમરેલી 19.00 ટકા
ભાવનગર 18.84 ટકા
બોટાદ 18.50 ટકા
નર્મદા 23.73 ટકા
ભરૂચ 17.57 ટકા
સુરત 17.92 ટકા
તાપી 26.47 ટકા
ડાંગ 24.99 ટકા
નવસારી 21.69 ટકા
વલસાડ 19.57 ટકા
દિગ્ગજોએ કર્યું મતદાન
- મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ નખત્રાણા તાલુકાના સુખપર ખાતે કર્યુ મતદાન
- પૂર્વ મંત્રી રાઘવજી પટેલે નારાયણપરમાં મતદાન કર્યુ
- અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યુ મતદાન
- રાજકોટમાં રિવાબા જાડેજાએ મતદાન કર્યુ
- રાજકોટ દક્ષિણના ભાજપ ઉમેદવાર રમેશ ટીલાળાએ કર્યુ મતદાન
- રાજકોટ પશ્ચિમના ભાજપ ઉમેદવાર ડૉ.દર્શિતા શાહે મતદાન કર્યુ
- મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારીમાં મતદાન કર્યુ
- માણાવદરમાં ભાજપ ઉમેદવાર જવાહર ચાવડાએ મતદાન કર્યુ
- જૂનાગઢ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાએ કર્યુ મતદાન
- વ્યારા કોંગ્રેસના ઉમેદવાર પુનાજી ગામીતે કરંજવેલમાં મતદાન કર્યુ
- જસદણમાં ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળિયાએ કર્યુ મતદાન
- ભાવનગર પશ્ચિમના કોંગ્રેસ ઉમેદવાર કિશોરસિંહ ગોહિલે કર્યુ મતદાન
- રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યુ મતદાન
- ગાંધીધામ ભાજપ ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ કર્યુ મતદાન
- ભુજ કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભુડિયાએ કર્યુ મતદાન
- કુતિયાણાના કોંગ્રેસ ઉમેદવાર નાથા ઓડેદરાએ મતદાન કર્યુ
- રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યુ મતદાન
- જેતપુર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ કર્યુ મતદાન
- નવસારીના ચીખલીમાં મંત્રી નરેશભાઈ પટેલે કર્યુ મતદાન
- કપરાડામાં મંત્રી જીતુભાઈ ચૌધરીએ કર્યુ મતદાન
- બોટાદમાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીએ કર્યુ મતદાન
- ગાંધીધામ ભાજપના ઉમેદવારે પહેલા મતદાન કર્યુ પછી જન્મદિવસ ઉજવ્યો
- મતદાન મથકથી દુર કેક કાપીને ઉજવણી
- ગોંડલના ભગવગતપરાની શાળા નં-5માં EVM ખોટકાયું
- જામનગર દક્ષિણના ભાજપ ઉમેદવાર દિવ્યેશ અકબરીએ કર્યુ મતદાન
- કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મતદાન કર્યુ
- જૂનાગઢ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ જોષીએ કર્યુ મતદાન
- જેતપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દીપક વેકરિયાએ કર્યુ મતદાન
- રાજકોટ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર ઉદય કાનગઢે કર્યુ મતદાન
- કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ઈશ્વરીયા ગામમાં મતદાન કર્યુ
- નાંદોદ ભાજપના ઉમેદવાર ડૉ.દર્શનાબેન દેશમુખે કર્યુ મતદાન
- ધોરાજીમાં કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ કર્યુ મતદાન
- ઉનામાં ભાજપ ઉમેદવાર કે.સી.રાઠોડે કર્યુ મતદાન
- માંડવીમાં ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેએ કર્યું મતદાન
- ભાવનગર પૂર્વ ના કોંગ્રેસના ઉમેદવાર બળદેવ સોલંકી કર્યું મતદાન
- વઢવાણ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ કર્યું મતદાન
- પોરબંદર વિધાન સભા બેઠકમાં ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા કર્યું મતદાન
- સાંસદ રામભાઈ મોકરિયા કર્યું મતદાન
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ કર્યું મતદાન.
- સૌરાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાએ કર્યું મતદાન
- જામનગર કલેકટર સૌરભ પારઘીએ કર્યું મતદાન
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યા બાદ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કહ્યું કે, ભાજપ અમરેલી જિલ્લામાં આ વખતે પાંચ બેઠકો ઉપર જીત મેળવે તેઓ માહોલ જોવા મળી રહ્યો છે. તેમણે પરેશા ધાનાણી પર કટાક્ષ કરતા કહ્યું કે, હવે આજે મતદાનના દિવસે ગેસનો બાટલો કે તેલનો ડબ્બો લઇને મતદાન કરવા નીકળવું પડે, તેઓ વિરોધ પક્ષના નેતા હતા, અમારા વિસ્તારના કાર્યકર્તા છે, હું પુછું છું કે રાજ્યમાં કેટલી જગ્યાએ પ્રવાસ માટે ગયા? કેટલી જગ્યાએ તેમને પ્રચાર માટે બોલાવવામાં આવ્યા? તેના જરા આંકડાઓ તેમને પુછજો એટલે ખબર પડી જશે કે તેમણે કોંગ્રેસ માટે ક્યા અને કેટલો પ્રચાર કર્યો. પછી ખબર પડી જશે કે તેમના મુદ્દાઓનું તેમની પાર્ટીમાં કેટલું વજન છે. જનતામાં તો પછી આવે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મતદાન કર્યું
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મતદાન કર્યું. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના અંકલેશ્વર ખાતે મતદાન કર્યું હતું.
