Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal: પતિએ સાસારયામાં જઈને ધારિયાના ઘા ઝીંકી પત્નીનું ઢીમ ઢાળી દીધું!

Panchmahal: પંચમહાલ ગોધરાના કાશીપુરા ગામમાં પતિએ ધારિયાના ઘા ઝીંકી પત્નીને મોતના ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે
panchmahal  પતિએ સાસારયામાં જઈને ધારિયાના ઘા ઝીંકી પત્નીનું ઢીમ ઢાળી દીધું
Advertisement
  1. પતિએ ધારિયાના ઘા ઝીંકી પત્નીને મોતના ઘાટ ઉતારી દીધી
  2. પત્ની સુઈ ગઈ હતી અને પતિને ઝીંક્યા ધારિયાના ઘા
  3. કાંકણપુર પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

Panchmahal: ઘરેલું ઝઘડાની ઘટનાઓ અત્યારે ખુબ જ વધવા લાગી છે. પરંતુ ઘણી વાર ઝઘડો હત્યા સુધી પણ પહોંચી જતો હોય છે. જી હા, પંચમહાલ (Panchmahal) ગોધરાના કાશીપુરા ગામમાં પતિએ ધારિયાના ઘા ઝીંકી પત્નીને મોતના ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જ્યારે આરોપી પતિ તેની પત્ની સાથે સાસરિયામાં મહેમાનગતિએ આવ્યો અને આ દરમિયાન સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: Junagadh: ગાદીનો વિવાદ વકર્યો, હરિગીરીએ મહંત બનવા 8 કરોડ આપ્યા - મહેશગીરીનો આરોપ

Advertisement

ધારિયા ના ઘા ઝીંકી ઊંઘમાં જ ઢીમ ઢાળી દીધું

મળતી જાણકારી પ્રમાણે જ્યારે પત્નીના માતા પિતા અને ભાઈ ઘરમાં સુઈ ગયેલા હતા ત્યારે પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. મધરાતે પતિએ સુઈ ગયેલી પોતાની પત્ની ઉપર ધારિયા ના ઘા ઝીંકી ઊંઘમાં જ ઢીમ ઢાળી દીધું હતું. પત્ની સવારે જાગે તે પહેલા જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે ઘટનાને ગંભીરતાથી લેતા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Banaskantha: રાજ્યમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, દાંતામાંથી ઝડપાયા ત્રણ મુન્નાભાઈ

પત્ની ઉપર વહેમ રાખી હત્યા કરી હોવાનું જણાઈ

હત્યાના સમગ્ર ઘટના મામલે કાંકણપુર પોલીસ (Kankanpur Police) દ્વારા આપાવમાં આવેલી પ્રાથમિક તપાસમાં પતિએ તેની પત્ની ઉપર વહેમ રાખી હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું છે. કાંકણપુર પોલીસ (Kankanpur Police)એ અત્યારે પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તેની સાથે સાથે પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આરોપી હજી પોલીસની પકડમાં આવ્યો નથી. જેને શોધવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પતિએ તેના પત્ની પર વહેમ રાખીને હત્યા કરી છે. પરંતુ આ પહેલા પણ કોઈ ઘરેલું ઝઘડો થયો હશે કે કેમ? તે મામલે પણ તપાસ કરવી જરૂરી છે. કારણે પતિએ તેની પત્નીને પોતાના ઘરે નહીં પરંતુ તેના સાસરિયામાં જઈને હત્યા કરી છે.

આ પણ વાંચો: Morbi: જેલમાંથી ઈન્સ્ટા.માં લાઈવ થયો દુષ્કર્મનો કેદી! આરોપીને મોબાઈલ કોણે આપ્યો?

Tags :
Advertisement

.

×