Rajkot ના ડોક્ટરે જેલમાં ‘સાસરે જતા હોય તેમ’ સુવિધાઓ માંગી, ચર્ચાનો વિષય બન્યા
- રાજકોટ ડોકટરે જેલમાં જતા પહેલા એવી ડિમાન્ડ કરી ચર્ચા જગાવી
- સાસરે જતા હોય તેમ કોર્ટ પાસે જેલમાં સુવિધા ની માંગણી કરી
- ડો.દેવાંગ સામે ચેક રીટર્ન 15 જેમાંથી 10 કેસમાં પડી છે સજા
- મોટાભાગના કેસોમાં સજા ભરી છે જેલમાં
- ડો.દેવાંગ પટેલ અનેક લોકો પાસેથી નાણાં લઈ ચેક આપતો પણ નાણા પરત આપેલ નથી
Rajkot: રાજકોટમાં ડોકટરે જેલમાં જતા પહેલા એવી ડિમાન્ડ કરી જે ચર્ચાનો વિષય બન્યો છે.ચેક રીટર્નના અનેક કેસમાં દોષિત ઠરેલા રાજકોટના ડોક્ટર દેવાંગ પટેલે જેલમાં જતા પહેલા કોર્ટ સમક્ષ અનોખી માંગણી કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સાસરે જતી વહુની જેમ તેમણે જેલમાં ગાદલું, ઓશીકું, ચાદર-છાપા, દવાઓ તથા ભોજનમાં સલાડની વ્યવસ્થા કરવા કોર્ટ પાસે અરજી કરી છે.
ડોક્ટરે સાસરે જતા હોય તેમ કોર્ટ પાસે જેલમાં સુવિધાની કરી માંગણી
મળતી માહિતી મુજબ ડો. દેવાંગ પટેલ સામે ચેક રીટર્નના કુલ 15 જેટલા કેસ ચાલી રહ્યા છે, જેમાંથી 10 કેસમાં તેમને સજા ફટકારવામાં આવી છે. મોટાભાગની સજા તેમણે જેલમાં ભોગવી લીધી છે. આરોપ છે કે તેઓ અનેક લોકો પાસેથી નાણાં લઈને ચેક આપતા હતા, પરંતુ પૈસા પરત કરતા નહીં, જેના કારણે ફરિયાદો થઈ અને કેસો નોંધાયા હતા.
ડોક્ટરની માંગણીએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી
આવી માંગણી કરવી એ જેલની વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે, પરંતુ કાયદા મુજબ જેલમાં મૂળભૂત સુવિધાઓ જ હોય છે. વિશેષ સુવિધા માટે આવી અરજી દાખલ કરવી નવી વાત છે.આ માંગણીએ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી છે. ઘણા લોકો આને ‘વિશેષાધિકારની માંગ’ ગણાવી રહ્યા છે, તો કેટલાક જેલની સ્થિતિ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
અહેવાલ: રહીમ લાખાણી
આ પણ વાંચો: Bhavnagar માં મનપાનું બુલડોઝર એક્શન,નવાપરા વિસ્તારમાં કબ્રસ્તાનની જમીન પરથી દબાણો હટાવાયા