મતદાન કરવા જતા પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દેરાસરમાં દર્શન કર્યા હતા.
અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે મતદાન કર્યું
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના અંકલેશ્વરથી મતદાન કર્યું હતું.
રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં કર્યું મતદાન
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તેમના પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ આજે રાજકોટમાં મતદાન કર્યું હતું. રવિન્દ્ર જાડેજા કહે છે, "હું લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું."
પરિવારને લઇને રવિન્દ્ર જાડેજાની બહેને જાણો શું કહ્યું?
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાની ભાભી નયના જાડેજાએ કહ્યું કે આવું પહેલીવાર નથી થઈ રહ્યું. જામનગરમાં ઘણા પરિવારોના સભ્યો વિવિધ પક્ષો માટે કામ કરે છે. તમારી વિચારધારાથી સંતુષ્ટ રહો, તમારું 100% આપો અને જે વધુ સારું હશે તે જીતશે. તેમણે કહ્યું કે મારા ભાઈ માટે મારો પ્રેમ પહેલા જેવો જ છે. મારી ભાભી હવે ભાજપના ઉમેદવાર છે. તે ભાભી તરીકે સારા જ છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અને ભાજપના રિવાબા જાડેજાના સસરા અનિરૂદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસની સાથે છું. પાર્ટીની બાબતો કૌટુંબિક બાબતોથી અલગ હોય છે. આપણે આપણા પક્ષ સાથે જોડાયેલા રહેવું જોઈએ, વર્ષો સુધી તેમની સાથે રહ્યા. તે જાણે છે કે આ પાર્ટીનો મામલો છે, પારિવારિક સમસ્યા નથી.
રિવાબા જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું
ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું. તે જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. મત આપ્યા બાદ ભાજપના રિવાબા જાડેજાએ કહ્યું કે, કોઈ મુશ્કેલી નથી. એક જ પરિવારમાં અલગ અલગ વિચારધારાના લોકો હોઈ શકે છે. મને જામનગરની જનતામાં વિશ્વાસ છે, અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન આપીશું અને આ વખતે પણ ભાજપ સારા માર્જિનથી જીતશે.
લોકોએ ભાજપને હટાવવાનો સંકલ્પ કર્યો : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે લોકોએ ભાજપને હટાવવાનો સંકલ્પ કર્યો છે. ભાજપ આ વાતથી વાકેફ છે તેથી તેમણે એક વર્ષ પહેલા સીએમ સહિત કેબિનેટમાં ફેરબદલ કર્યો હતો. તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. નવી સરકાર આ રીતે ચાલી રહી છે. તેથી, લોકો પરિવર્તનના મૂડમાં છે.
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ કર્યું મતદાન
તેમણે કહ્યું કે, લોકોને ભાજપમાં પૂરો વિશ્વાસ છે અને તેઓ માને છે કે રાજ્યમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જ રીતે ભવિષ્યમાં પણ થશે, ફરી ભાજપની સરકાર બનશે.
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલે કર્યું મતદાન
મતદાન કર્યા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, દરેક જગ્યાએ કંઈક નવું હોવું જોઈએ. વિજય રૂપાણીજીને મુખ્યમંત્રી બનાવાયા, પછી તેઓ રાજ્યસભામાં રહ્યા, આ પરિવર્તન થતું રહે છે. તેમણે પોતે કહ્યું કે હું આ વખતે ચૂંટણી લડવા માંગતો નથી.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના પત્ની સાથે કર્યું મતદાન
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને તેમના પત્નીએ મતદાન કર્યું હતું. મતદાન કર્યા પછી વિજયભાઈ રૂપાણી કહ્યું કે, આમ આદમી પાર્ટીથી ભાજપને ફેર પડવાનો નથી. સૌરાષ્ટ્રમાં ભાજપનો ભગવો લહેરાશે. નારાજગીની વાત નાની છે. સૌરાષ્ટ્રમાં નારાજગીની ઘટના એક બે જગ્યાએ જ જોવા મળી છે, ભાજપને કોઈ અસર નહીં થાય. તેમના પત્નીએ કહ્યું હતું કે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. ભાજપ જીતશે તેવો મને વિશ્વાસ છે.
