Porbandar : ભીમા દુલા ઓડેદરાના ભાણેજ કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે આ શખ્સ સામે ગુનો
- Porbandar નાં કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યા મામલો
- ભીમા દુલા ઓડેદરાનાં ભાણેજ મેરામણ ખુંટીની હત્યા
- પોરબંદરના બખરલા ગામે મેરામણની ગઈકાલે થઈ હતી હત્યા
- આરોપી સંજય ઓડેદરા અને અન્ય ઇસમ સામે નોંધાયો ગુનો
પોરબંદરનાં (Porbandar) બખરલા ગામે જૂના વિવાદની અદાવત રાખીને ગઈકાલ રાતે ભીમા દુલા ઓડેદરાના (Bhima Dula Odedara) ભાણેજ કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી ખુંટીની હત્યા કરાઈ હતી. આ મામલે હવે મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં (Bagavadar Police) આરોપી સંજય ઓડેદરા તથા અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જૂની અદાવતમાં કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા
પોરબંદરનાં બખરલા ગામે ગઈકાલે રાતે ભીમા દુલા ઓડેદરાનાં ભાણેજ મેરામણ ઉર્ફે લંગી ખુંટીની (Meraman Khunti) હત્યા કરવામાં આવી હતી. આરોપ મુજબ, મેરામણ ખુંટીની આરોપી સંજયનાં મિત્ર રમેશભાઈ ખુંટીના પીતાજી સાથે બોલાચાલી થઈ હતી. આ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખીને મેરામણ ખુટી સાથે આરોપી સંજય અવારનવાર ગાળો બોલીને ઝઘડો કરતો હતો. જ્યારે, ગઈકાલે રાતે આરોપી સંજય તથા અજાણ્યા ઇસમે ચાકું વડે હુમલો કરી મેરામણ ખુંટીની હત્યા કરી હતી.
આ પણ વાંચો - ખાડી વિસ્તારમાં મીઠા/જમીન સર્વેક્ષણ માટે ગયેલી ટીમનાં ગુમ થયેલ 3 સભ્યોનું BSF એ રેસ્ક્યૂ કર્યું
આરોપી સંજય ઓડેદરા અને અન્ય ઇસમ સામે નોંધાયો ગુનો
આ કેસમાં ફરિયાદ થતાં બગવદર પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય દેવશી ઉર્ફે ભાણીયો ઓડેદરા (Sanjay Odedara) તથા તેનાં સાગરીત અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે આરોપી સંજય ઓડેદરા અને અજાણ્યા ઇસમની શોધખોળ આદરી છે. જણાવી દઈએ કે એવો પણ આરોપ છે કે મૃતક મેરામણ અર્જુન મોઢવાડિયાનાં (Arjun Modhwadia) ટેકેદાર મૂળુ મોઢવાડિયાની (Mulu Modhwadia) હત્યામાં સામેલ હતો. પોરબંદરમાં (Porbandar) મેરામણ સામે અનેક ગુના પણ નોંધાયેલા છે. કુખ્યાત મેરામણ ખુંટી હિસ્ટ્રીશીટર ગુનેગાર હતો.
આ પણ વાંચો - Ahmedabad: સેટેલાઈટમાં અકસ્માત, BMW કાર ચાલકે નશાની હાલતમાં BRTS રેલિંગમાં કાર અથડાવી
અગાઉ ભીમા દુલા ઓડેદરા સહિતનાઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા
જણાવી દઈએ કે અગાઉ પોરબંદરનાં બહુચર્ચિત મુળુભાઇ મોઢવાડિયા હત્યા કેસમાં મુખ્ય આરોપી ભીમા દુલા ઓડેદરા સહિતનાઓને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. જ્યારે ગઈકાલે બખરલા ગામમાં (Bakharla) જ ભીમા દુલા ઓડેદરાના ભાણેજ મેરામણ ખુંટીની હત્યા થતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.
આ પણ વાંચો - Gondal: 13માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન, નવ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા


