OSHO-યુગ પ્રવર્તક ચિંતક આચાર્ય રજનીશની જન્મજયંતી
OSHO કે જેઓ શરૂઆતમાં આચાર્ય રજનીશના નામથી અને પછી ભગવાન રજનીશ અને છેલ્લે કેવળ ઓશોના નામથી દુનિયાભરમાં મશહૂર થયા, ઓશો જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે સાગરીય અનુભવ, એક બૂંદ સાગરમાં ભળી જાય અને સ્વયં સાગર થઈ જાય.
આપણે દાવાથી કહી શકીએ કે તર્કશક્તિ બાબતે OSHOથી વિશેષ કોઈ વિચારક હજી કોઈએ સંભાળ્યા કે કે વાંચ્યા નથી. ઓશોનો તર્ક એટલો બધો ચોક્કસ અને સ્પષ્ટ હોય છે કે સાંભળનારને / વાંચનારને કેવળ ગળે ઉતરી જાય એટલું જ નહીં પણ તેને સંતોષનો ઓડકાર આવી જાય કે હવે આનાથી અન્ય કાંઇ ઉત્તમ હોઇ શકે નહીં.
અજોડ દર્શનશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી
ઓશો અજોડ દર્શનશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી હતા. લોકોએ પહેલીવાર ઓશોના માધ્યમથી સિગમંડ ફ્રોઈડ અને ફેડરીક નિત્સે જેવા માનસશાસ્ત્રી અને તર્કશાસ્ત્રીના વિચાર જાણ્યા.
આચાર્ય રજનીશનો જન્મ ૧૧-૧૨-૧૯૩૧ના રોજ મધ્યપ્રદેશના ખૂબ જ નાનકડા ગામ કૂચવાડામાં થયો હતો. તેમનું બાળપણ તેમના નાના-નાનીના ઘરે પસાર થયું હતું. તેઓ તેમના માતાપિતાના કુલ ૧૧ સંતાનોમાં સૌથી મોટા હતા. વધુ સંતાનો હોવાને લીધે તેમનો ઉછેર તેમના નાનાનાની પાસે થયેલો. ઓશોના કહેવા મુજબ તેમના નાની પાસે ગજબની સૂઝ અને દૂરદર્શિતા હતી જેનો પ્રભાવ ઓશો ઉપર હકારાત્મક રીતે પડ્યો.
પૂર્ણ સમયના અને જીવનપર્યંત આધ્યાત્મિક ગુરૂ
OSHO ના જન્મસ્થળ કૂચવાડાથી માત્ર ૧૨૫ કિલોમીટર દૂર જબલપુર નામના નાના શહેરમાં મહર્ષિ મહેશયોગીનો જન્મ થયેલો, આમ મધ્યપ્રદેશના આ નાના એવા વિસ્તારમાં બે મહાન આધ્યાત્મિક ગુરૂના જન્મ સ્થાન આવેલા છે. ઓશો વિષે સ્પર્શી જાય એવી વાત તો એ છે તે તેઓ પૂર્ણ સમયના અને જીવનપર્યંત આધ્યાત્મિક ગુરૂ હતા. યુવાનીના બે-ત્રણ વર્ષ બાદ કરતા તેમણે કોઈપણ નોકરી કે ધંધો ક્યારેય કર્યો નથી. તેઓ બાળપણથી જ આધ્યાત્મિક માર્ગના મુસાફર હતા. તેઓ બાલ્યાવસ્થામાં પણ અજાણતા ધ્યાનની સ્થિતિમાં ચાલ્યા જતા, તેમનું બાળપણ સામાન્ય બાળક જેવું જ પસાર થયેલું. તેમની કુશાગ્ર બુદ્ધિ અને તીવ્ર યાદશક્તિને લીધે તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસક્રમ ફિલોસોફીના વિષય સાથે પાસ કર્યો ત્યારબાદ થોડો સમય કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું પછી તેઓ પૂર્ણ સમય લોકોને જાગ્રત કરવાનું કામ કરતા રહ્યા અને ભારત ભ્રમણ કર્યું.
૧૯૭૦ની આસપાસ મુંબઈ આવી ત્યાં ખૂબ પ્રવચનનો આપ્યા અને લોકોને જાગૃત કર્યા. તેમના પ્રવચનોથી અનુયાયીઓની સંખ્યામાં દિનપ્રતિદિન ખૂબ વધારો થવા લાગ્યો.
સમાજના ઈન્ટેલેક્ચ્યુઅલ બિઝનેસ ટાયકૂન અને મોટા-મોટા પ્રોફેશનલ ઓશોના પ્રવચનથી અને પુસ્તકોથી અભિભૂત થઈ ગયા. સાથે સાથે વિવાદો પણ સર્જાતા ગયા અને આ વિવાદો તેમના જીવનનો અનિવાર્ય ભાગ બનીને રહી ગયા.
ઓશોની ફિલોસોફી
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે,
એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નિપજતું હોય છે.
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કંઈ ક્યાં ઉપજતું હોય છે.
