PM Modi Gujarat Visit : ગાંધીનગર, વડોદરા, ભુજ અને દાહોદમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મે બે દિવસ ગુજરાતનાં પ્રવાસે (PM Modi Gujarat Visit)
- દાહોદ, ભુજ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
- સુરક્ષાનાં ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓને આખરી ઓપ અપાયો
- ગાંધીનગરમાં શો યોજાશે, 3 હજાર પોલીસ સ્ટાફની તૈનાતી રહેશે
- વડોદરામાં 7 DCP, 15 ACP, 70 PI મળી 2000 પોલીસકર્મીનો બંદોબસ્ત
- ભુજમાં રોડશોને લઈ સુરક્ષા બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મે બે દિવસ ગુજરાતનાં પ્રવાસે છે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન દાહોદ, ભુજ, વડોદરા અને ગાંધીનગર (Gandhinagar) ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પીએમ મોદીના પ્રવાસને લઈ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરક્ષાને ધ્યાને રાખી ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓને પણ આખરી ઓપ અપાયો છે. ભુજ (Bhuj), ગાંધીનગર, દાહોદ અને વડોદરામાં (Vadodara) લોખંડી સુરક્ષા બંદોબસ્તની રિહર્સલ અને તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં PM મોદીમાં રોડ શો રુટ પર 3 હજાર પોલીસ સ્ટાફની તૈનાતી
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રવાસને (PM Modi Gujarat Visit) લઈ પાટનગર ગાંધીનગરમાં પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમનાં રૂટ અને રાજભવન સુધી 3 હજાર પોલીસ સ્ટાફની તૈનાતી રહેશે. રોડ શોનાં રૂટ અને મહાત્મા મંદિર સુધી પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે. 10 એસ.પી સહિત પોલીસ અધિકારીઓ સ્ટેડબાય રહેશે. ગાંધીનગરમાં પીએમ મોદીનો 2 કિમીનો રોડ શો યોજાશે, જેમાં 50 હજારથી વધુ લોકો હાજર રહેવાની શક્યતા છે.
વડોદરામાં 7 DCP, 15 ACP, 70 PI મળી 2000 પોલીસકર્મી બંદોબસ્તમાં ખડેપગે
વડોદરામાં (Vadodara) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જે અંગે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, 26 મેનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. સવારે 9.30 વાગે પીએમ મોદી હરણી એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર સ્વાગત બાદ પીએમ મોદી રોડ શો કરશે. દરમિયાન, શહેર-જિલ્લાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સુરક્ષા માટે 7 DCP, 15 ACP, 70 PI મળી 2000 પોલીસકર્મી બંદોબસ્તમાં ખડેપગે રહેશે. ઉપરાંત, SPG, NSG, ચેતક કમાન્ડોની ટીમ પણ બંદોબસ્તમાં રહેશે. કોઈની એરટિકિટ બુક થઈ હોય તેવા મુસાફરો માટે છૂટછાટ રહેશે. ફરજ પરનાં પોલીસ અધિકારીઓને એરટિકિટ બતાવવાની રહેશે. આવા મુસાફરોને એડવાન્સ પ્લાનિંગ કરવા અપીલ છે.
આ પણ વાંચો - વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક મળી
ભુજમાં રોડ શો, મુખ્ય માર્ગ પર જુદી જુદી ટેબલો ગોઠવવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન ભુજની (Bhuj) મુલાકાત લેશે અને રોડ શો યોજશે. આ રોડ શોમાં 20,000 થી વધુ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. ભુજનાં વિવિધ માર્ગ પર મોદીજીને આવકારતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. સાથે જ ભુજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેનું આજે હવાઈ મથકથી સભાસ્થળ સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. રોડ શો રૂટ પર તમામ સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગ પર જુદી જુદી ટેબલો ગોઠવવામાં આવી છે. દરેક સમાજ, મંડળ, સંસ્થા PM નું સ્વાગત કરવા ઉત્સાહિત છે. માહિતી અનુસાર, 1000 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવ્યો છે. સભાસ્થળ પર એક લાખ લોકો હાજર રહેશે એવી શક્યતા છે.
આ પણ વાંચો - Kutch : PM નરેન્દ્ર મોદી 26 મીએ એક હજાર કરોડથી વધુનાં પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ
દાહોદમાં PM મોદીના આગમન પૂર્વે હેલિપેડ પર રિહર્સલ કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) આગમન પૂર્વે દાહોદમાં (Dahod) તડામાર તૈયારી કરવામાં આવી છે. પીએમ મોદીનાં આગમન પૂર્વે હેલિપેડ પર રિહર્સલ કરાયું હતું. PM મોદીનાં હેલિકોપ્ટર લેન્ડિંગ અંગે SPG દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. સાથે ચુસ્ત પોલીસ સુરક્ષા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચો - PM Narendra Modi : ભુજમાં વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. 53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત