જનતાનાં રાજ્યપાલ : આચાર્ય દેવવ્રત એ વંદે ભારત એક્સપ્રેસથી સુરત-અમદાવાદની મુસાફરી કરી
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સામાન્ય નાગરિકની જેમ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી
- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સુરત-અમદાવાદની મુસાફરી કરી
- મુસાફરી દરમિયાન સહયાત્રીઓ સાથે હ્રદયપૂર્ણ સંવાદ કર્યો
- સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ શક્ય બને છે : આચાર્ય દેવવ્રત
- 'રેલયાત્રા ફક્ત મંજિલ સુધી પહોંચવાનો ઉપાય નહિ પરંતુ, જનના મન સુધી પહોંચવાનો એક સરળ માર્ગ છે'
રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvrat) આજે સુરતથી અમદાવાદ સુધીની મુસાફરી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૨૯૬૧) દ્વારા કરી હતી. તેમનો આ સરળ અને સાદગીપૂર્ણ વ્યવહાર સામાન્ય નાગરિકોનાં હૃદયને ઊંડાણપૂર્વક સ્પર્શે છે. રાજ્યપાલ એ આજે સુરતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ સાંજનાં સમયે વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) દ્વારા અમદાવાદ તરફ મુસાફરી કરી હતી. તેમણે અગાઉ પણ અમદાવાદથી સુરતની મુસાફરી આ જ ટ્રેન દ્વારા કરી હતી.
આ પણ વાંચો - Gujarat: સમગ્ર દેશમાં રોજગાર વિનિમય કચેરીઓ મારફતે રોજગારી આપવામાં રાજ્ય મોખરે
સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ શક્ય બને છે : આચાર્ય દેવવ્રત
જણાવી દઈએ કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvrat) હમણાં જ ગાંધીનગરથી આણંદ સુધીની યાત્રા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ (GSRTC) દ્વારા કરી હતી. રાજ્યપાલ નાગરિક પરિવહન સેવાઓનો માત્ર ઉપયોગ જ નથી કરતા પરંતુ, તેને પ્રોત્સાહન પણ આપે છે. તેમનું મંતવ્ય છે કે, “સામાન્ય પરિવહન સેવા દ્વારા મુસાફરી કરવાથી સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ શક્ય બને છે. તેમની વાતો સાંભળવાની અને સમજવાની તક મળે છે.”
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : 231 હતભાગીના DNA મેચ થયા, 8 પરિવાર હજું પણ જોઈ રહ્યા છે રાહ!
आज सूरत से अहमदाबाद की यात्रा वंदे भारत एक्सप्रेस (22961) द्वारा करने का अवसर मिला। यह केवल गंतव्य तक पहुंचने की यात्रा नहीं थी, बल्कि जनता के मन तक पहुंचने का एक सहज मार्ग भी रही।
वंदे भारत न केवल आधुनिक भारत की गति है, बल्कि जनता को जोड़ता आत्मीयता का सेतु भी है। pic.twitter.com/MFSGhxPp7j
— Acharya Devvrat (@ADevvrat) June 20, 2025
રેલ યાત્રા દરમિયાન રાજ્યપાલનો સહયાત્રીઓ સાથે હ્રદયપૂર્ણ સંવાદ
આજની રેલ યાત્રા (Train journey) દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સહયાત્રીઓ સાથે હ્રદયપૂર્ણ સંવાદ કર્યો હતો, બાળકો સાથે સ્નેહભરી વાતો કરી અને વરિષ્ઠ નાગરિકોનાં પણ ક્ષેમકુશળની પૃચ્છા કરી હતી. તેમણે કહ્યું કે, રેલયાત્રા ફક્ત મંજિલ સુધી પહોંચવાનો ઉપાય માત્ર નથી, પરંતુ ‘જનતાનાં મન સુધી પહોંચવાનો એક સરળ માર્ગ’ બની રહે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો આ વ્યવહાર રાજ્યપાલ પદનાં સંવિધાનિક ગૌરવને નવી ઊંચાઈ તો આપે જ છે પરંતુ, સામાન્ય જનતામાં આત્મીયતા, વિશ્વાસ અને પોતાનાપણાની લાગણીને પણ ઉત્તેજન આપે છે.
આ પણ વાંચો - Rathyatra 2025 : રથયાત્રા નિયત રૂટ પર જ નીકળશે - મહેન્દ્ર ઝા, ટ્રસ્ટીના નિવેદનથી તમામ અટકળોનો અંત આવ્યો


