ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rain in Gujarat : આગ ઝરતી ગરમી વચ્ચે કમોસમી વરસાદ થતાં લોકોને હાશકારો, ખેડૂતોમાં ચિંતા!

અમરેલી (Amreli), રાજકોટ (Rajkot), ગીર સોમનાથ, બોટાદ સહિતનાં વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે...
08:24 PM May 20, 2025 IST | Vipul Sen
અમરેલી (Amreli), રાજકોટ (Rajkot), ગીર સોમનાથ, બોટાદ સહિતનાં વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે...
Mavthu_Gujarat_first 1
  1. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Rain in Gujarat)
  2. અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ સહિતનાં વિસ્તારમાં વરસાદ
  3. ગાજવીજ, ભારે પવન સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
  4. બીજી તરફ કેરી સહિતનાં બાગાયતી પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ

Rain in Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમરેલી (Amreli), રાજકોટ (Rajkot), ગીર સોમનાથ, બોટાદ સહિતનાં વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને આકરી ગરમીથી રાહતમાં મળી છે. પરંતુ, બીજી તરફ ખેડૂતોનાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાએ નાક નુકસાન માટે ખેડૂતોને વળતર ચૂકવવા માગ કરી છે.

આ પણ વાંચો - Corona Virus : સાવચેત રહેજો! અમદાવાદમાં કાળમુખો કોરોના ફરી ત્રાટક્યો! 7 કેસ નોંધાયા

અમરેલીમાં કમોસમી વરસાદ, પાક નુકસાન માટે ખેડૂતોને વળતર ચૂકવવા MLA ની માગ

રાજ્યમાં ઉનાળાની ઋતુ વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદ ખાબક્યો (Rain in Gujara) છે. અમરેલી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. માહિતી અનુસાર, સાવરકુંડલા, બગસરા, લીલીયા, ચલાલા, લીલીયા, જાપાદર, સાજણટીંબા, હરીપર, ભેસાણ, ભોરીંગડા, ધારી, લાઠી સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગામડાઓમાં વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. ગીર સોમનાથમાં (Gir Somnath) પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે, જેનાં કારણે કેરી સહિતનાં બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. પાક નુકસાનનાં વળતર અંગે કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાએ (Vimal Chudasama) સરકારને માગ કરી છે. સાથે જ કમોસમી વરસાદનાં કારણે માછીમારોને પણ નુકસાન થયું હોવાની તેમણે રજૂઆત કરી છે. સરકાર સરવે કરાવીને નુકસાનનાં વળતરની ચૂકવણી કરે તેવી રજૂઆત કરી છે.

આ પણ વાંચો - Daman : કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે કરી ચોંકાવનારી માગ, PM મોદીને પણ કરશે રજૂઆત!

રાજકોટ, બોટાદમાં પણ ગાજવીજ સાથે માવઠું પડતા ગરમીથી રાહત

રાજકોટની (Rajkot) વાત કરીએ તો શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જો કે, એક તરફ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે બીજી તરફ ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ છે. માહિતી અનુસાર, જામકંડોરણા (Jamkandorana) શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ થયો છે. જસાપર, બોરીયા,સહિત ગામોમાં ભારે પવન અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ થયો છે. ઉપરાંત, બોટાદ જિલ્લામાં (Botad) પણ માવઠું પડ્યું છે. ગઢડા તાલુકાનાં ઢસા, પાટણા, પીપરડી, રસનાલ અને સીતાપર સહિતનાં ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે.

આ પણ વાંચો - Jamnagar : હોટેલ-રેસ્ટોરન્ટમાં ખાતા પહેલા ચેતજો! હવે કેરીનાં રસમાંથી નીકળ્યો વંદો!

Tags :
AmreliBotadCongress MLA Vimal ChudasamaGir-SomnathgujaratfirstnewsJamkandoranaRAJKOTTop Gujarati Newunseasonal rains
Next Article