બે વર્ષની બાળકી પર ત્રાટક્યા ચાર શ્વાન, 35થી વધુ બચકા ભર્યા, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી બાળકી
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. સુરત શહેરના છેવાડે આવેલા ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ચાર જેટલાં શ્વાનો એકસાથે ત્રાટકયા હતા અને ઘરના આંગણે રમતી બાળકીને દબોચી લીધી હતી ત્યાર બાદ બાળકીની હાલત દયનીય બની હતી. બાળકીની સ્થિતિ જોઇ તબીબોનું પણ કાળજુ કંપી ગયું ચાર જેટલા શ્વાનોએ નાની માસુમ બે વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી ગંભીર રીતે ઘાયલ કરી હતી.જેથી બા
Advertisement
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. સુરત શહેરના છેવાડે આવેલા ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ચાર જેટલાં શ્વાનો એકસાથે ત્રાટકયા હતા અને ઘરના આંગણે રમતી બાળકીને દબોચી લીધી હતી ત્યાર બાદ બાળકીની હાલત દયનીય બની હતી.
બાળકીની સ્થિતિ જોઇ તબીબોનું પણ કાળજુ કંપી ગયું
ચાર જેટલા શ્વાનોએ નાની માસુમ બે વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી ગંભીર રીતે ઘાયલ કરી હતી.જેથી બાળકીને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.તબીબો દ્વારા બાળકીના ગળાના ભાગનો અને માથાનો એક્સરે કર્યા બાદ તેને સર્જરી માટે મોકલી દેવામાં આવી છે..બાળકીની હાલત જોઈ બાળકીની ટ્રીટમેન્ટ કરતા તબીબોનું પણ કાળજું કંપી ગયું હતું.
બાળકી રમતી હતી તે દરમ્યાન કર્યો હુમલો
સુરતમાં ખજોદ વિસ્તાર માં બાળકીને એકલી રમતા જોઈ શ્વાનોએ હુમલો કર્યો હતો.ખજોદ ખાતે ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદાર પરિવારો પૈકિના ગરીબ કામદાર પરિવારની આ બાળકી છે. બાળકી ઘર પાસે રમતી હતી તે દરમિયાન બાળકી ઉપર એકાએક જ ચાર શ્વાનોએ હુમલો કરી દીધો હતો.
સિવિલના તબીબ ઓમકાર ચોધરીના કહેવા અનુસાર બાળકીની હાલત હાલ ગંભીર છે. ખજોદ વિસ્તારમાંથી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ઇમર્જન્સી વિભાગમાં તેની માતા લઈ આવી હતી. શ્વાને બાળકીને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચાડી છે.. શરીર ઉપર 35થી 40 જેટલાં ઈજાનાં નિશાન દેખાઈ રહ્યાં હતાં. જેમાં ખાસ કરીને માથાના ભાગે, છાતીના ભાગે અને કમરના ભાગે ઇજા વધુ થઈ હતી. બાળકીને ઈમર્જન્સી વિભાગમાં શ્વાન કરડવાનાં ઇન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી રહી છે ..હાલ તેને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી છે.
ડાયમંડ હીરા બુર્સની નજીક ડમ્પિંગ સાઇડ ઉપર રખડતાં શ્વાનોની સંખ્યા ખૂબ મોટી
સમગ્ર મામલે ભાજપ ના સચિન વિસ્તાર અં કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત માં જણાવ્યું હતું કે ડાયમંડ હીરા બુર્સની નજીકમાં જે ડમ્પિંગ સાઈટ છે તે ડમ્પિંગ સાઇડ ઉપર રખડતાં શ્વાનોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. જંગલ જેવો ત્યાં માહોલ છે.જેથી બાળકીને શ્વાને ચૂથી નાખી હતી. બાળકી ની હાલત જોઈ ને ખુબજ દુઃખ થયું છે.આ ઘટનાને પાલિકાએ ગંભીરતા થી લીધી છે.બાળકી ખજોદમાં ડમ્પિંગ સાઈટની બાજુમાં રહે છે.જેથી ઘટના બાદ તાત્કાલિક પાલિકાના અધિકારીઓને ટીમ બનાવી તે વિસ્તારમાં તપાસ હાથ ધરી છે.અને કે વિસ્તારમાં રખડતા શ્વાન ઝડપથી પકડી લેવામાં આવે તેવું અધિકારીઓને સ્પષ્ટ સૂચન કરાયું છે હાલ બાળકી સારવાર હેઠળ છે ત્યાં પણ મનપા ની ટીમ મોકલી બાળકીના ઈલાજ માં જે કંઈ જરૂર હોય તેને પૂરી પડવાની જવાબદારી લેવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