પહેલા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 4.92 ટકા થયું મતદાન
ચૂંટણીના અવનવા રંગ
પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કર્યું મતદાન
સાયકલ પર ગેસ સિલિન્ડર બાંધી મતદાન કરવા નિકળતા અચરજ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન તાજેતરમાં થઇ રહ્યું છે, ત્યારે દિગ્ગજોએ ઘરની બહાર નીકળી મતદાન કર્યું છે. આજે સવારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ મતદાન કરવા નીકળ્યા હતા. જોકે, આ દરમિયાન તેઓ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ સાયકલ પર ગેસનો સિલિન્ડર બાંધીને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, મે મત આપ્યો છે મોંઘવારીની વિરુદ્ધમાં, મારો મત બેરોજગારીની વિરુદ્ધ છે. મારો મત મંદીનો વિરુદ્ધ છે. મારો મત ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે. મારો મત નફાખોરી અને કાળા બજારીની વિરુદ્ધ છે. મારો મત સ્વાભિમાન બચાવવા માટે છે. જનતાને અપીલ કરતા વધુમાં તેમણે કહ્યું કે, આપ પણ આપના સ્વાભિમાનના રક્ષણ માટે શાષકોના અહંકારને ઓગાળવા મતદાન કરજો.
વિક્રમજનક મતદાન કરવા PMએ કરી અપીલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. મતદાન માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને, ખાસ કરીને પ્રથમ વખત મતદાર કરનારને મોટી સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું."
વિકાસયાત્રાને જારી રાખવા અમિત શાહે અપીલ કરતા ટ્વીટ કર્યું
વડાપ્રધાન મોદી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જનતાને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે આ અપીલ કરતા ટ્વીટ કર્યું કે, "છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું, જેનો દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે.પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યા સાથે મતદાન કરીએ."
મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા CMનું ટ્વીટ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ જનતા અપીલ કરતા ટ્વીટ કર્યું, "રાજ્યના યુવા મતદારો - ફર્સ્ટ ટાઈમ વોટર્સને ખાસ કહેવા માંગુ છું કે તમારા મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરજો. ગુજરાતને આવનારા 25 વર્ષમાં દિવ્ય અને ભવ્ય બનાવવાનો આ અવસર ચૂકશો નહીં."
તેમણે પોતાના બીજા ટ્વીટમાં કહ્યું કે, "ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે હું સૌ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપવાની અપીલ કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ આ સંદર્ભે મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી શુભકામના પાઠવી છે."
મતદાન કરવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ટ્વીટ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જનતાને મતદાન કરવા અપીલ કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે, ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને અપીલ છે કે તેઓ વોટ કરે...
રોજગાર માટે
સસ્તા ગેસ સિલિન્ડર
ખેડૂતોની લોન માફી માટે
ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ પર્વને સફળ બનાવો.
અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરતા જનતાને વોટ કરવા કરી અપીલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર થઇ રહેલા મતદાનને લઇને જનતાને અપીલ કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણમાં આજે 89 સીટો પર મતદાન થશે. ગુજરાતમાં આજે જે કોઈ વિધાનસભા ક્ષેત્રમાં વોટિંગ છે ત્યાંના મતદાતાઓને મારી અપીલ - "તમારી પાસે સુવર્ણ તક આવી છે, ગુજરાતના અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે વૉટ જરૂર આપો, આ વખતે કંઈક ગજબ કરીને આવો."
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સતત સાતમી વખત સત્તા મેળવવા માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતમાં ઘણી રેલીઓ યોજી હતી. આ સિવાય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, યુપીના સીએમ યોગી, હિમાચલ પ્રદેશ, ગોવા, આસામના મુખ્યમંત્રી અને ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. બીજી તરફ કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને અન્ય નેતાઓ રેલીઓ કરી છે. વળી આ વખતે ચૂંટણીમાં મુકાબલો આમ આદમી પાર્ટીમાંથી દેખાઈ રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ તબક્કાના મુખ્ય ઉમેદવારોની વાત કરીએ તો આ તબક્કામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ખંભાળિયામાંથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી મેદાનમાં છે. વિરમગામથી હાર્દિક પટેલ, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર મેદાનમાં છે. વળી ગત 2017ની ચૂંટણીમાં અપક્ષ તરીકે વડગામથી ચૂંટાયેલા નેતા જીગ્નેશ મેવાણી આ વખતે પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જોકે, આ વખતે તેઓ અપક્ષ નહીં પણ કોંગ્રેસ તરફથી મેદાને ઉતર્યા છે.
આ પણ વાંચો - ભાજપના પૂર્વ જિલ્લા સદસ્ય રામુજી ઠાકોરનો ઓડિયો વાઇરલ, કહ્યું - આ પાર્ટીમાં આવીને પછતાયો છું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


