Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સંદર્ભે 20 કમિટિની રચના

VADODARA : વિવિધ કામો અંગે યોજાયેલી બેઠકમાં અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી તકેદારીપૂર્વક કરવા માટે સૂચના આપવામાં આવી
vadodara   વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સંદર્ભે 20 કમિટિની રચના
Advertisement
  • ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન પ્રથમ વખત વડોદરા આવી રહ્યા છે
  • વડોદરામાં જુના ઓરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી ટુંકા અંતરનો રોડ-શો યોજાશે
  • પીએમ મોદીને વધાવવા માટેના ભવ્ય કાર્યક્રમના આયોજન માટે જવાબદારીની વહેંચણી કરાઇ

VADODARA : આગામી તા. ૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI) ની વડોદરા (VADODARA) શહેરની મુલાકાતના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા આ કાર્યક્રમ સંદર્ભે ૧૫૦થી વધુ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે.

વડાપ્રધાનનું વિશાળ નારી શક્તિ દ્વારા અભિવાદન – સન્માન

પહલગામની ઘટના બાદ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદુર (OPERATION SINDOOR) માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વડોદરામાં વિશાળ નારી શક્તિ દ્વારા અભિવાદન – સન્માન થવાનું છે.

Advertisement

વિવિધ કમિટીની રચના

આ સંદર્ભમાં જિલ્લા પ્રશાસન દ્વારા સંકલન સમિતિ, સ્ટેજ વ્યવસ્થાપન સમિતિ, પદાધિકારીઓ સાથે સંકલન સમિતિ, એરપોર્ટ સમિતિ, એરફોર્સ ગ્રાઉન્ડ સમિતિ, રૂટ પરના સ્ટેજની વ્યવસ્થાપન સમિતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિ, ટ્રાન્સપોર્ટ સમિતિ, પાર્કિંગ સમિતિ, વીજ પુરવઠા સમિતિ, આરોગ્ય સમિતિ, આઇટી સમિતિ, પાણી સમિતિ, ફાયર સેફ્ટી સમિતિ, કન્ટ્રોલ રૂમ સહિતની સમિતિઓની રચના કરવામાં આવી છે.

Advertisement

શહેર તથા જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આ કાર્યક્રમ સુચારુ રીતે યોજાઈ તે માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. આ સમિતિ દ્વારા કરવાના થતાં વિવિધ કામો અંગે યોજાયેલી બેઠકમાં તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલી કામગીરી તકેદારીપૂર્વક કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં શહેર તથા જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, તડામાર તૈયારીઓ વચ્ચે કર્મચારીઓની શનિ-રવિની રજા રદ કરવામાં આવી છે.

મહિલાઓને લાલ સાડીમાં સજ્જ થઇને જોડાવવા આપીલ

બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ મીડિયાને જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત વડોદરા આવી રહ્યા છે. અમે વડોદરાના નાગરિકોના માધ્યમથી મોટી સંખ્યામાં મહિલાઓ વડાપ્રધાનના અભિવાદનના કાર્યક્રમમાં જોડાય તેવું આહવાન કરી રહ્યા છીએ. મહિલાઓને લાલ સાડીમાં સજ્જ થઇને જોડાવવા આપીલ છે.

આ પણ વાંચો --- VADODARA : લિસ્ટેડ બુટલેગરો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

Tags :
Advertisement

.

×