ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan: મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ સામે નોંધાઈ ફરિયાદ

Patan: પાટણ જિલ્લામાં આવેલા ધારપુર GMERS મેડિકલ કોલેજમાં MBBS ના એક વિદ્યાર્થી સાથે તેના સિનિયરો રેગિંગ કર્યું હતું જેના કારણે તેનું મોત થયું હતું.
10:19 AM Nov 18, 2024 IST | VIMAL PRAJAPATI
Patan: પાટણ જિલ્લામાં આવેલા ધારપુર GMERS મેડિકલ કોલેજમાં MBBS ના એક વિદ્યાર્થી સાથે તેના સિનિયરો રેગિંગ કર્યું હતું જેના કારણે તેનું મોત થયું હતું.
Patan
  1. વિદ્યાર્થીના મોત બાદ થયેલી તપાસમાં થયા મોટા ઘટસ્ફોટ
  2. સિનિયર વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું કરતા હતા રેગિંગ
  3. ઈન્ટ્રોડક્શન, ડાન્સ કરવા અને ગીતો ગાવા કરતા હતા મજબૂર

Patan: પાટણ જિલ્લામાં આવેલા ધારપુર GMERS મેડિકલ કોલેજમાં MBBS ના એક વિદ્યાર્થી સાથે તેના સિનિયરો રેગિંગ કર્યું હતું જેના કારણે તેનું મોત થયું હતું. આ મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે GMERS મેડિકલ કોલેજના 15 જેટલા સિનિયર્સ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સાથે પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Patan : તપાસમાં ચોંકાવનારો ખુલાસો! 16 સિનિયરોએ જુનિયરોને રૂમમાં બોલાવ્યા અને પછી..

તપાસ સમિતિએ સોંપેલા રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

મળતી જાણકારી પ્રમાણે તપાસ સમિતિએ સોંપેલા રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પાટણ (Patan)ની GMERS કોલેજમાં એક વિદ્યાર્થીના મોત બાદ આ ઘટસ્ફોટ થયો હતો. તપાસ સમિતિએ કરેલી તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે સિનિયર્સ વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ કલાક સુધી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઉભા રાખતા હતા. સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા તેમના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને ઈન્ટ્રોડક્શન, ડાન્સ કરવા, ગીત ગાવા માટે કે પછી અપશબ્દો બોલવા માટે પણ વિદ્યાર્થીઓને મજબૂર કરવામાં આવતા હતા.

આ પણ વાંચો: Khyati Hospital : કોઇપણ વ્યક્તિ છટકી ન શકે તેવી કલમો ઉમેરવામાં આવી છે : હર્ષ સંઘવી

રેગિંગમાં તબિયત લથડી અને સારવાર દરમિયાન થયું મોત

ચોંકાવનારી વાત એ છે કે, આ વિદ્યાર્થીઓએ ત્રણ કલાક સુધી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઊભા રાખીને રેગિંગ કર્યું હતું જેમાં એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી. તેના તબિયત લથડતા હાલક ગંભીર થઈ ગઈ હતી જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. MBBSના પ્રથમ વર્ષમાં અભ્ચાસ કરતા 18 વર્ષીય અનિલ મેથાણીયા નામના વિધાર્થીનું મોત નીપજ્યું હતું. અનિલ સુરેન્દ્રનગર જિલ્લાનાં (Surendranagar) ધ્રાંગધ્રા તાલુકાનાં જેસડા ગામનો વતની હતો. આશાસ્પદ દીકરાના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી અને અત્યારે 15 જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર અચાનક કારમાં લાગી આગ, કારમાં પાંચ લોકો હતાં પણ...

Tags :
College in GujaratCollege Ragging MatterDharpur GMERS Medical CollegeGMERS Medical College - DharpurGMERS Medical College Ragging MatterGujaratLatest Guajrati NewsLatest Gujarati SamacharMedical College Ragging MatterPatan dharpur GMERS medical collegePatan NewsVimal Prajapati
Next Article