Sabarkantha : ઇડર તાલુકામાં એક જ દિવસમાં 3 અકસ્માત, બે પુરુષ અને એક મહિલાનું મોત
- Sabarkantha જિલ્લાના ઇડર તાલુકામાં ગોઝારા અકસ્માતની 3 ઘટના બની
- ઇડર તાલુકામાં માર્ગ અકસ્માત થતાં ત્રણ લોકો મોતને ભેટ્યા
- બે પુરુષ અને એક મહિલાનું મોત, પોલીસે PM ની કાર્યવાહી કરી તપાસ આદરી
સાબરકાંઠા જિલ્લાનાં ઇડર તાલુકામાં મંગળવારે એક દિવસમાં ગમખ્વાર અકસ્માતની ત્રણ અલગ અલગ ઘટના બની છે. આ અકસ્માતની ઘટનાઓમાં કુલ 3 લોકોનાં મોત નીપજ્યા છે. આ મામલે જે તે વિસ્તારની સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
કાર સાથે એક્ટિવા અથડાતા શિક્ષકનું મોત
આ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, ઇડર તાલુકામાં મંગળવારે જે ત્રણ અકસ્માતમાં બે પુરુષ અને એક મહિલાનું મોત નિપજયું છે, તેમાં પ્રથમ ઘટનાની વિગત એવી છે કે ઈડરનાં મહીવાડા ગામનાં શિક્ષક ભરતભાઈ વણકર ઇડર-હિંમતનગર રોડ પર આવેલ શીત કેન્દ્ર પાસેથી એક્ટિવા લઈ જતા હતા. ત્યારે, કાર સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ભરતભાઈ વણકરનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે મોત નિપજયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને પીએમ માટે ઇડર સિવિલમાં મોકલાયા બાદ ઈડર પોલીસે અકસ્માતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Chhotaudepur : વાવાઝોડામાં 798 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, કેરીનાં પાકને અસર, તલનાં છોડ નમી પડ્યા
બાઇક પાછળ બેઠેલા મહિલા પડી જતાં ગંભીર ઇજાઓથી મોત
અન્ય બનાવની વિગત એવી છે કે, ઇડરમાં આવેલી પંડયા સોસાયટીમાં રહેતા મૂળ અરવલ્લી જિલ્લાનાં માલપુર ગામનાં ઉર્મિલાબેન શૈલેષભાઇ વસાવા તેમના દીકરા સાથે બાઈક લઈ લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે કાનપુરમાં પુલનું કામ ચાલતું હોવાથી બંને જણાં સર્વિસ રોડ પર જઈ રહ્યા ત્યારે અચાનક ઉર્મિલાબેન બાઈક પાછળ પડી જતાં ઇજાઓ થઈ હતી. ઉર્મિલાબેન સારવાર અર્થે ઇડર સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જયાં તેણીનું મોત નિપજયું હતું.
આ પણ વાંચો - Gondal: અમિત ખૂંટના આપઘાત પર જીગીશા પટેલનું નિવેદન, ગોવિંદ સગપરીયાએ પણ કર્યા આક્ષેપો
બે બાઇક વચ્ચે ટક્કર થતાં એક શખ્સનું મોત
તેજ પ્રમાણે રામપુરા ફુદેડાનાં પ્રજાપતિ જ્યંતિભાઈ ધુળાભાઈ તેમના સાસુનાં આધારકાર્ડ માટે મંગળવારે બપોરે ઇડર આવી રહ્યા હતા ત્યારે વેરાબર-ચાંડપ રોડ પર આવેલ જોરાપુરા નજીક અન્ય એક બાઈકની ટક્કર વાગતા પ્રજાપતિ જ્યંતિભાઈનું ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું. અકસ્માત ઘટના અંગે ઈડર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Rain in Gujarat : આ જિલ્લાઓમાં સતત બીજા દિવસે માવઠું, ચિંતામાં મૂકાયો 'જગતનો તાત'