ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal:પાટીદાર યુવકના આપઘાત મામલો, અનિરૂદ્ધસિંહ જાડેજાએ કર્યો મોટો ખુલાસો

ગોંડલ રાજકુમાર જાટ મોતનો વિવાદ હજુ શાંત થયો નથી. ત્યાં ગોંડલમાં પાટીદાર યુવક દ્વારા આપઘાત કરી લેતા નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.
10:43 PM May 05, 2025 IST | Vishal Khamar
ગોંડલ રાજકુમાર જાટ મોતનો વિવાદ હજુ શાંત થયો નથી. ત્યાં ગોંડલમાં પાટીદાર યુવક દ્વારા આપઘાત કરી લેતા નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.
jayarajshinh jadeja gujarat first

મૂળ રાજસ્થાનનાં વતની અને ગોંડલ ખાતે તેના પિતા સાથે રહી યુપીએસસીની તૈયારી કરી રહેલ રાજકુમાર જાટ (Rajkumar jat case) મોતને દોઢ મહિના જેટલો લાંબો સમય થઈ જવા છતાં હજુ સુધી વિવાદ શાંત થવા પામ્યો નથી. ત્યાં ગોંડલના રીબડા ગામે આશાસ્પદ પાટીદાર યુવક (Patidar youth) દ્વારા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પાટીદાર યુવક (patidar youth)ના મોતના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પાટીદાર યુવકના મોત મામલે અનિરૂદ્ધસિંહ જાડેજા (Aniruddhshinh jadeja)એ વિડીયો વાયરલ જાહેર કરી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (jayrajshinh jadeja) સામે આક્ષેપ કર્યો છે.

 

સંડોવણી ખુલે તો હું પોલીસ સમક્ષ હાજર થવા તૈયારઃ અનિરૂદ્ધસિંહ જાડેજા

રિબડા ગામે પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત મામલે અનિરૂદ્ધસિંહ જાડેજા (Aniruddhshinh jadeja) એ વિડીયો જાહેર કરી ખુલાસો કર્યો હતો. જેમાં અનિરૂદ્ધસિંહ જાડેજા (Aniruddhshinh jadeja) અને તેમનાં પરિવારને ખોટી રીતે સંડોવાયેલ હોવાનો ખુલાસો કર્યો છે. સગીરા દ્વારા મૃતક યુવક પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તે હયાત જ છે. તેની પોલીસ તપાસ કરે. જો આપઘાત કેસમાં અમારી સંડોવણી ખુલે તો હું પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર છું.

 

જયરાજસિંહ જાડેજા પર અનિરૂદ્ધસિંહ જાડેજાએ કર્યા આક્ષેપો

અનિરૂદ્ધસિંહ જાડેજાએ વીડિયોમાં વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રિબડા આવ્યા પછી સ્યુસાઈડ નોટમાં ઘણા બધા ચેડા કરવામાં આવ્યા છે. મારૂ અને મારા પુત્ર રાજદીપનું નામ ખોટી રીતે ઉમેરી અમને ફસાવવાનું કાવતરૂ રચવામાં આવ્યું છે. પોલીસ ઉંડી ઉતરી તપાસ કરે તેવી માંગ અનિરૂદ્ધસિંહ દ્વારા કરવામાં આવી હતી.

દુષ્કર્મ કેસની પીડિતા મામલે અનિરૂદ્ધસિંહ જાહેજાએ કર્યો ખુલાસો

તેમજ દુષ્કર્મ કેસની પીડિતાને મેં કે મારા પરિવારે કોઈ કોન્ટેક્ટ કર્યો છે કે નહી. તે બાબતે અનિરૂદ્ધસિંહ જાડેજાએ ખુલાસો કર્યો હતો કે પીડિતાનો નંબર મારા ફોનમાં કે એના ફોનમાં મારો નંબર નીકળે છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરે તેવી માંગ અનિરૂદ્ધસિંહ દ્વારા કરવામાં આવી છે. પોલીસને સત્ય બહાર લાવવા ઉંડાણથી તપાસ કરે તે જરૂરી છે.

