Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: ‘મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા’ શહેરની 10 જાણીતી હોટલને મળી બોમ્બની ધમકી

Rajkot: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીનો મેઈલ આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટની 10 જાણીતી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે.
rajkot  ‘મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા’ શહેરની 10 જાણીતી હોટલને મળી બોમ્બની ધમકી
Advertisement
    1. રાજકોટની 10 જાણીતી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    2. એક સાથે 10 હોટેલોને બોમ્બની ધમકી મળી
    3. તહેવાર ટાણે આ પ્રકારની ધમકીનો મેઈલ આવતા ચકચાર

Rajkot: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીનો મેઈલ આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટ (Rajkot)ની 10 જાણીતી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. રાજકોટની ફાઈવ સ્ટાર હોટેલો સહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ આવ્યો છે. આ પહેલા પણ આવી ધમકીના મેઈલ આવ્યાં હતા. પરંતુ અત્યારે એક સાથે 10 હોટેલોને બોમ્બની ધમકી મળી છે.

તહેવાર ટાણે આ પ્રકારની ધમકીનો મેઈલ આવતા ચકચાર

મળતી વિગતો પ્રમાણે રાજકોટ (Rajkot)ની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ અને હોટલગ્રાન્ડ રેજંસી સહિત 10 હોટલોને એક સાથે મેઈલ આવ્યો . તહેવાર ટાણે આ પ્રકારની ધમકીનો મેઈલ આવતા ચકચાર મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે, બોમ્બની ધમકીનો મેઈલ આવતા રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ છે. આ સાથે સાથે દરેક હોટલમાં તપાસ હાધ ધરી દેવામાં આવી છે.કોણે મેઈલ કર્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે રાજકોટ ની ભાભા હોટેલ ખાતે અત્યારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, જે હોટલોને ધમકી મળી છે તેમાં ક્રિક્રેટરો જ્યાં રોકાય છે તે હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ છે.

Advertisement

ધમકીભર્યા મેઈલમાં લખ્યું કે..

‘મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. થોડાક કલાકોમાં બોમ્બ ફાટી નીકળશે.આજે કેટલાય માસૂમ લોકોના જીવ જવાના છે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો.હમણાં જ ખાલી કરો.’

Advertisement

શાળા અને એરપોર્ટ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી

રાજ્યમાં પહેલા શાળા અને એરપોર્ટ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી મળી છે. રાજકોટ (Rajkot)માં એક સાથે 10 જેટલી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જો કે, અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે. દરેક હોટલની તપાસ કરવા માટે પોલીસ અત્યારે દોડતી થઈ  અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરની હવા બની પ્રદૂષિત, અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 218 સુધી પહોંચ્યો

Tags :
Advertisement

.

×