Rain in Gujarat : મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! હવામાન વિભાગની આગાહી, અહીં એલર્ટ જાહેર
- હવામાન વિભાગે આગામી 7 દિવસ કરી વરસાદની આગાહી (Rain in Gujarat)
- આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
- ઉત્તર ગુજરાતમાં અતિભારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
- માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના
Rain in Gujarat : રાજ્યમાં મોટાભાગનાં જિલ્લાઓમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ, આવનારા દિવસોમાં મેઘરાજા જબરદસ્ત ધબધબાટી બોલાવશે એવી આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
આ પણ વાંચો - Gujarat ATS : અમદાવાદમાંથી ગન ગેંગ ઝડપાઈ, રૂપિયા 53.50 લાખમાં વેપન લાયસન્સ/હથિયારો ખરીદ્યાં
આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદને લઈ આગાહી
હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદને (Rain in Gujarat) લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે જ્યારે 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
આ પણ વાંચો - Sabarkantha: પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા છોડ્યા ટીયર ગેસના સેલ
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં અમદાવાદમાં (Ahmedabad) હળવોથી ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરાયું છે. બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરાયું છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર માટે પણ યલો એલર્ટ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યનાં વિવિધ ભાગોમાં વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન (Rajsthan) પર વેલમાર્ક લો-પ્રેશર સાથે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે.
આ પણ વાંચો - Gujarat Politics: ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ચેલેન્જ સાથે આવેલા અમૃતિયા રાજીનામુ આપ્યા વગર રવાના