મૃતક અમિતના ખિસ્સામાંથી 4 પાનાંની સુસાઇડ નોટ મળી

મૃતક અમિતના ખિસ્સામાંથી 4 પાનાંની સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં ખોટી રીતે દુષ્કર્મનાં કેસમાં ફસાવી બદનામ કરી મરવા મજબુર કરવા અંગે રીબડાનાં અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ ઉપરાંત રાજકોટની રિદ્ધિ પટેલ અને પૂજા ગોરનાં નામનો ઉલ્લેખ છે. દરમિયાન, અમિતના મોટાભાઇ મનીષભાઈ દામજીભાઇ ખુંટે તાલુકા પોલીસમાં પોતાના નાનાભાઇ અમિતને મરવા મજબૂર કરવા અંગે અનિરુદ્ધસિંહ, તેમના પુત્ર રાજદીપસિંહ, રિદ્ધિ પટેલ, પૂજા ગોર તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ કરતા પોલીસે BNS કલમ 108, 61 (2) 54 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ફરિયાદમાં અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહે ફસાવ્યો હોવાનો ઉલ્લેખ

ફરિયાદી મનીષભાઈ એ ફરિયાદમાં આરોપ સાથે જણાવ્યું કે, ગત વિધાનસભાની ચૂંટણી સમયે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહે જમીનો પડાવી લીધી હોવા મુદ્દે વિખવાદ થયો હતો. જે બાબતે અનિરુદ્ધસિંહ  (Aniruddhasinh Jadeja) તથા રાજદીપસિંહે અમિત પર હુમલો કર્યો હતો. જે અંગે અમિતે બન્ને સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં, અનિરુદ્ધસિંહને પોપટભાઇ સોરઠિયા મર્ડર કેસમાં સજા માફી થયેલી હોવાથી સજા માફી રદ કરવા પણ અમિતે અગાઉ ગૃહવિભાગમાં અરજી કરી હતી, જેથી તે વાતનો ખાર રાખીને અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહે (Rajdeepsinh Jadeja) મળીને પૈસા આપીને રિદ્ધિ પટેલ અને પૂજા ગોરે અમિતને ફસાવવા અગાઉથી કાવતરું રચીને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો હતો અને બદનામ કરી મરી જવા મજબૂર કરતા અમિતે વાડીએ જઇ પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો (Amit Khunt Case) છે, જેથી અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રિદ્ધિ પટેલ, પૂજા ગોર સહિતનાં લોકો સામે ધોરણસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad: SG હાઇવે પર MD ડ્રગ્સ સાથે LCBની ટીમે એક શખ્સને ઝડપ્યો, તપાસમાં થયા અનેક ખુલાસા

જયરાજસિંહ અને ગણેશ જાડેજા હોસ્પિટલ આવ્યા હતા

અમિત ખૂંટ પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનો (Jayaraj Singh Jadeja) ટેકેદાર હતો. રીબડામાં અનિરુદ્ધસિંહનાં એક ચક્રી શાસન સામે બગાવત કરી વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જાડેજાનાં સમર્થનમાં કામ કર્યું હતું. અમિતે વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની જાણ થતાં જયરાજસિહ જાડેજા રીબડા દોડી ગયા હતા. અમિતના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ લવાયો ત્યારે ગણેશ જાડેજા (Ganesh Jadeja) અને તેના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મૃતક યુવકનાં મૃતદેહને ફોરેન્સિક PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

આ પણ વાંચોઃ Bhavanagar:પાલિતાણામાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી

Tags :
Amit Khunt Suicide CaseAniruddhasinh JadejaAniruddhasinh Jadeja DisclosureGanesh JadejaGondal PoliceGujarat FirstGUJARAT FIRST NEWSjayrajsinh jadejaRajkot News
Next Article