Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PATAN : ધાર્મિક કાર્યક્રમમાં પહોંચ્યા પાટણ સંસદીય લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહ ડાભી

PATAN : રાધનપુર સ્થિત મસાલી રોડ પર આવેડા ઐતિહાસિક ડામરકા તળાની પાળે બિરાજમાન વેરાઇમાતાના મંદિરે યોજાયો ધાર્મીક કાર્યક્રમ, ઐતિહાસીક રાધનપુર સ્ટેટ સમયે ખુબ મહત્વનું યોગદાન આપનાર દેસાઇ પરિવારના કુળદેવી વેરાઇ માતાજીનું મુળ સ્થાનક એટલે રાધનપુર મસાલી રોડ પર આવેલું ડામરકા...
patan   ધાર્મિક કાર્યક્રમમાં પહોંચ્યા પાટણ સંસદીય લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહ ડાભી
Advertisement

PATAN : રાધનપુર સ્થિત મસાલી રોડ પર આવેડા ઐતિહાસિક ડામરકા તળાની પાળે બિરાજમાન વેરાઇમાતાના મંદિરે યોજાયો ધાર્મીક કાર્યક્રમ, ઐતિહાસીક રાધનપુર સ્ટેટ સમયે ખુબ મહત્વનું યોગદાન આપનાર દેસાઇ પરિવારના કુળદેવી વેરાઇ માતાજીનું મુળ સ્થાનક એટલે રાધનપુર મસાલી રોડ પર આવેલું ડામરકા તળાવની પાળે આવેલું મંદીર. વેરાઇ માતાને પોતાની કુળદેવી તરીકે પુજતા દેસાઇ અને ડોડીયા પરીવારોને આજે પણ માતાજી વેરાઇમાતામાં અપાર શ્રધ્ધા છે. મુળ નાડોદા રાજપુત સમાજના દેસાઇ ડોડીયા પરિવાર માટે વેરાઇ માતાજી એ ઝળહળતી જ્યોત છે જે હંમેશાં આ પરિવારોની રક્ષા કરે છે.

નવરાત્રી દરમિયાન દેસાઇ ડોડીયા પરિવાર દ્વારા ધાર્મિક ઉત્સવનું આયોજન થતું રહે છે

નવરાત્રી દરમિયાન દેસાઇ ડોડીયા પરિવાર દ્વારા ધાર્મીક ઉત્સવનું આયોજન થતું રહે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન પણ વેરાઇ માતાજીમાં અખુટ શ્રધ્ધા સાથે દેસાઇ ડોડીયા પરિવાર દ્વારા અખંડ દિવા સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી. આઠમ એટલે કે માતાજીના આઠમા નોરતે પાટણ ( PATAN ) જીલ્લા અને સુરેન્દ્રનગરજીલ્લા સહિત રાજ્યભર અને રાજ્ય બહાર પ્રસરેલા માતાજીના ભક્તો એકત્રીત થઇ ધર્મીક પ્રસંગ રમેલ થકી માતાજીની આરાધના કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

ભરતસિંહ ડાભી વેરાઇ માતા મંદિરે ઉજવાઇ રહેલા ધાર્મિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા

રાજ્ય સહિત દેશભરમાં જ્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે ત્યારે ઉમેદવારો પોતાના પ્રચાર કાર્યક્રમમાં લાગી ગયા છે. ઉમેદવારો જ્યારે ચૂંટણી પ્રચાર કરતા હોય ત્યારે પ્રચાર દરમિયાન મોકો મળે ત્યારે ધાર્મીક કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે રાધનપુર સ્ટેટમાં જેમનો અનોખો માભો હતો એવા ડોડીયા દેસાઇ પરિવારના કુળદેવી શ્રી વેરાઇ માતા મંદીર જે રાધનપુર મસાલી રોડ પર ડામરકા તળાવ પર આવેલું છે.

પાટણ ( PATAN ) સંસદીય લોકસભાના ભાપજ ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ દેસાઇ ડોડીયા પરિવારના કુળદેવી વેરાઇ માતા મંદીરે ઉજવાઇ રહેલા ધાર્મિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પાટણ ( PATAN ) લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાથે ડૉક્ટર દશરથજી ઠાકોર સહિતના મહાનુભાવો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. ખુબજ મોટી સંખ્યામાં એકઠા થયેલા વેરાઇમાતાના ઉપાસક દેસાઇ ડોડીયા પરિવારના સભ્યો સાથે સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત પધારેલા આગેવાનોએ મોકળા મને ચર્ચા કરી હતી. સાથેજ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને મત આપવા અપીલ પણ કરી હતી.

આ પણ વાંચો : CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીનો આજે અંતિમ દિવસ, માં નો આશીર્વાદ લેવા ઉમટ્યા માઈભક્તો

Tags :
Advertisement

.

×