Kutch Rann Utsav: કચ્છ તમારા બધાની રાહ જુએ છે! રણોત્સવમાં આવવા માટે લોકોને PM મોદીએ આપ્યું ખાસ આમંત્રણ
- 15 માર્ચ 2025 સુધી ચાલશે કચ્છનો રણ ઉત્સવ
- રણોત્સવમાં આવવા માટે દુનિયાભરના લોકોને મોદીએ આપ્યું આમંત્રણ
- સફેદ રણ, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યને પાપ્ત કરોઃ PM Modi
Kutch Rann Utsav 2024-25: કચ્છમાં રણોત્સવની શરૂ થઈ ગયો છે. અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. કચ્છના રણ ઉત્સવમાં સફેદ રણ, કચ્છની સંસ્કૃતિને માણવા માટે દેશ-વિદેશની મોટી સંખ્યામાં પ્રવાસીયો આવતા હોય છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેકને રણ ઉત્સવ માટે આમંત્રિત કર્યા છે, આ રણોત્સવ માર્ચ 2025 સુધી ચાલવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, આ ઉત્સવ એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે.’
Kutch Rann Utsav 2024-25 : કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા, PM મોદીની અપીલ | Gujarat First#Kutch #RannUtsav #whiterann #narendramodi #Gujaratfirst@narendramodi pic.twitter.com/XeVLCEX6vO
— Gujarat First (@GujaratFirst) December 21, 2024
આ પણ વાંચો: APMCની ચૂંટણી બાદ હવે નકલી મુદ્દે રાજનીતિ! રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર ગંભીર આક્ષેપો
કચ્છના રણોત્સવને યાદગાર કરાવવા માટે મોદીએ લોકોને આપ્યું આમંત્રણ
રણોત્સવમાં આવવા માટે લોકોને આમંત્રિત કરવા માટે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતા લખ્યું કે, કચ્છ તમારા બધાની રાહ જુએ છે! આવો, ચાલી રહેલા રણ ઉત્સવ દરમિયાન પ્રાચીન સફેદ રણ, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યને પ્રાપ્ત કરો. માર્ચ 2025 સુધી ચાલનાર આ ઉત્સવ તમારા અને તમારા પરિવાર માટે એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે.
कच्छ की परंपरा, संस्कृति और विरासत का प्रतीक रण उत्सव हर किसी का मन मोह लेने वाला है। अद्भुत क्राफ्ट बाजार हो, सांस्कृतिक कार्यक्रम या फिर खान-पान की परंपरा, यहां का आपका हर अनुभव अविस्मरणीय बन जाएगा। आप सभी से मेरा आग्रह है कि एक बार अपने परिवार के साथ इस रण उत्सव में जरूर आएं। pic.twitter.com/df1ewGi8Sr
— Narendra Modi (@narendramodi) December 21, 2024
આ પણ વાંચો: ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામા થશે માવઠું, મોટા ભાગના જિલ્લાઓ થશે પ્રભાવિત
કચ્છના રણોત્સના મોદીએ કર્યાં ભારે વખાણ
વધુમાં લખ્યું કે, કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને વિરાસતના પ્રતિક સમાન આ રણ ઉત્સવ દરેકનું મન મોહી લે તેવો છે. અહીનો અદ્ભૂત ક્રાફ્ટ બજાર હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પછી ખાવા-પીવાની પરંપરા હોય અહીનો તમારો દરેક અનુભવ અદ્ભૂત અને અવિસ્મરણીય બની જાય છે. તમને બધાને મારો આગ્રહ છે કે, એક વખત તમે તમારા પરિવાર સાથે આ રણોત્સવમાં ચોક્કસથી આવજો.’
આ પણ વાંચો: Gujarat First Reality Check: બોપલ શીલજ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠીયા સમાન, તથ્યકાંડ સર્જાય તો...


