Patan: ગોગા મહારાજનો 25મો ત્રિ-દિવસીય રજત જયંતિ મહોત્સવ, મુખ્યમંત્રીની રહીં ખાસ ઉપસ્થિતિ
- ધાર્મિક પ્રંસગમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત
- 1200 વર્ષ જૂનું છે ચાણસ્મામાં આવેલું આ ગોગા મહારાજનું મંદિર
- સુવર્ણ મંદિરને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકવમાં આવ્યું હતું
Patan: પાટણ જિલ્લાના ચાણસ્મા ગામમાં આવેલા પ્રાચીન ગોગા મહારાજ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ ઉજવાઈ હતી. 17 મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ધાર્મિક પ્રંસગની પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન અન્ય રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરે રજત જયંતિ ઉજવાઈ
રજત જયંતિના પૂર્ણાહુતિ પ્રસંગે મુખ્યમંત્રી રહ્યા હાજર
100 તોલા સોનાથી ગોગ મહારાજને મઢીને સુવર્ણ મંદિર બનાવાયું
સુવર્ણ મંદિરને મુખ્ય મંત્રીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું @CMOGuj #Gujarat #Patan #GogaMaharaj #GujaratFirst pic.twitter.com/2c25qb1XJQ— Gujarat First (@GujaratFirst) January 20, 2025
સુવર્ણ મંદિરને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકવ માં આવ્યું
પાટણના ચાણસ્મા ખાતે 1200 વર્ષ જૂનું ગોગા મહારાજના મંદિરમાં આજે 100 તોલા સોનાથી ગોગ મહારાજના મહારાજને મઢીને સુવર્ણ મંદિર બનાવવામાં આવ્યું હતું અને તે સુવર્ણ મંદિરને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકવમાં આવ્યું હતું. આ રજત જ્યંતી નિમિતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વાળીનાથના મહંત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Surat : દેશ માટે રમવું, એ વિચાર જ એક તાકાત હોય છે : CR પાટીલ
વિકાસની સાથે વિરાસતને સાચવી ખૂબ જરૂરી છેઃ મુખ્યમંત્રી
ગોગા મહારાજના મંદિરના રજત જયંતિ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બહુ લાંબા સમય બાદ ચાણસ્મા આવવાનું થયું છે. આ ખૂબ મહત્વનો ધાર્મિક પ્રસંગ છે, કારણ કે આપણા આ જ પ્રસંગો બધાને ભેગા કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે, વિકાસની સાથે વિરાસતને સાચવી ખૂબ જરૂરી છે. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે વિરાસત સાચવવા માટેના કાર્યક્રમ પણ કરવા જોઈએ. આ પ્રસંગે સૌ સાથે મળીને આગળ વધીએ. દેશ તેમજ રાજ્યની પ્રગતિ માટે કામ કરી વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપીએ તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Patan : વધુ એક બોગસ તબીબ ઝડપાયો, દવાઓ, ઈન્જેકશન સહિતનાં મેડિકલ સાધનો કબ્જે
ગોગા મહારાજનું આ મંદિર 10 તોલા સોનાથી મઢાયેલું છે
નોંધનીય છે કે, આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર સહિત આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગ મા હાજર રહેલ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે મુખ્યમંત્રીની ઔપચારિક મુલાકાત પણ કરી હતી. આ ગોગા મહારાજનું પ્રાચીન મંદિર 10 તોલા સોનાથી મઢવામા આવ્યું હતું. જેમાં ગોગા મહારાજ, સિકોતર માતાનો સુવર્ણ મુગટ સહિતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ‘વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ ના નારાનો ફિયાસ્કો! રાતોરાત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


