Sabarkantha: ઇડરમાં શટલીયા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો, નથી કરી રહ્યાં કાયદાનું પાલન
- જાહેર માર્ગો પર પેસેન્જરો માટે વાહન ગમે ત્યાં ઉભા કરી દે છે
- શટલીયા વાહન ચાલકોને નથી કાયદા કાનુની પરવા
- પોલીસ તંત્ર અને અન્ય સંલગ્ન વિભાગ કરે છે આંખ આડા કાન
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાનો નિવેડો લાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ હોવાની છાપ આમ પ્રજામાં ઉપસી રહી છે. ટ્રાફિકની આ સમસ્યા વધારવા માટે ઇડર શહેરમાંથી ગામડાઓમાં જતા શટલીયા વાહન ચાલકો જવાબદાર હોવાનું મનાઇ રહ્યુ છે. તેઓ ઇડરના અનેક વિસ્તારોમાં આજે પણ જાહેર સ્થળોની આસપાસ મુસાફરોને બોલાવવા માટે પોતાના વાહન રોડ પર ઉભા કરી દેતા હોવાને કારણે સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે.
આ પણ વાંચો: Jamnagar: નથી રહ્યાં ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ, 70 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
શટલીયા વાહન ચાલકો નથી કરી રહ્યાં કાયદાનું પાલન
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરથી વાયા ઇડર થઇ અંબાજી અને રાજસ્થાન તરફ જવા માટે અનેક લોકો રોજબરોજ આવે છે. ઇડરના મોટા ભાગના વિસ્તારો શટલીયા વાહન ચાલકો સતત વડાલી, ખેડબ્રહ્મા, આબુ જેવા અન્ય સ્થળે અને ગામડાઓમાંથી આવતા નાગરિકોને ભાડેથી લઇ જવા માટે શટલીયા વાહન ચાલકો કાયદા કાનુની પરવા કર્યા વિના છેક ચોક બસ સ્ટેન્ડ, મોહનપુર પાટીયા અને તિરંગા સર્કલ સહિતના અન્ય વિસ્તારોમાં સવારથી સાંજ સુધી પોતાના વાહનો રોડની સાઇડમાં અથવા તો લગોલગ ઉભા કરી દે છે.
આ પણ વાંચો: Anand: પાલિકાએ શહેરના અનેક વિસ્તારોના કાચા પાકા દબાણો દૂર કર્યાં, વેપારીઓમાં મચી દોડદામ
આ વાહન ચાલકો સામે ક્યારે પગલા લેવાશે?
અહીંથી પસાર થતા અન્ય વાહન ચાલકોને ઘણી વખત નિકળવામાં મુશ્કેલી પડી રહી છે. તેમ છતા પોલીસ તંત્ર અને અન્ય સંલગ્ન વિભાગ જાણે કે ટ્રાફિકની આ સમસ્યા માટે આંખ આડા કાન કરતી હોવાની છાપ ઉપસી રહી છે. જેથી સત્વરે ટ્રાફિકને નડતરરૂપ આ શટલીયા વાહન ચાલકો સામે દાખલારૂપ કામગીરી કરવી જોઇએ. હવે જોવાનું એ રહેશે કે આ મામલે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે.
અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો: વાહ અમદાવાદ! ઔડાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, રસ્તાને દિવાલથી જોડવા 80 કરોડના ખર્ચે બનાવ્યો બ્રિજ


