ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Panchmahal : હાલોલમાં 1 લાખની લાંચ લેતા પ્રોબેશનર PSI ને ACB એ રંગેહાથ ઝડપ્યા

આરોપીને વોન્ટેડ જાહેર કરી મારઝૂડ અને હેરાન નહિં કરવા માટે પીએસઆઈએ 2.50 લાખની લાંચ માગી હતી.
09:39 PM Feb 16, 2025 IST | Vipul Sen
આરોપીને વોન્ટેડ જાહેર કરી મારઝૂડ અને હેરાન નહિં કરવા માટે પીએસઆઈએ 2.50 લાખની લાંચ માગી હતી.
Panchmahal_gujarat_first 1
  1. પ્રોબેશનર PSI મેહુલ ભરવાડ એક લાખની લાંચ લેતા ઝડપાયા (Panchmahal)
  2. હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા PSI રંગેહાથ પકડાયા
  3. આરોપીને વોન્ટેડ જાહેર કરી મારઝૂડ ન કરવા માંગી હતી લાંચ
  4. ACB એ છટકું ગોઠવતા પ્રોબેશનર PSI રંગેહાથે ઝડપાયા

પંચમહાલ જિલ્લાનાં (Panchmahal) હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પ્રોબેશનર પીએસઆઇને એક લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ (ACB) રંગેહાથ ઝડપ્યા છે. આરોપીને વોન્ટેડ જાહેર કરી મારઝૂડ અને હેરાન નહિં કરવા માટે પીએસઆઈએ 2.50 લાખની લાંચ માગી હતી. જો કે, આરોપીએ એક લાખની જ સગવડ થઈ હોવાનું જણાવ્યું હતું. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Tapi : ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિકનું મોત, પરિવાર અને આદિવાસી આગેવાનોનો ચક્કાજામ

પ્રોબેશનર PSI મેહુલ ભરવાડે રૂ. 2.50 લાખની લાંચ માગી હતી

માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાનાં (Panchmahal) હાલોલ ખાતે પ્રોબેશનર PSI ની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે (Halol Rural Police Station) ફરજ બજાવતા પ્રોબેશનર PSI મેહુલ ભરવાડને 1 લાખ રૂપિયાની લાંચ લેતા ACB ની ટીમે રંગેહાથ ઝડપ્યા છે. આરોપ અનુસાર, તાજેતરમાં હાલોલ ગ્રામ્ય પોલીસે ટ્રેકટર છેતરપિંડીનાં ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીને વોન્ટેડ જાહેર કરી મારઝૂડ અને હેરાન નહિં કરવા બદલ પ્રોબેશનર PSI મેહુલ ભરવાડે રૂ. 2.50 લાખની લાંચ માગી હતી. જો કે, આરોપીએ રૂ. 1 લાખની જ સગવડ થઈ હોવાનું જણાવ્યું હતું. આથી, PSI એ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે આવી જવા જણાવ્યું હતું.

આ પણ વાંચો - Sthanik Swaraj Election : 5 વાગ્યા સુધી સરેરાશ 55% વોટિંગ, લલિત વસોયા અને પ્રતાપ દુધાતનાં પ્રહાર!

ACB એ છટકું ગોઠવતા પ્રોબેશનર PSI રંગેહાથે ઝડપાયા

જો કે, આરોપી પ્રોબેશનર PSI ને લાંચની રકમ ન આપવા માગતો હોવાથી ગોધરા ACB પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ ફરિયાદનાં આધારે એસીબીની ટીમે પ્રોબેશનર PSI ને લાંચ લેતા ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. ACB નાં ગોઠવેલા છટકામાં મેહુલ ભરવાડ લાંચની રકમ સ્વીકારતા અને હેતુલક્ષી વાતચીત કરતાં ઝડપાયા છે. આ મામલે (Bribe Case) વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Sthanik Swaraj Election : સાણંદમાં BJP-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, ચોરવાડમાં સૌથી વધુ મતદાન!

Tags :
ACBbribe caseGUJARAT FIRST NEWSHalol Rural Police StationpanchmahalProbationer PSIPSI Mehul BharwadTop Gujarati News
Next Article