ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar: વડાપ્રધાન દ્વારા હાપા અને લીંબડી નવનિર્મિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું

વડાપ્રધાન દ્વારા આજે ગુજરાતના નવનિર્માણ પામેલ બે અત્યાધુનિક સુવિધાવાળા રેલ્વે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
06:32 PM May 22, 2025 IST | Vishal Khamar
વડાપ્રધાન દ્વારા આજે ગુજરાતના નવનિર્માણ પામેલ બે અત્યાધુનિક સુવિધાવાળા રેલ્વે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Surendra nagar Rain gujarat First

જામનગર (Jamnagar news) માં બે પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ (Virtual inauguration by Prime Minister Modi) કરવામાં આવ્યું હતું. જામનગર હાપા રેલવે સ્ટેશન (Jamnagar Hapa Railway Station) ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ લોકાર્પણ (Virtual inauguration) કરવામાં આવ્યું હતું. 94 કરોડ રૂપિયાના બે પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન  દ્વારા કરવામાં આવ્યું હતું. દેશમાં કુલ 103 રેલવે સ્ટેશનનું લોકાર્પણ (inauguration of railway station) કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે રેલવેના અધિકારી, સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિકસિત ભારત બની રહ્યું છે, આપણે તેના સાક્ષી છીએ: સાંસદ

સાંસદ પૂનમ માંડમે (MP Poonam Mandam) જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા આટલા બધા રેલવે સ્ટેશનને વિકસીત કરવામાં આવ્યા છે. તેમજ રેલવેની માળખાકીય સુવિધાને ધ્યાને રાખી આ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જામનગર સંસદીય મત વિસ્તારના છ નવ નિર્માણ પામેલ રેલવે સ્ટેશનોનું લોકાર્પણ (inauguration of railway stations) કરવામાં આવ્યું છે. મીડીયાના માધ્મય દ્વારા હું જામનગર સંસદીય ક્ષેત્રના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

લીંબડી રેલ્વે સ્ટેશનને રૂપિયા 10.55 કરોડને પુનવિકસીત કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar district) ના લીંબડી ખાતે આવેલ રેલ્વે સ્ટેશન (Limbdi Railway Station) નું અમૃત સ્ટેશન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM narendra Modi)ના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અધતન સુવિધાઓથી સજ્જ લીંબડી રેલ્વે સ્ટેશન (Limbdi Railway Station)ને રૂપિયા 10.55 કરોડને પુનવિકસીત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Corona Case: રાજકોટમાં વિદેશથી પરત ફરેલ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ

મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District) ના લીંબડી (limbdi) ખાતે આવેલ રેલ્વે સ્ટેશન (Railway Station)નું રૂપિયા 10.55 કરોડથી વધુના ખર્ચે પુનવિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે આજે PM નરેન્દ્રભાઈ મોદી (PM narendra modi)ના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM bhupendra Patel) લીંબડી ખાતે ઉપસ્થિત રહ્યા્ હતા. અને સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર (Oparation Sindoor) અંતર્ગત ભારતીય સેનાએ કરેલી કાર્યવાહી માટે સમગ્ર ગુજરાત તેમજ દેશના લોકોને ભારતીય સેના માટે ગર્વની લાગણી છે. તેમજ હાલ જિલ્લામાં કાળઝાળ ગરમીને લઇને પણ લોકોને જણાવ્યું હતું કે, અહી એટલી ગરમી લાગે છે તો આપને ત્યાં મંડપમાં વધારે લાગતી હશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોતાના ઉદબોધનમાં સ્વામી વિવેકાનંદ લીંબડી ખાતે આવ્યા હતા. તે પ્રસંગને પણ યાદ કર્યો હતો. લીંબડી રેલ્વે સ્ટેશનનું રૂપિયા ૧૦.૫૫ કરોડથી વધુના ખર્ચે આધુનિકરણ કરવામાં આવ્યું છે. જેમાં અધતન નવું બિલ્ડિંગ, દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ, મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ એ.સી. વેઇટીંગ રૂમ, પીવાનું શુધ્ધ પાણી તેમજ શૌચાલય સહીતની સુવિધાઓ ઉભી કરવામાં આવતા મુસાફરોને આ તમામ સુવિધાઓનો લાભ મળશે.

આ પણ વાંચોઃ ગુજરાત ફર્સ્ટની ડિજિટલ ક્ષેત્રે ઐતિહાસિક ઉડાન!, Instagram પર ગુજરાત ફર્સ્ટના 10 લાખ ફૉલોઅર્સ

મુખ્યમંત્રીએ લીંબડી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કર્યાં બાદ લીંબડી રેલ્વે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. અને તમામ નવી સુવિધાઓનું નિરિક્ષણ પણ કર્યું હતું. આ તકે લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્યો કિરીટસિંહ રાણા, જગદીશભાઈ મકવાણા, પ્રકાશ વરમોરા, પી.કે.પરમાર સહિત રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો સહિત ભાવનગર રેલવે વિભાગના ડીઆરએમ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી! અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ

Tags :
CM Bhupendra PatelGujarat FirstGUJARAT FIRST NEWSHapa Railway StationJamnagar NewsLimbdi Railway Stationpm modiVirtual Inauguration
Next Article