Sabarkantha: ભાદરી ગામે ઘાસ કાપવાના કટીંગ મશીનમાં હાથ આવી જતાં ખેત મજુરનો હાથ કપાયો
- પ્રાથમિક સારવાર સાટે પહેલા હિંમતનગર સિવિલમાં લઈ જવાયા
- સારવાર અપાયા બાદ પ્લાસ્ટીક સર્જરી માટે અમદાવાદ મોકલાયા
- ખેત મજુરને ઈલેકટ્રીક કટીંગ મશીનમાં કટીંગ કરવું ભારે પડ્યું
Sabarkantha: ઈડર તાલુકાના ભાદરી ગામે રહેતા એક ખેત મજુર ગુરૂવારે પોતાના ઘરે પશુઓના ઘાસચારાનું ઈલેકટ્રીક મશીનથી કટીંગ કરી રહ્યાં હતાં, ત્યારે અચાનક તેમનો હાથ મશીનની કટરમાં આવી જતાં હાથ કપાઈ ગયો હતો. તેથી પરિવારજનો દ્વારા ઈજાગ્રસ્ત ખેત મજુરને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયા હતા. જયાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તબીબોએ પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે સ્થાનિક કક્ષાએ સગવડ ન હોવાને કારણે આ ખેત મજુરને અમદાવાદ સિવિલમાં મોકલી આપ્યાં હતા.
આ પણ વાંચો: Ahmedabad: ફ્લાવર-શોની તારીખ લંબાવવામાં આવી જેમાં ફિલ્મનું શૂટ પણ કરી શકાશે
ઈલેકટ્રીક કટીંગ મશીનમાં કટીંગ કરવું ભારે પડ્યું
આ અંગેની વિગત એવી છે કે, આજકાલ ગામડાઓમાં રહેતા પશુ માલિકો પોતાના પશુઓને ખવડાવવા માટેનો ઘાસચારો ઈલેકટ્રીક કટીંગ મશીનમાં નાખીને તેના બારીક કટકા કર્યા બાદ પશુઓને ખવડાવે છે. ગુરૂવારે ઈડર તાલુકાના ભાદરી ગામે રહેતા ખેત મજુર દિનેશભાઈ લક્ષ્મણભાઈ દેવીપુજક કટર મશીનમાં ઘાસ કાપી રહ્યાં હતાં. ત્યારે અજાણતાથી તેમનો હાથ કટરમાં આવી ગયો હતો, જેથી અડધો હાથ કપાઈ જતાં પરિવારજનો દ્વારા તરતજ તેમને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઈ જવાયા હતા.
આ પણ વાંચો: Amreli: ‘રાજકીય લાભ ખાટવા તમે આજે જાગી ગયા છો’ રેશમા સોલંકીની કોંગ્રેસના આગેવાનોને ટકોર
પ્લાસ્ટીક સર્જરી કરાવવા માટે નિર્ણય કરાયો
જ્યાં ફરજ પરના તબીબોએ જરૂરી સારવાર આપી હતી અને ઈજાગ્રસ્તને તપાસી લીધા બાદ પ્લાસ્ટીક સર્જરી કરાવવા માટે નિર્ણય કરાયો હતો. પરંતુ હિંમતનગર સિવિલમાં પ્લાસ્ટિક સર્જરી માટેની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે આ ખેત મજુરને પ્લાસ્ટિક સર્જરી કરાવવા અમદાવાદ સિવિલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.
અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો: Gujarat: ‘પીઠ પાછળ કો'ક બોલે તેમાં મજા નથી આવતી, તકલીફ હોય તો સામે આવને...’ દેવાયત ખવડે આવું કેમ કહ્યું?
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


