ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha : માવઠુ યથાવત! છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ

ત્યારે બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની શકયતા વધી ગઈ છે.
12:19 AM May 08, 2025 IST | Vipul Sen
ત્યારે બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની શકયતા વધી ગઈ છે.
Sabarkantha_Gujarat_first
  1. Sabarkantha નાં ખેડબ્રહ્મામાં 01 ઈંચ વરસાદ
  2. સતત વાદળછાયું વાતાવરણ રહેતા રોગચાળોનો ભય
  3. આજે પણ માવઠું રહેતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી

Sabarkantha : હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા અપાયેલી આગાહીનાં ભાગરૂપે છેલ્લા બે દિવસથી સાબરકાંઠામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તથા વાતાવરણમાં પણ પલટો આવવાને કારણે ગરમીનો પારો નીચે આવી ગયો છે. ત્યારે બુધવારે પણ સાબરકાંઠા જિલ્લામાં તેની અસરો વર્તાઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા તાલુકામાં (Khedbrahma) અંદાજે 24 મીમીથી વધુ વરસાદ થયો હોવાનું ડિઝાસ્ટર વિભાગનાં સૂત્રોમાંથી જણાવાયું હતું.

 આ પણ વાંચો - Chhotaudepur : એકનું મોત, 2 ને ઈજા, 5 પશુ મૃત્યુ, 631 મકાનોને નુકસાન, ખેડૂતો-ઇંટ ઉત્પાદકોમાં ચિંતા

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા તાલુકામાં

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા તાલુકામાં વરસ્યો હતો તે ઉપરાંત વિજયનગરમાં 02, ઈડરમાં 02, હિંમતનગરમાં 02, પ્રાંતિજ 05 અને તલોદ પંથકમાં 02 મીમી વરસાદ પડયો છે. બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે ગામડામાં રહેતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કારણ એ છે કે ઉનાળું મગફળી, બાજરી તથા મકાઈ હવે પાકી ગયા છે ત્યારે બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની શકયતા વધી ગઈ છે.

 આ પણ વાંચો - Amit Khunt Case : રીબડા યુવકના આપઘાત કેસમાં નવો વળાંક, બે યુવતી-વકીલની ધરપકડ

બે દિવસથી વાતાવરણ ઠંડુ હોવાને કારણે લોકોએ ગરમીથી રાહત

સાબરકાંઠા જિલ્લામાં (Sabarkantha) બુધવારે વહેલી પરોઢે અચાનક જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું હતું, જેના લીધે આખો દિવસ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બે દિવસથી વાતાવરણ ઠંડુ હોવાને કારણે લોકોએ ગરમીથી રાહત મળી છે. સાથોસાથ ખેડૂતોએ વરસાદને કારણે બે દિવસથી બોરકુવા બંધ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે હજું પણ ગુરૂવારે સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થવાની શકયતા છે આથી જિલ્લાનાં તમામ માર્કેટયાર્ડનાં (Market Yard) સત્તાવાળાઓએ ખેડૂતોને તેમની ખેતપેદાશ માર્કેટયાર્ડમાં લાવે તો તેના માટે તાડપત્રી અથવા તો પ્લાસ્ટિકથી ઢાંકી આવરણ કરીને લાવવું હિતાવહ છે તેમ જણાવ્યું છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

 આ પણ વાંચો - Surat : હજીરામાં NTCP કંપનીમાં યોજાઈ મોકડ્રીલ, પો. કમિશનરે કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન

Tags :
Disaster DepartmentGUJARAT FIRST NEWShighest rainfallHimmatnagarkhedbrahmaMeteorological DepartmentPrantijstormtalodTop Gujarati Newsunseasonal rains
Next Article