Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે હવે કોઈ આરો નથી: નીતિન પટેલ

22મી એપ્રિલે થયેલા અમાનવીય અને હીચકારા હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ જે કાર્યવાહી કરી રહ્યું છે તે મુદ્દે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) એ નિવેદન કર્યુ છે. તેમણે પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર પણ કર્યા છે. વાંચો વિગતવાર.
pahalgam terror attack   ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે હવે કોઈ આરો નથી  નીતિન પટેલ
Advertisement
  • Nitin Patel એ પાકિસ્તાન પર આકરા કર્યા વાકપ્રહાર
  • ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે હવે કોઈ આરો નથી: Nitin Patel
  • પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયામાં કટોરો લઈને ફરે છે: Nitin Patel

Pahalgam Terror Attack : ભારત અત્યારે પાકિસ્તાન વિરુદ્ધ આકરા નિર્ણયો લઈ રહ્યું છે. ભારતને સમગ્ર વિશ્વનું સમર્થન પ્રાપ્ત છે અને પાકિસ્તાન પર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) એ Pahalgam Terror Attack પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે હવે કોઈ આરો નથી.

પાકિસ્તાન પર Nitin Patel ના આકરા વાકપ્રહાર

કડીમાં JCI દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, Pakistan PM દુનિયામાં કટોરો લઈને ફરે છે. હવે ભીખ માંગ્યા સિવાય Pakistan પાસે કોઈ આરો નથી. ભારત સરકાર આતંકવાદીઓનો વીણી વીણીને બદલો લેશે. ભારત સરકાર અને સેના બારીકાઈથી તબક્કાવાર આયોજન કરી રહ્યા છે. પાકિસ્તાન અને તેમાં રહેતા આતંકવાદીઓ ને એવા નેસ્ત નાબૂદ કરવા છે કે, ભવિષ્યમાં ભારત કે કાશ્મીર પર નજર નાખવાની તાકાત ના કરી શકે. Pakistan આપણું જ ખાતું હતું અને આપણું જ ખોદતું હતું. Pakistan માં ગત વર્ષે ખાવાના પણ ફાંફા હતા. અનાજની એટલી અછત હતી કે લૂંટ થતી હતી. હવે પાકિસ્તાન ભિખારી- કંગાળ થઈ ચૂક્યું છે. તેની પાસે ભીખ માંગ્યા સિવાય કોઈ આરો નથી.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot: કમોસમી વરસાદને લીધે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત હિતમાં ખાસ વ્યવસ્થાઓ કરાઈ

Advertisement

PM Modi ચાણક્ય બુદ્ધિ વાપરી રહ્યા છે-નીતિન પટેલ

કડીમાં આયોજિત સમૂહલગ્નમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે Pahalgam Terror Attack માટે પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર ક્યા હતા. તેમજ ભારત સરકાર ખાસ કરીને PM Modi હવે પાકિસ્તાન વિરુદ્ધ કેવી રણનીતિ અપનાવી રહ્યા છે તેના પર નિવેદન આપ્યા છે. નીતિન પટેલે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ચાણક્ય બુદ્ધિ વાપરી રહ્યા છે. મોદી સાહેબ જેવા રાષ્ટ્રભક્ત અત્યારે કોઈ છે જ નહીં. ભારતમાં અત્યારે એકતા અને રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો છે. પાકિસ્તાનવાળાઓ અંદરો અંદર લડે તેવી સ્થિતિ માટેનું પદ્ધતિસરનું આયોજન સરકાર કરી રહી છે. Pakistan અને તેમાં રહેતા આતંકવાદીઓ ને એવા નેસ્ત નાબૂદ કરવા છે કે, ભવિષ્યમાં ભારત કે કાશ્મીર પર નજર નાખવાની તાકાત ના કરી શકે. આપણે સાચા નાગરિક તરીકે દેશની જરૂરિયાત મુજબ તૈયાર રહીશું તેમજ દેશ સેવા કરી આપણું કર્તવ્ય બજાવીશું તેવી અપેક્ષા નીતિનભાઈએ વ્યકત કરી છે.

આ પણ વાંચોઃ Harshbhai Sanghavi : અત્યાર સુધી 1 હજાર ગુનેગારોના અતિક્રમણો દૂર કરાયા

Tags :
Advertisement

.

×