Vijay Suvada ને રબારી સમાજે કર્યા "નાતબાર" કોઇ વ્યવહાર ન કરવા અપીલ
- વિજય સુંવાળાને જ્ઞાતી બહાર કરવામાં આવ્યા
- રબારી સમાજના ગ્રુપમાં મેસેજ થઇ રહ્યા છે વાયરલ
- વિજય સુંવાળાના પરિવાર સાથે કોઇ વ્યવહાર નહી કરવા અપીલ
Attack on Vijay Suvada : ગુજરાતમાં ખ્યાતનામ કલાકાર વિજય સુંવાળા અવાર નવાર કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહે છે. વિજય સુંવાળા પર હાલમાં જ ગાંધીનગરમાં હુમલો થયો હતો. કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા વિજય સુંવાળા પર લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાલ તો આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઇ અને તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય સુંવાળા દ્વારા પણ અગાઉ જમીન દલાલી કરતા દિનેશ દેસાઇ નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે વિજય સુંવાળા અને તેના ભાઇ યુવરાજ સુંવાળા પર ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઇ હતી. જેમાં હાલ તેઓ જામીન પર બહાર છે.
વિજય સુંવાળાને જ્ઞાતી બહાર કરવામાં આવ્યા
જો કે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. રબારી સમાજ દ્વારા વિજય સુંવાળા અને તેમના કાંડથી કંટાળીને તેઓને જ્ઞાતી બહાર કરવામાં આવ્યા હોવાની પોસ્ટ વાયરલ થઇ રહી છે. રબારી સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યા બાદ તેઓને જ્ઞાતી બહાર કરવામાં આવ્યા હોવાની મેસેજ વાયરલ થઇ રહ્યા છે. રબારી સમાજના અનેગ ગ્રુપમાં સમસ્ત રબારી સમાજ ગુજરાતના નામે એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમની સાથે રબારી સમાજે કોઇ પણ પ્રકારનોવ્યવહાર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ જે પ્રકારના કામ કરી રહ્યા છે તેના કારણે સમગ્ર જ્ઞાતી બદનામ થઇ રહી હોવાના કારણે તેઓની સાથે છેડો ફાડવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Vijay Suvada એ દિનેશભાઈ તથા સમગ્ર રબારી સમાજની માફી માંગી, જુઓ આ Video
અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે વિજય સુંવાળા પર હુમલો થયો હતો. જેમાં વિજય સુંવાળા દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. જો કે વિજય સુંવાળાને જ્ઞાતી બહાર કરવામાં આવ્યા તે અંગે રબારી સમાજ દ્વારા કોઇ અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ હાલ તેમના નામના મેસેજ જ્ઞાતીના ગ્રુપોમાં વાયરલ થઇ રહ્યા છે.
વિવાદિત ઇતિહાસ
વિજય સુંવાળા ગુજરાતી ગાયક ઉપરાંત ભુવાજી પણ છે. તેઓ જમીન દલાલી સહિતના અનેક કારોબાર પણ ચલાવે છે. જેમાં તેમને તેમની જ જ્ઞાતીના દિનેશ દેસાઇ સાથે બોલાચાલી અને ત્યાર બાદ મારામારી થઇ હતી. જેના અનુસંધાને તેમણે 50 લોકોના ટોળા સાથે ફિલ્મી સ્ટાઇલમાં હુમલો કર્યો હતો. જેના કારણે ઓઢવ પોલીસમાં 22 ઓગસ્ટ, 2024 માં ગુનો પણ દાખલ થયો હતો અને ધરપકડ પણ થઇ હતી.
આ પણ વાંચો : VADODARA : દબાણ દુર કરવા પહોંચેલી પાલિકાની ટીમને માત્ર ખુરશી-ટેબલ હાથ લાગ્યા
સમાજની માફી ચુક્યા છે માફી
વિજય સુંવાળાએ ફરિયાદ થયા બાદ વિવાદ વકરતો જોઇને સમગ્ર મામલે 29 ઓગસ્ટના રોજ માફી પણ માંગી હતી. જેનોવીડિયો બનાવીને તેઓએ સાર્વજનીક માધ્યમોમાં અપલોડ કર્યો હતો. તેમણે આવેશમાં આવીને આક્ષેપ દિનેશ દેસાઇ સામે આક્ષેપો કર્યા હોવાનો સ્વિકાર કર્યો હતો. આ ઉપરાંત તેઓએ દિનેશ દેસાઇ જે પણ મનદુખ થયું હતું તે હવે સમાધાન થઇ ચુક્યું હોવાનું પણ જણાવ્યું હતું. સમગ્ર રબારી સમાજની માફી માંગી હતી.
રબારી સમાજે કર્યા નાત બહાર
રબારી સમાજના અનેક ગ્રુપમાં વિજય સુંવાળા અને તેમના પરિવારને જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા હોવાના મેસેજ વાયરલ થઇ રહ્યા છે. તેમના પરિવાર સાથે કોઇ પણ પ્રકારે કોઇને સંબંધ ન રાખવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. જો કે આ અંગે અધિકારીક રીતે કોઇ વાત સામે આવી નથી. માત્ર સમસ્ત રબારી સમાજ ગુજરાતના નામે એક વ્હોટ્સ એપ મેસેજ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો : Rajkot : જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
વિજય સુંવાળાનો સંપર્ક કર્યો
GUJARAT FIRST દ્વારા વિજય સુંવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે તેમને ફોન ઉપાડ્યો નહોતો. જેથી આ અંગે તેમની કોઇ જ પ્રતિક્રિયા જાણી શકાઇ નથી. જેથી હાલ તો આ સમગ્ર મામલે રબારી સમાજ અથવા તો વિજય સુંવાળા દ્વારા કોઇ પ્રતિક્રિયા આવે તે બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઇ શકે છે.
આ પણ વાંચો : Narmada : ધારાસભ્ય Chaitar Vasava સામે ગંભીર આરોપો સાથે વધુ એક ફરિયાદ, વાંચો શું છે મામલો ?