Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar: અતિવૃષ્ટિના કારણે 550 થી વધુ લોકોનું સ્થળાંતર, 1983 ના પૂર બાદ રેકોર્ડ બ્રેક વરસાદ

Porbandar: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત પોરબંદર (Porbandar )માં પણ અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો રાણાવાવ 4.15 તો કુતિયાણામાં એક ઇંચ વરસાદ થયો છે. નોંધનીય...
porbandar  અતિવૃષ્ટિના કારણે 550 થી વધુ લોકોનું સ્થળાંતર  1983 ના પૂર બાદ રેકોર્ડ બ્રેક વરસાદ
Advertisement

Porbandar: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત પોરબંદર (Porbandar )માં પણ અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો રાણાવાવ 4.15 તો કુતિયાણામાં એક ઇંચ વરસાદ થયો છે. નોંધનીય છે કે, 48 કલાકમાં પોરબંદરમાં 25 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાંથી રાણાવાવમાં 14 ઇંચ અને કુતિયાણામાં 07 ઇંચ વરસાદ થયો છે. પોરબંદર (Porbandar )માં અત્યારે અતિભારે વરસાદ થયો છે.

રાણાવાવમાં 14 ઇંચ અને કુતિયાણામાં 07 ઇંચ થયો વરસાદ

પોરબંદર પંથકના અડવાણા, સોરઠિ, અમીપુર, કાલિન્દ્રી અને ફોદાળા સહિતના ડેમો 100% ભરાયા, આ સાથે કેટલાક ડેમો ઓવરફ્લો થયા હોય તેવું સામે આવ્યું છે. ખેડૂતોને સિંચાઈના પાણીની તો પોરબંદર શહેરીજનોને પીવાના પાણીની ચિંતા દૂર થઈ જવાની છે. ભારે વરસાદને પગલે પોરબંદરની વિવિધ સોસાયટી જળમગ્ન થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 1983 ના પૂર બાદ પોરબંદરમાં રેકોર્ડ બ્રેક વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જોવા મળી રહ્યું છે.

Advertisement

Advertisement

પોરબંદર ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો

પોરબંદર (Porbandar)માં વરસાદના કારણે થયેલા નુકસાનની વાત કરવામાં આવે તો, શહેરમાં અતિવૃષ્ટિના કારણે 550 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અચતગ્રસ્ત વિસ્તારના લોકોને સેલટર હોલ અથવા સ્કૂલોમાં સ્થળાંતર કરાયા છે. શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે. પોરબંદર ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. નોંધનીય છે કે, 6 ટ્રેનના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે 3 ટ્રેન સંપુર્ણ રદ કરવામા આવી છે.

દ્વારકામાં પણ મેઘરાજાની મહેર કહેર બની ગઈ છે. નોંધનીય છે કે, દ્વારકામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે સાથે દ્વારકા શહેરના આવડ પરા વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદના કારણે આવડ પરા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ થતા દ્વારકા ધમરોળાયું, Gujarat Firstનું ગ્રાઉન્ડ ઝીરો Reporting

આ પણ વાંચો: Tathya Patel Case : 1 વર્ષ પછી પણ જય ચૌહાણની હાલતમાં માત્ર 5 % સુધારો...

આ પણ વાંચો: Idar તાલુકાના 15 ખેડૂતોને વાવ્યું મકાઈનું આ બોગસ બિયારણ, આખી સિઝન પર ફેરી વળ્યું પાણી

Tags :
Advertisement

.

×