Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal: શિક્ષકો દ્વારા મહાપંચાયતનું આયોજન કરાયું

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ દલુંની વાડી ખાતે શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના તથા અન્ય માંગણીઓને લઈને મહા પંચાયત યોજવામાં આવી હતી. જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શિક્ષકો રેલીસ્વરૂપે પહોંચ્યા હતા. પદયાત્રા...
panchmahal  શિક્ષકો દ્વારા મહાપંચાયતનું આયોજન કરાયું
Advertisement

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ દલુંની વાડી ખાતે શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના તથા અન્ય માંગણીઓને લઈને મહા પંચાયત યોજવામાં આવી હતી. જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શિક્ષકો રેલીસ્વરૂપે પહોંચ્યા હતા.

Advertisement

પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું

Advertisement

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચો દ્વારા રાજ્યમાં ૧૧ સ્થળોએ આજે શિક્ષકોએ જુની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે મહા પંચાયત અને પદયાત્રા યોજી આવેદનપત્ર આપવા નો કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના નેજા હેઠળ મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શિક્ષકો દ્વારા વિશાળ પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગણી

સમગ્ર રાજ્યના શિક્ષકો લાંબા સમયથી નવી પેન્શન યોજના રદ્દ કરીને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે આ જ મુખ્ય જૂની પેન્શન યોજનાની માંગણી સંદર્ભે ત્રણ જિલ્લાના શિક્ષકો દ્વારા અલગ અલગ જગ્યાઓ ખાતેથી દલુંની વાડી સુધી પદયાત્રા રેલી યોજવામાં આવી હતી. જેમાં દાહોદ જિલ્લાના શિક્ષકો મેકકેબ મેમોરિયલ સ્કૂલ ખાતેથી પંચમહાલ જિલ્લાના શિક્ષકો ન્યુઇરા હાઇસ્કુલ ખાતેથી તથા મહીસાગર જિલ્લાના શિક્ષકો લાલબાગ મેદાનખાતેથી રેલીસ્વરૂપે નીકળી દલુંની વાડી સુધી પદયાત્રા યોજી હતી.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા આયોજિત મહાપંચાયતનું આયોજન

પદયાત્રા દલુંની વાડી ખાતે પહોંચ્યા બાદ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા આયોજિત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જુના શિક્ષકની ભરતી અન્વયે તમામ પ્રકારની બદલીનો લાભ આપવો, સહાયક ભરતીને કાયમી ભરતીનો વિકલ્પ ન બનાવી ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મંજૂર મહેકમની વિષય શિક્ષકની જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકોની તથા આચાર્યોની સંપૂર્ણ ભરતી કરવી,પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને માતૃત્વ રજાનો લાભ આપવો. જેવા વિવિધ પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા શિક્ષકોના સંઘોના માધ્યમથી શિક્ષકો દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Gujarat Police: પોલીસ દ્વારા બુટલેગરોનો ફિલ્મી કિમ્યો સકસેસ થતાં આપી માત

Tags :
Advertisement

.

×