પશ્ચિમના લોકો OSHOના ડાય-હાર્ડ ફેન
OSHO ના પ્રવચનોથી આકર્ષાઈને પશ્ચિમના લોકો તેમના ડાય-હાર્ડ ફેન બની ગયા હતા અને ઓશો જેની ઉપર સૌથી વધારે ભાર મૂકતા તે ધ્યાન પધ્ધતિ વિષે રૂબરૂમાં જાણવા અને ધ્યાન શીખવા માટે ભારતમાં મોટા પ્રમાણમા વિદેશીઓ આવવા લાગ્યા.
OSHO-ઓશોએ ધ્યાનની લગભગ ૧૦૮ જેટલી પધ્ધતિઓ વિકસાવી હતી. ઓશો પોતાના પ્રવચનમાં ધર્મના વડાઓને, રાજકીય વડાઓને નિશાન બનાવતા અને તેમનો જાહેરમાં ઉધડો લેતા, પોતાના અસાધારણ તર્કથી તેમને પાખંડી સાબિત કરતા. આમ તેઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં વિવાદો સર્જ્યા. આ વિવાદો જીવનપર્યત તેમની સાથે જ રહ્યા પરંતુ તેમના પ્રવચનની કેટલીક ખાસ વાતો એવી પણ હતી કે જે વાચકોને જીવનપર્યંત યાદ રહેશે. તેમણે લોકોને સાચી ધાર્મિકતા શું છે તે શીખવી અને ધર્મના નામે ચાલતા પાખંડથી દૂર રહેવાનુ શીખવ્યું, ભક્તિ ડરથી, લોભથી, લાલચથી નહીં પણ એ બધાથી આગળ વધીને આનંદથી કરવાની છે, પૂજા પરમાત્માની થાય પૂજારીની ન થાય એ વાત તેમણે સ્પષ્ટતાથી ખુલ્લેઆમ કહી.
ઓશોના વિચારોનું ફલક વિશાળ
પૂજા પરમાત્માની થાય પૂજારીની ન થાય જે તે સમયે કહેલી કેટલીક વાતો આજે પણ વાંચવી અને સાંભળવી ગમે છે અને પ્રસ્તુત પણ લાગે છે. ઓશોનો ધીમો, મીઠો અને માદક અવાજ વર્ષો સુધી દરેક સાંભળનારના કાન અને મસ્તિષ્કમાં ગૂંજે છે.
તુમ અગર ખુશ નહીં રહોગે તો તુમ્હારે ભીતર પરમાત્મા કેસે ખુશ રહ પાયેગા, તુમ અગર દુઃખી રહોગે તો તુમ્હારે ભીતરકા પરમાત્માભી દુઃખી રહેગા, તુમ અગર ભયભીત રહોગે તો તુમ્હારે ભીતરકા પરમાત્માભી ભયભીત રહેગા ઇસી લિયે મેં કહેતા હું હર ક્ષણ ઔર હર હાલ મેં ખુશ રહો, ક્યોકી તુમ્હારી ભીતર રહા પરમાત્માભી યહી ચાહતા હૈ.
ઓશોના વિચારોનું ફલક એટલું મોટું હતું કે તેના માધ્યમથી મારા જેવા અગણિત વાચકોએ દરેક ધર્મ અને દરેક ધર્મના મહાત્માઓ વિષે આછેરી ઝલક મેળવી. તેમણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, વિ. ધર્મ વિષે ઊંડાણથી ચિંતન કરેલું. તેમણે ભગવાન રામ, કૃષ્ણ, શિવને ખૂબ પ્રેમ કર્યો અને ક્યારેક ધર્મની ત્રુટીઓ દેખાડવાની બિનજરૂરી ચેષ્ટાઓ પણ કરી જેને લઈને સનાતન ધર્મિઓના રોષનો ભોગ બન્યા.
ઓશો જેટલું ભાગ્યેજ કોઇકે લખ્યું હશે
મીરાબાઈથી લઈને મહાત્મા ગાંધી વિષે વિવેકાનંદથી લઈ કબીર અને રહેમાન સુધીની ઘણીબધી અધ્યાત્મિક હસ્તીઓ વિષે ઊંડાણથી લખ્યું છે અને ભગવાન બુધ્ધ વિષે તો ઓશો જેટલું ભાગ્યેજ કોઇકે લખ્યું હશે.
૧૯૮૦ પછી અમેરિકાના ઓરેગન પ્રાંતમાં ખૂબ જ વિશાળ આશ્રમની સ્થાપના કરી અને ત્યાં અધ્યાત્મિક પ્રવૃતિઓને વેગ આપ્યો પરંતુ ત્યાં થયેલા વિવાદને લીધે તેમને નાલેશી સાથે ભારત પરત આવવું પડ્યું. ત્યારબાદ તેઓ પૂના ખાતે રજનીશ આશ્રમમાં જ રહ્યાં, તેમનું મૃત્યુ ૧૯-૦૧-૧૯૯૦ ના રોજ પૂનાના આશ્રમમાં જ થયું. આ રીતે એક યુગ પ્રવર્તક પુરુષે આMahabharat :धर्म न्याय संगत रहें, सोच प्रथम परमार्थ।પણી વચ્ચેથી વિદાય લીધી.
આ પણ વાંચો- Nath Sampradaya : નાથ સંપ્રદાય એ શૈવ ધર્મની પેટા પરંપરા