Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાષ્ટ્રપતિ બે દિવસ કચ્છની મુલાકાતે, ભુજમાં કચ્છી ભોજનનો સ્વાદ માણશે

President Draupadi Murmu Kutch visit: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કાલે આજથી પહેલી માર્ચના કચ્છની મુલાકાતે છે. તેઓ મૂળ ઓરિસ્સાના હોવાથી ભોજનમાં તેમના રોજિંદા ભોજનની સાથે કચ્છી વાનગીઓ ભુજના સર્કિટ હાઉસમાં પીરસવામાં આવશે.
રાષ્ટ્રપતિ બે દિવસ કચ્છની મુલાકાતે  ભુજમાં કચ્છી ભોજનનો સ્વાદ માણશે
Advertisement
  1. રાષ્ટ્રપતિને બાજરાનો રોટલો, ઊંધિયું, ગુલાબપાક જમશે
  2. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પહેલી માર્ચના કચ્છની મુલાકાતે
  3. ભુજના સર્કિટ હાઉસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કચ્છી ભોજનની સ્વાદ માણશે

President Draupadi Murmu Kutch visit: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કાલે આજથી પહેલી માર્ચના કચ્છની મુલાકાતે છે. તેઓ મૂળ ઓરિસ્સાના હોવાથી ભોજનમાં તેમના રોજિંદા ભોજનની સાથે કચ્છી વાનગીઓ ભુજના સર્કિટ હાઉસમાં પીરસવામાં આવશે. રાષ્ટ્રપતિ પોતે પણ એક મહિલા હોવાથી રસોઈના જાણકાર છે, ત્યારે ખાસ કરીને બપોરે થાળીમાં બાજરાનો રોટલો અને મિક્સ જાડા ધાનની રોટલી પીરસવામાં આવશે. મળેલી માહિતી પ્રમાણે કચ્છની મીઠાઇમાં ગુલાબપાક વખણાય છે, એટલે ગુલાબપાક તથા બાસુંદીથી મોઢું મીઠું કરાવવામાં આવશે. સ્ટાર્ટરમાં બ્રોક્લી આલ્મન્ડ સૂપ પીરસાશે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી, આ રહ્યો ખાસ રિપોર્ટ

Advertisement

તેમના માટે કચ્છનાં ઊંધિયાંની ખાસ વ્યવસ્થા કરવામાં આવી

ચાર પ્રકારના શાક તો થાળીમાં હશે, તેમાંય કચ્છનાં ઊંધિયાંની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉપરાંત કચ્છી મગનું શાક, ભાખરી હશે. તેમના ઓરિસ્સાના મૂળ સ્વાદને પણ ધ્યાનમાં રાખી લાલ અને બ્રાઉન ભાત, બાફેલા શાકભાજીની પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ રસોઇ બનાવવા ખાસ રસોયાની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો: તુહિન કાંતા પાંડે SEBI નવા ચેરમેન તરીકે નિયુક્ત, માધવી પુરી બુચનું સ્થાન લેશે

રાષ્ટ્રપતિ ધોરડો, ધોળાવીરા તેમજ સ્મૃતિવનની પણ મુલાકાત લેશે

કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની સાથે સાથે ધોરડો, ધોળાવીરા તેમજ સ્મૃતિવનની પણ મુલાકાત લેવાના છે. કચ્છ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સૌપ્રથમ કચ્છ એરપોર્ટ પર આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સ્મૃતિવન ખાતે ભૂકંપ આધારિત મ્યુઝિયમ નિહાળશે.આ ઉપરાંત તેઓ વર્ષ 2001 ના ગોઝારા ભૂકંપમાં દિવંગત પામેલા લોકોની યાદમાં ભુજના ભુજીયા ડુંગરની તળિયામાં બનાવવામાં આવેલ સ્મૃતિવન સ્થિત ભૂકંપ આધારિત મ્યુઝિયમ નિહાળી કચ્છમાં ભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિથી પણ વાકેફ થશે.

અહેવાલ: કૌશિક છાંયા, કચ્છ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×