Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Satadhar Controversy : મહંત વિજય બાપુના વિવાદમાં વધુ એક મહંતની પ્રતિક્રિયા, કહ્યું- કોઈને પર્સનલ વાંધો હોય તો...

તેમણે કહ્યું કે, સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે. કોઈ પુરાવા વગર બોલવું તે વ્યાજબી નથી.
satadhar controversy   મહંત વિજય બાપુના વિવાદમાં વધુ એક મહંતની પ્રતિક્રિયા  કહ્યું  કોઈને પર્સનલ વાંધો હોય તો
Advertisement
  1. સતાધારનાં મહંત પર આરોપનાં ઘેરા પડઘા (Satadhar Controversy)
  2. હવે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમનાં મહંતની પ્રતિક્રિયા આવી સામે
  3. સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે : મહંત ભક્તિબાપુ
  4. કોઈ પુરાવા વગર બોલવું તે વ્યાજબી નથી : મહંત ભક્તિબાપુ

Satadhar Controversy : અમરેલીમાં (Amreli) સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ (Mahant Vijaybapu) સામે ગંભીર આરોપો બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે મેંદરડા તાલુકામાં ખાખી મઢીનાં મહંત સુખરામદાસ બાપુની (Sukhramdas Bapu) પ્રતિક્રિયા બાદ સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના (Savarkundla Manav Mandir Ashram) મહંતની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે. કોઈ પુરાવા વગર બોલવું તે વ્યાજબી નથી.

આ પણ વાંચો - સતાધારનાં મહંત વિજય બાપુના વિવાદમાં Junagadh ખાખી મઢીનાં મહંતની Entry, જાણો શું કહ્યું ?

Advertisement

સતાધાર મામલે સો. મીડિયામાં જે વાઇરલ થઈ રહ્યું છે તે પીડાજનક છે : મહંત ભક્તિબાપુ

સતાધારનાં મહંત વિજયબાપુ (Mahant Vijaybapu) પર ગંભીર આક્ષેપોનાં ઘેરા પડઘા પડ્યા છે. આ વિવાદમાં (Satadhar Controversy) એક પછી એક મહંતની પ્રતિક્રિયા સામે આવી રહી છે. અગાઉ જુનાગઢનાં (Junagadh) મેંદરડા તાલુકામાં ખાખી મઢીનાં મહંત સુખરામદાસ બાપુની (Sukhramdas Bapu) પ્રતિક્રિયા આવ્યા બાદ હવે આ મામલે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સતાધાર મામલે સોશિયલ મીડિયામાં જે વાઇરલ થઈ રહ્યું છે તે પીડાજનક છે. મહંત ભક્તિબાપુએ આગળ કહ્યું કે, "સનાતન" ધર્મને નુકસાન થઈ રહ્યું છે. કોઈ પુરાવા કે પ્રુફ વગર બોલવું તે વ્યાજબી નથી.

Advertisement

આ પણ વાંચો - Khyati Hospital Scam માં સૌથી મોટા સમાચાર, ફરાર ડો. રાજશ્રી કોઠારી રાજસ્થાનથી ઝડપાઈ

'કોઈને પર્સનલ વાંધો હોય તો મળી લેવું જોઈએ'

મહંત ભક્તિ બાપુએ આગળ કહ્યું કે, સતાધાર વિષે સોશિયલ મીડિયામાં બોલવું તે આપણા સનાતન ધર્મને નુકસાન પહોંચાડી રહ્યું છે. કોઈને પર્સનલ વાંધો હોય તો મળી લેવું જોઈએ. જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા મહંત સુખરામદાસ બાપુએ પણ મહંત વિજયબાપુનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, વિજયબાપુ દ્વારા ખૂબ વિકાસ કરવામાં આવતો હોય ત્યારે અર્ચણ રૂપ ન બનવું જોઈએ. મહંત સુખરામદાસ બાપુએ એવી પણ અપીલ કરી હતી કે, સતાધારને બદનામ ન કરી આસ્થા સાથે ચેડાં ન કરવા જોઈએ.

આ પણ વાંચો - Bhavnagar : કંસારા પ્રોજેક્ટ હેઠળ રૂ. 55 કરોડનો ધુમાડો! રિવરફ્રન્ટની કેનાલોમાં ગંદકીનું સામ્રાજ્ય

Tags :
Advertisement

.

×