Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM Bhupendra Patelના હસ્તે રત્નસિંહ મહિડા મેમોરીયલ એવોર્ડ એનાયત કરાયા

ગુજરાતના CM Bhupendra Patelના હસ્તે રત્નસિંહ મહિડા મેમોરીયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના રાજપીપળાના જાણીતા કલાકાર વિરાજકુમારી મહિડાએ કરી છે.
cm bhupendra patelના હસ્તે રત્નસિંહ મહિડા મેમોરીયલ એવોર્ડ એનાયત કરાયા
Advertisement
  • CM Bhupendra Patelના હસ્તે રત્નસિંહ મહિડા મેમોરીયલ એવોર્ડનું વિતરણ કરાયું
  • બિરસા મુંડા ટ્રાઈબલ યુનિ.ના વાઈસ ચાન્સેલર મધુકર પાડવી અને પ્રો. સતુપતિન પ્રસતાને એવોર્ડ અપાયા
  • વિરાજકુમારી મહિડાએ તેમના દાદા સ્વ.રત્નસિંહજી મહિડાની યાદમાં આ એવોર્ડ શરૂ કર્યા છે

Narmada: આજે રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના શિક્ષણ જગતના માંધાતા ગણાતા સ્વ. રત્નસિંહ મહિડાના નામે CM Bhupendra Patelના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં આ વર્ષે આ એવોર્ડ શિક્ષણ જગતમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી માટે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મધુકર પાડવી અને પ્રો. સતુંપતિ પ્રસનાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યાં હતા. મુખ્યમંત્રીએ સ્વ. રત્નસિંહ મહિડાની શિક્ષણ ક્ષેત્રની સેવાઓને બિરદાવી હતી.

Advertisement

સ્વ. રત્નસિંહ મહિડાની શિક્ષણ ક્ષેત્રની સેવાઓ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં સ્વ. રત્નસિંહ મહિડાનું શિક્ષણ ક્ષેત્રે પ્રદાન ખૂબ જ રહેલું છે. તેમની 72 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે. આ એવોર્ડનો વિચાર તેમના પૌત્રી વિરાજબા મહિડાને આવ્યો હતો. આ બિરસા મુંડા જન્મજ્યંતી વર્ષમાં તેની શરૂઆત કરવામાં આવી. સ્વ. રત્નસિંહ મહિડા કે જેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધાર્યો હતો. વર્તમાનમાં પણ તેમની સંસ્થાઓ થકી આદિવાસી વિસ્તારના બાળકો વિના મૂલ્યે શિક્ષણ લઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ  Ahmedabad: થલતેજમાં અંજની માતા મંદિરમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા, મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું

કોને અપાયા એવોર્ડ ?

નર્મદા જિલ્લાના શિક્ષણ જગતના માંધાતા ગણાતા સ્વ. રત્નસિંહ મહિડાના નામે CM Bhupendra Patelના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. રાજપીપળા ખાતે યોજાયેલ આ એવોર્ડ વિતરણ સમારંભમાં CM Bhupendra Patelના હસ્તે બિરસા મુંડા યુનિવર્સિટીના તજજ્ઞોને સન્માનવામાં આવ્યા હતા. જેમાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મધુકર પાડવી અને પ્રો. સતુંપતિ પ્રસનાને આ એવોર્ડ અપાયા હતા. આ સમગ્ર સમારંભમાં બી. આર. ચોપરાની મહાભારતમાં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતિશ ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકીય અગ્રણીઓ, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ  ભ્રષ્ટાચારને નિત્યક્રમ બનાવનારા પીઆઈ સામે BJP MLA ની ફરિયાદ, ઉત્તર ગુજરાતના PI ફરી હાંસિયામાં ધકેલાયા

Tags :
Advertisement

.

×