Sabarkantha : તલોદ નજીક કાર અને મોપેડ ધડાકાભેર અથડાયાં, દંપતીનું મોત
- Sabarkantha માં તલોદનાં વાવડી ચોકડી પાસે અકસ્માત
- કાર અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
- આ અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું
સાબરકાંઠામાંથી (Sabarkantha) ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. તાલોદનાં વાવડી ચોકડી પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ અકસ્માતની જાણ થતાં તલોદ પોલીસની (Talod Police) ટીમ સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દંપતી તલોદનાં જેનપુરનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Kheda : 'લૂંટ વિથ મર્ડર' કેસમાં 48 કલાકમાં જ 4 ની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!
અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) તાલોદનાં વાવડી ચોકડી પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને મોપેડ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી અને તાલોદ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો - Khyati Hospital Kand : કાર્તિક પટેલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું, આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ!
અકસ્માતમાં તલોદનાં જેનપુરનાં દંપતીનું મોત
અકસ્માતમાં બે લોકોનાં મોતની જાણ થતાં તાલોદ પોલીસની (Talod Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક દંપતી તાલોદનાં જેનપુરનું હોવાનું સામે આવ્યું છે. પોલીસે દંપતીનાં પરિવારજનોનો સંપર્ક કરવા સહિતની તજવીજ આદરી છે. અકસ્માતમાં મોપેડનાં કચ્ચરઘાણ વળી ગયા હતા.
આ પણ વાંચો - Ahmedabad : રાણીપમાં ગેરકાયદેસરનું મકાન તોડવા ગયેલી AMC-પોલીસની ટીમ પર જીવલેણ હુમલો!


