Banaskantha: ‘ચમત્કાર જોવો હોય તો જયંત પડ્યા આવી જાય થરા’ વિજ્ઞાન જાથાને ફેંક્યો પડકાર
- સમર્થકોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી ફેંક્યો પડકાર
- ચમત્કાર જોવો હોય તો જયંત પડ્યા આવી જાય થરાઃ સમર્થકો
- તમારામાં દમ હોય તો માગસર પૂનમે અહીં આવી જજોઃ સમર્થક
Banaskantha: બનાસકાંઠામાં અત્યારે વિજ્ઞાનજાથાના ચેરમેન જયંત પંડ્યા સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ થરાના ભુવાજીને વિજ્ઞાન ગાથા દ્વારા પોલીસ મથકે લઈ ગયા હોવાની ઘટના બની હતી. જેથી વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યાએ ભુવાજી વાઘજી સુથારને અંધશ્રદ્ધા ફેલાવો છો તેવું કહી પોલીસ મથકે લઇ જતા ભુવાજીના અનુયાયીઓમા ભારે નારાજગી જોવા મળી રહીં છે. અત્યારે જયંત પંડ્યા સામે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યઓ છે.
Banaskantha ના થરામાં ભુવાજીના ભક્તોમાં ભારે રોષ
ભુવાજી Vaghji Suthar ને અંધશ્રદ્ધા ફેલાવો છો તેવું કહી ઉઠાવી ગયા
પોલીસ મથકે લઈ જઈ તેની પાસે માફી મંગાવતા મામલો ગરમાયો
ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો ઉમટી પડ્યા
ભુવાજી વાઘજી સુથારને ધુણતા અટકાવવા આપી ચેલેન્જ#Banaskantha… pic.twitter.com/gWV3V4DDB1— Gujarat First (@GujaratFirst) December 15, 2024
‘જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા’: રોષે ભરાયેલા લોકો
નોંધનીય છે કે, આજે થરાના વહાણવટી સિકોતર માતાના મંદિરમા મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયાં હોવાનું સામે આવ્યું છે. ભક્તોએ હાથમાં સૂત્રોચ્ચાર ધારી પેપ્લેટ રાખી જયંત પંડ્યાનો વિરોધ કર્યો છે. એટલું જ નહીં પરંતુ જ્યંત પંડ્યાને બે દિવસ પહેલા ભુવાજીના સમર્થકોએ થરા આવીને ભુવાજીને ધુણતા અટકાવવા ચેલેન્જ પણ કરી હતી. ‘જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા’, ‘વિજ્ઞાન જાથા ખોટું અમારી આસ્થા સાચી’ સહિતના પેમ્પલેટ થકી ભક્તોએ જયંત પંડ્યા સામે વિરોધ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસ સુધી રિમાન્ડ મંજૂર કર્યા, થયા અનેક ખુલાસાઓ
અમારી આસ્થાને જયંત પંડ્યાએ ઠેસ પહોંચાડી છેઃ સ્થાનિકો
અહીં લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ‘અહીં કોઈ તાંત્રિક વિધિ કરતું નથી અમારી આસ્થાને જયંત પંડ્યાએ ઠેસ પહોંચાડી છે. જો જયંત પંડ્યા જોડે ભુવાજીની વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો રજૂ કરે.’ એટલું જ નહીં પરંતુ વધુમાં કહ્યું કે, કે ભુવાજી આજે ધૂણશે જો જયંત પંડ્યામાં તાકાત હોય તો અહીં આવીને રોકીને બતાવે. નોંધનીય છે કે, આ મામલે ભુવાજી વાઘજી સુથારે આક્રોશ ઠાલવતા કહ્યું કે, મને જયંત પંડ્યાએ આવીને ખોટી રીતે ડરાવી ધમકાવીને ભયભીત કરી દીધો હતો અને જેથી હું ગભરાઈ ગયો હતો મને ખોટી રીતે પોલીસ મથકે લઈ જઈને માફી મંગાવી હતી. હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો નથી કે કોઈ જોડે પૈસા લેતો નથી. અહીં લોકો શ્રદ્ધા લઈને આવે છે અમે માતાજી તેમનું કામ કરે છે. હું આજે અહીં ધૂણવાનો છું જો તાકાત હોય તો જયંત પંડ્યા આવીને રોકીને બતાવે.’
આ પણ વાંચો: Upleta: ગધેથડ ગાયત્રી આશ્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સૂચક નિવેદન, વાંચો આ અહેવાલ
જયંત પંડ્યામાં તાકાત હોય તો અહીં આવીને રોકીને બતાવેઃ સ્થાનિકો
હવે પ્રશ્ન એ પણ થાય છે કે, શુ વિજ્ઞાનજાથાના ચેરમેન જ્યંત પંડ્યા પાછા બનાસકાંઠા જશે? જે પ્રકારે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે તેનો વિજ્ઞાનજાથા કેવી રીતે અને કેવો જવાબ આપે છે? તે જોવાનું રહેશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, અત્યારે થરામાં વિજ્ઞાનજાથાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. લોકો સૂત્રોચ્ચાર સાથે જ્યંત પંડ્યાનો વિરોધ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: Bharuch: નકલી કિન્નરને અસલી કિન્નરોએ ચખાડ્યો જબરો મેથીપાક, હાલત ગંભીર થતા હોસ્પિટલ લઈ જવાયો


