Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pedal to Plant 2025 : અરુણાચલથી ગુજરાત સુધી 'પેડલ ટુ પ્લાન્ટ 2025' અભિયાન

'આબોહવા પરિવર્તન પહેલા પરિવર્તન' (Change before the Climate Change) થીમ પર 'પેડલ ટુ પ્લાન્ટ 2025' (Pedal to Plant 2025) અભિયાન, જેનો ઉદ્દેશ્ય સાયકલિંગ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્તી, પર્યાવરણીય જવાબદારી અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા આ અભિયાન અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી હાથ ધરવામાં આવી રહ્યું છે. અરુણાચલ પ્રદેશ અને આસામ તબક્કામાં અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
pedal to plant 2025   અરુણાચલથી ગુજરાત સુધી  પેડલ ટુ પ્લાન્ટ 2025  અભિયાન
Advertisement
  1. 'આબોહવા પરિવર્તન પહેલા પરિવર્તન' થીમ પર 'પેડલ ટુ પ્લાન્ટ 2025' અભિયાન (Pedal to Plant 2025)
  2. સાયકલિંગ-વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્તી, પર્યાવરણીય જવાબદારી, રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો હેતું
  3. અરુણાચલ પ્રદેશ અને આસામ તબક્કામાં સફળતાપૂર્વક અભિયાન પૂર્ણ
  4. પેરા-સાયકલિસ્ટ, પર્વતારોહક અને એવરેસ્ટર નિશા કુમારીના નેતૃત્વમાં અને ફિટ ઇન્ડિયા ચળવળ દ્વારા સમર્થિત

'આબોહવા પરિવર્તન પહેલા પરિવર્તન' (Change before the Climate Change) થીમ પર 'પેડલ ટુ પ્લાન્ટ 2025' (Pedal to Plant 2025) અભિયાન, જેનો ઉદ્દેશ્ય સાયકલિંગ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્તી, પર્યાવરણીય જવાબદારી અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે, અરુણાચલ પ્રદેશ અને આસામ તબક્કામાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

પેરા-સાયકલિસ્ટ, પર્વતારોહક અને એવરેસ્ટર નિશા કુમારીના (Nisha Kumari) નેતૃત્વમાં અને ફિટ ઇન્ડિયા ચળવળ દ્વારા સમર્થિત, આ અભિયાન 31 ઓક્ટોબર 2025 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસે અરુણાચલ પ્રદેશનાં ચાંગલાંગ જિલ્લાના પાંગ સાઉ દર્રેથી શરૂ થયું હતું. ધારાસભ્ય લાઇસમ સિમાઈ (Laisam Simai) અને આસામ રાઇફલ્સનાં મુખ્ય મથક 25 સેક્ટરનાં કમાન્ડર બ્રિગેડિયર સરબજીત સિંહ (Brigadier Sarabjeet Singh) દ્વારા તેને લીલી ઝંડી આપવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આ અભિયાન અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી હાથ ધરવામાં આવી રહ્યું છે, જે એક સંયુક્ત અને મજબૂત ભારતનાં તેમના વિઝનનું પ્રતીક છે.

Advertisement

Advertisement

અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અને આસામ (Assam) તબક્કા દરમિયાન, નિશા કુમારી અને તેમની ટીમે શાળાઓ, કોલેજો અને ખેલો ઇન્ડિયા કેન્દ્રોમાં હજારો વિદ્યાર્થીઓ, રમતવીરો અને સમુદાયનાં સભ્યો સાથે વાતચીત કરી હતી. દરેક સ્થળે, તેઓએ આરોગ્ય, તંદુરસ્તી અને પર્યાવરણીય સંરક્ષણ પર સત્રો યોજ્યા હતા. ત્યારબાદ હરિયાળા અને સ્વસ્થ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષારોપણ અભિયાનોનું આયોજન પણ કર્યું હતું. આ પ્રસંગે નિશા કુમારીએ જણાવ્યું હતું કે, "પેડલ ટુ પ્લાન્ટ એ દરેક નાગરિકને વધુ સ્વસ્થ, તંદુરસ્ત અને હરિયાળા ભારત તરફ કામ કરવા અને આબોહવા આપણી વિરુદ્ધ કાર્ય કરે તે પહેલાં હમણાં જ પગલાં લેવા પ્રેરણા આપવાનું મિશન છે."

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Sports Authority of India), રિજનલ સેન્ટર, ગુવાહાટી (SAI RC ગુવાહાટી) એ ઉત્તરપૂર્વમાં આ અભિયાનને વ્યાપક લોજિસ્ટિકલ અને વહીવટી સહાય પૂરી પાડી અને આ પહેલને સમર્થન આપવા બદલ ગર્વ વ્યક્ત કર્યો, જે ફિટનેસ, પર્યાવરણીય જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાને મિશ્રિત કરે છે, જે સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar Vallabhbhai Patel) એકતા અને શક્તિનાં વારસાને અર્થપૂર્ણ શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપે છે.

આ પણ વાંચો - TSE-2025 : Tri-Services Exercise-2025 "ત્રિશુલ" નું સફળ આયોજન

Tags :
Advertisement

.

×