RAJKOT: દલાલીનું કામ કરતી પોલીસ, ઉદ્યોગપતિને હાઇકોર્ટે ફટકારી આજીવન કેદની સજા
- હાઈકોર્ટે સમીર શાહને આજીવન કેદની સજા ફટકારી
- રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીની હત્યાનો મામલો
- સસ્પેન્ડેડ ASI યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ચુડાસમાને પણ આજીવન કારાવાસ
Rajkot News : રાજકોટમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને રાજમોતી ઓઇલ મીલના માલિક સમીર શાહને હાઇકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આ કેસમાં વસુલીમાટે કુખ્યાત રાજકોટ પોલીસના બે અધિકારીઓની પણ સંડોવણી સામે આવતા તે બંન્નેને પણ આજીવન કારાવાસની સજા હાઇકોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે.
દિનેશ દક્ષિણી નામના કર્મચારીની કરી હતી હત્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, સમીર શાહ પર પોતાની જ કંપની રાજમોતી ઓઇલ મિલના અમદાવાદના ડેપો મેનેજર દિનેશ દક્ષિણીની હત્યાનો કેસ ચાલી રહ્યો હતો. સમીર શાહે પોતાની અમદાવાદના બ્રાંચ મેનેજર દિનેશ દક્ષિણીનું અમદાવાદથી અપહરણ કરી લીધું હતું. અપહરણ કરીને તેને રાજકોટ લવાયો હતો. જ્યાં તેની પાસે અમદાવાદ ડેપોમાં હિસાબ બાબતે માથાકુટ થતા તેની હત્યા કરી દેવાઇ હતી.
આ પણ વાંચો : Donald Trump ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને એવી જેલમાં રાખશે જેને આખી દુનિયા કહે છે નર્ક!
દક્ષિણીને ખુબ જ ટોર્ચર કર્યા બાદ બોથડ પદાર્થ મારી કરી હતી હત્યા
જો કે દક્ષિણીને પહેલા ખુબ ટોર્ચર કરવામાં આવ્યો હતો. તેણે આર્થિક ગોટાળા કર્યા હોવાનું કબુલાત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ પોલીસના અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી હતી. જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મારૂ, બિ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ ભટ્ટ અને ડ્રાઇવર ચુડાસમાની સંડોવણી બહાર આવી હતી. જેના પગલે એસીપી બન્નો જોશી દ્વારા આ તમામની ધરપકડ કરીને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
પોલીસની પણ ભુંડી ભુમિકા ફરી એકવાર સામે આવી
જો કે આ મામલે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. મામલે તમામ દોષીતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સોમા પ્રમુખ અને રાજમોતી મિલના માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ ASI યોગેસ ભટ્ટ અને સસ્પેન્ડેડ ડ્રાઇવર ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજાની સાથે જ રાજકોટ પોલીસનો ઉઘરાણીનો ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસ પર અનેક વાર ઉઘરાણીના નામે લોકોને ટોર્ચર કરવાના અનેક આક્ષેપો થઇ ચુક્યા છે. આ મામલે પોલીસ કમિશનર કક્ષાના અધિકારીની બદલીઓ થવા છતા પણ સ્થિતિમાં કોઇ પ્રકારનો સુધારો આવ્યો નહીં હોવાનું સ્થાનિકો અને ઉદ્યોગપતિઓ જણાવે છે.
આ પણ વાંચો : Ahmedabad: પોન્ઝી સ્કીમમાં રૂ.77 કરોડથી વધુની ઉચાપત કરનાર આરોપી ઝડપાયો


