ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર છરી વડે થયો હુમલો

Rajkot: રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહ જાડેજા અને તેઓના ભાઈ રવિરજસિંહ જાડેજા પર છરી હુમલાની ઘટના સામે આવી છે.
08:54 AM Nov 18, 2024 IST | VIMAL PRAJAPATI
Rajkot: રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહ જાડેજા અને તેઓના ભાઈ રવિરજસિંહ જાડેજા પર છરી હુમલાની ઘટના સામે આવી છે.
Rajkot
  1. ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા સન્ની પાજીની કરવામાં આવી ધરપકડ
  2. ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેઓના ભાઈને સારવાર માટે ખસેડાયા
  3. ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહને અમદાવાદ સારવાર માટે લઈ ગયાની ચર્ચા

Rajkot: રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહ જાડેજા અને તેઓના ભાઈ રવિરજસિંહ જાડેજા પર છરી હુમલાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે, કુખ્યાત સન્ની પાજી કા ધાબાના સંચાલક સન્ની અને તેના સાગરીતો દ્વારા રાજકોટ (Rajkot)ના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા પર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે અત્યારે ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: ચોટીલા-રાજકોટ હાઈવે પર અચાનક કારમાં લાગી આગ, કારમાં પાંચ લોકો હતાં પણ...

ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહને સારવાર માટે અમદાવાદ લઈ ગયા

ખાસ કરીને વાત કરવામાં આવે તો, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેઓના ભાઈ રવિરજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થતા પહેલા તેમને રાજકોટ (Rajkot)ની ખાનગી બોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે, વધારે સારવાર માટે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજાને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે ગાંધીગ્રામ પોલીસે સન્ની પાજીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધારે તપાસ હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: VADODARA : રિફાયનરીમાં લાગેલી આગ મામલે મેજેસ્ટ્રીયલ તપાસના આદેશ

ગાંધીગ્રામ પોલીસે સન્ની પાજીની ધરપકડ કરી લીધી

મળતી વિગતો પ્રમાણે નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજાને આંગળીમાં વધુ ઇજા થતાં સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પ્રથમ રાજકોટ (Rajkot) ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી ત્યાર બાદ વધુ સારવારની જરૂર પડતા અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ સાથે સાથે આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરૂ દેવામાં આવી છે. જો કે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહને વધારે સારવાર માટે અમદાવાદ લઈ ગયાની ચર્ચા થઈ રહીં છે.

આ પણ વાંચો: Ahmedabad : આવતીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah બે દિવસનાં ગુજરાત પ્રવાસે

Tags :
Gujarati NewsGujarati SamacharLatets Gujarati NewsNarendra Singh JadejaRAJKOTRajkot Deputy MayorRajkot Deputy Mayor Narendra Singh JadejaRajkot NewsVimal Prajapati
Next Article