Banaskantha : પાલનપુરમાં પોલીટેકનિક કોલેજ પાસે ફાયરિંગ, પોલીસ કાફલો ઘટના સ્થળે
- પાલનપુરમાં પોલીટેકનિક કોલેજ પાસે ફાયરિંગ
- જગ્યાનાં વિવાદમાં પાર્ટી પ્લોટ બહાર ફાયરિંગ
- LCB, SOG સહિત પોલીસ ઘટના સ્થળે
પાલનપુરમાં રાત્રીનું સુમારે ફાયરિંગની ઘટના બનતા થોડા સમયે માટે સમગ્ર વિસ્તારમાં અફડા તફડી મચી જવા પામી હતી. પાલનપુરમાં આવેલ પોલીટેકનિક કોલેજ પાસે ફાયરિંગની ઘટના બનવા પામી હતી. અચાનક ફાયરિંગ થતા રોડ પરથી પસાર થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયરિંગની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે
પાલનપુરમાં પોલીટેકનિક કોલેજ પાસે બે વ્યક્તિઓ વચ્ચે જગ્યાનાં વિવાદને લઈ પાર્ટી પ્લોટ બહાર ફાયરિંગ થવા પામ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા એલસીબી, એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચોઃ Surat: RTI એક્ટિવિસ્ટો લોકો પાસેથી કરતા હતા ખંડણીની વસૂલાત, જાણો શું હતી મોડસ ઓપરેન્ડી
પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
પોલીસ દ્વારા ફાયરિંગની ઘટનાને પગલે આરોપીને ઝડપી પાડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. તેમજ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આરોપીનાં પરિવારજનો તેમજ તેનાં સગા વ્હાલાઓની પણ પૂછપરછ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Surat: સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિરોધ, બેનર પર બ્લેક સ્પ્રે મારી રોષ વ્યક્ત કર્યો


