Vadtaldham : પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને ગુલાબનાં ફૂલોનો ભવ્ય શણગાર, હીરાજડિત મુગટ પહેરાવાયો
- પૂનમ નિમિત્તે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવને ગુલાબનાં ફૂલોનો દિવ્ય શણગાર (Vadtaldham)
- હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો, મારુતિ યજ્ઞનું આયોજન પણ કરાયું
- હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમ જ ઓનલાઈન દર્શન કર્યા
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ (Vadtaldham) દ્વારા સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની (અથાણાવાળા) પ્રેરણાથી તેમ જ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીનાં માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે 13-01-2025 ને સોમવારે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને (Shri Kashtabhanjandev Hanumanji Temple) ગુલાબનાં ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. પછી શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. દાદાને ગુલાબનાં ફૂલોનો દિવ્ય શણગાર-હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો હતો. સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં ઠંડા પવનનાં સુસવાટા સાથે ફરીવાર ઠંડીનો ચમકારો, જાણો આગાહી
પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, હીરાજડિત મુગટ પહેરાવી ગુલાબનાં ફૂલોનો શણગાર કરાયો છે. સિલ્કનાં વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર (Shri Kashtabhanjandev Hanumanji Temple, Vadtaldham) આયોજિત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરનાં પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન 16 -12-2024 થી 14 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 7 થી 12 અને સાંજે : 3 થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - Surat: કેન્દ્ર સરકારની જળ સંચય યોજના માટે જન ભાગીદારી અને જન આંદોલનનો સંદેશ, બે લાખ પતંગો તૈયાર કરાયા
પૂનમ નિમિત્તે દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન
પૂનમ નિમિત્તે સાંજે 04:15 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા અને પુષ્પવર્ષા કરવામાં આવી હતી. હનુમાન દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:15 કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. તેમ જ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમ જ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આ પણ વાંચો - Amreli લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, એક મહિલા પોલીસ કર્મી સહિત 3 સસ્પેન્ડ


