Amreli: PM નરેન્દ્ર મોદીનું ભાવનગર એરપોર્ટ ઉપર આગમન, હેલિકોપ્ટર મારફતે જશે અમરેલી
- અમરેલીના લાઠી ખાતે વડાપ્રધાન કાર્યક્રમમાં ભાગ લેવા જશે
- નરેન્દ્ર મોદી 4800 કરોડ રૂપિયાના વિકાસના કામું કાર્પણ અને ખાતમુહૂર્ત કરસે
- વડોદરામાં પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું
Amreli: ભાવનગરની ધરાની મુલાકાત લેવા માટે પણ પીએમ મોદી જવાના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર એરપોર્ટ ઉપર આગમન થયું છે. ભાવનગર એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે અમરેલી (Amreli)ના લાઠી ખાતે વડાપ્રધાન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. નરેન્દ્ર મોદી આજે અમરેલીના કાર્યક્રમમાં વિવિધ 4800 કરોડ રૂપિયાના વિકાસના કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે. ભાવનગર એરપોર્ટ પરથી નરેન્દ્ર મોદી અમરેલીનાં લાઠી ખાતેના કાર્યક્રમમાં જવા થોડીવારમાં રવાના થશે.
આ પણ વાંચો: VADODARA : "G-20 સમિટમાં તમારી ખોટ સાલી હતી, દિપાવલી સમયે સ્વાગતનું સૌભાગ્ય મળ્યું" - PM મોદી
વડોદરામાં પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું
આજનો દિવસ વડોદરા અને દેશ માટે ઐતિહાસિક છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9-30 કલાકે વડોદરાના એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. રોડ-શો દરમિયાન રૂટ પર વૈશ્વિક નેતાની એક ઝલક પામવા માટે લોકોમાં પડાપડી જોવા મળી રહી છે. ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડોદરા આવ્યા હતા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી આજે અમરેલી, ગુજરાત ખાતે ભુજ - નલિયા ગેજ રૂપાંતરણ રાષ્ટ્રને સમર્પિત કરશે. #RailInfra4Gujarat
Watch Live: https://t.co/T8Tm5OwGfD…@WesternRly @RailMinIndia pic.twitter.com/1rEE2Mv3lx
— DRM Bhavnagar (@DRM_BVP) October 28, 2024
આ પણ વાંચો: સ્પેનના વડાપ્રધાન Pedro Sanchez ના પત્ની ગરબાના તાલે ઝૂમ્યા, પારુલ યુનિવર્સિટીમાં થયું ભવ્ય સ્વાગત
રૂપિયા35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રૂપિયા 705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી (Amreli) જિલ્લાની ગાગડિયો નદી પર રૂપિયા 35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ રૂપિયા 20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન રૂપિયા 2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) ના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં, રૂપિયા 1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.
આ પણ વાંચો: Pavagadh Temple: પાવાગઢના ઇતિહાસમાં પ્રથમવાર નિજ મંદિરમાં ચોરીનો પ્રયાસ! વાંચો આ અહેવાલ


