Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI નું પોલીસ સાથે ઘર્ષણ, થયો લાફાકાંડ

Patan: પાટણ HNGUમાં નબીરાઓની દારૂ પાર્ટી મામલે આજે ઘમાસાણ થયું છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIનું પોલીસ સાથે ઘર્ષણ થયું અને વાત લાફા સુધી પહોંચી ગઈ હતીં.
patan  હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય કિરીટ પટેલ અને nsui નું પોલીસ સાથે ઘર્ષણ  થયો લાફાકાંડ
Advertisement
  1. યુનિવર્સિટીમાં NSUI કાર્યકર અને પોલીસ વચ્ચે લાફાકાંડ થયો
  2. NSUI કાર્યકરે પોલીસ કર્મીને માર્યો તમાચો, વીડિયો થયો વાયરલ
  3. પાટણ HNGUમાં નબીરાઓની દારૂ પાર્ટી મામલે ઘમાસાણ

Patan:  હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા દારૂની મહેફિલોની વીડિયો વાયરલ થયાં હતાં. પરંતુ આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI સંગઠન દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ધામા નાખવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, પાટણ HNGUમાં નબીરાઓની દારૂ પાર્ટી મામલે આજે ઘમાસાણ થયું છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIનું પોલીસ સાથે ઘર્ષણ થયું અને વાત લાફા સુધી પહોંચી ગઈ હતીં. નોંધનીય છે કે, NSUI કાર્યકર અને પોલીસ વચ્ચે લાફાકાંડ થયો હોવાના વીડિયો અત્યારે વાયરલ થયાં છે.

Advertisement

NSUI કાર્યકર દ્વારા પોલીસ કર્મીને મારી તમાચો!

વાયરલ વીડિયો પ્રમાણે NSUI કાર્યકર પોલીસકર્મીને તમાચો મારતો દેખાયો છે. નોંધનીય છે કે નબીરાઓની દારૂ પાર્ટી મામલે જવાબદાર સામે ફરિયાદ ન નોંધાતા વિરોધ કરાયો છે. એટલું જ નહીં પરંતુ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI ની ટીમની પ્રતીક ભૂખ હડતાલને લઇ પોલીસ બની સતર્ક ગઈ હતીં. પ્રતીક ભૂખ હડતાલને લઈને યુનિવર્સિટી પરિસરમાં પોલીસ કાફલો ખડકાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ વહીવટી વિભાગ પરિસરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો.

Advertisement

આ પણ વાંચો: Porbandar: ‘હે રામ’ના નામ સાથે નીકળી પાણીની અંતિમયાત્રા, કારણ જાણી તમે પણ ચોંકી જશો

જવાબદારો સામે ફરિયાદ કેમ ના નોંધાઈઃ NSUI

બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા જવાબદાર સામે ફરિયાદ કેમ ના નોંધાઇ? તે બાબત અને વિધ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને ગેરરીતિ બાબતે પ્રતીક ભૂખ હડતાલ યોજવાની હતી, જેથી યુનિવર્સિટીમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI કાર્યકરો એ ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસે સાથે લાફાવાળી થઈ હોવાનો વીડિયો પણ અત્યારે વાયરલ થયો છે.

આ પણ વાંચો: VADODARA : બિચ્છુ ગેંગના સાગરીતોનો વરઘોડો નીકળ્યો, પોલીસે કહ્યું, "ડરવાની જરૂર નથી"

Tags :
Advertisement

.

×