Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha: એક જ રાતમાં એક બે નહીં પરંતુ 12 ખેડૂતોને ત્યાં થઈ ચોરી, ખેતરોમાંથી 1000 મીટર જેટલો કેબલ ગાયબ

Sabarkantha: અંદાજે 12 ખેડૂતોના બોરકુવા પરથી 1000 મીટરથી વધુ કેબલની ચોરી કરીને લઈ જતાં સોમવારે ખેડૂતોના હોંશકોસ ઉડી ગયા....
sabarkantha  એક જ રાતમાં એક બે નહીં પરંતુ 12 ખેડૂતોને ત્યાં થઈ ચોરી  ખેતરોમાંથી 1000 મીટર જેટલો કેબલ ગાયબ
Advertisement
  1. પોગલુ અને સોનાસણના 12 ખેડૂતોના બોરકુવા પરથી કેબલ ચોરાયા
  2. કેબલ ચોરાતાં અત્યારે ખેડૂતોની હાલત બની છે ખુબ જ કફોડી
  3. બટાકા અને ઘઉંના પીયતમાં ખલેલ પહોંચતાં ખેડૂતો વિમાસણમાં મુકાયા

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર, તલોદ તાલુકામાં અસંખ્ય ખેડૂતોએ રવિ સીઝનમાં મુખ્યત્વે બટાકા તથા ઘઉંના પાકનું વ્યાપક વાવેતર કર્યું છે, ત્યારે ખેડૂતોને વીજ કંપની દ્વારા દિવસે વીજ પુરવઠો અપાતો હોવાને કારણે રાત્રે ખેડૂતો બોરકુવા પર જતા નથી દરમિયાન રવિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ સોનાસણથી પોગલુ રોડ પર આવેલ અંદાજે 12 ખેડૂતોના બોરકુવા પરથી 1000 મીટરથી વધુ કેબલની ચોરી કરીને લઈ જતાં સોમવારે ખેડૂતોના હોંશકોસ ઉડી ગયા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયાં પામ્યું હતું.

આ ખેડૂતોના બોરકુવા પરથી કેબલ ચોરાયા?
નાસણના ગામના ખેડૂતો
પટેલ મનીષકુમાર મેલાભાઈ
પટેલ પ્રહલાદભાઈ ડાહ્યાભાઈ
પટેલ બકુલભાઈ હીરાભાઈ
પટેલ જયંતિભાઈ નાથાભાઈ
પટેલ બકાભાઈ જોઈતાભાઈ
પટેલ ચંદુભાઈ રેવાભાઈ
પટેલ દશરથભાઈ શામળભાઈ
પોગલુ ગામના ખેડૂતો
પરમાર રમાજી સોમાજી,
પટેલ અનિલભાઈ હીરાભાઈ
પટેલ ચેતનકુમાર ઈશ્વરભાઈ
પટેલ નરેન્દ્રકુમાર શંકરભાઈ
પટેલ ધનજીભાઈ

આ પણ વાંચો: Mehsana : સાવચેત રહેજો! રાજ્યમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો

Advertisement

12 ખેડૂતોને ત્યાંથી કેબલની ચોરી હોવાનું સામે આવ્યું

કેબલ ચોરી થયા બાદ ખેડૂતોએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની હિલચાલ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, સોનાસણ અને પોગલુની સીમમાં મોટાભાગના ખેડૂતોએ રવિ સીઝન દરમિયાન ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને બટાકા તથા ઘઉંનું વાવેતર કર્યું છે. જોકે, બટાકાના પાકની દેખરેખ રાખવા તથા જરૂરી ખાતર અને દવા ચઢાવવા માટે રોજ સવારે ખેડૂતો પોતાના બોરકુવા પર પહોંચી જાય છે. બીજી તરફ રવિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ ઠંડીનો ફાયદો ઉઠાવીને તથા ખેડૂતો રાત્રે બોરકુવા પર હાજર ન હોવાથી તેમણે આવીને અંદાજે 12 ખેડૂતોના કેબલ કાપીને લઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચો: શું ગુજરાતમાં જોવા મળશે રાજકીય ઉથલપાથલ? હવામાન શાસ્ત્રી Ambalal Patel ની ચોંકાવનારી આગાહી!

કેબલ ચોરાતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો

નોંધનીય છે કે, સોમવારે નિયમીત રીતે બટાકાના પાકમાં પાણી આપવા તથા ખાતર અને બીયારણ ડ્રીપથી ચઢાવવા માટે આવ્યા ત્યારે ખેડૂતોના બોરકુવા પરથી કેબલ કપાયેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ અન્ય ખેડૂતોએ પણ પુછપરછ કરતાં અન્ય ખેડૂતોના બોરકુવા પરથી કેબલ કપાયાની જાણકારી મળી હતી. ખેડૂતોના કહેવા મુજબ સોનાસણ ગામના આઠથી વધુ અને પોગલુ ગામના ચાર ખેડૂતોના બોરકુવા પરથી અજાણ્યા શખ્સો કેબલની ચોરી કરી લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×