Coldwave forecast: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી, નલિયા બન્યું ગુજરાતનું કાશ્મીર
- આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી
- કેટલાક વિસ્તારમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી નીચુ તાપમાન રહેશે
- ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ
Coldwave forecast: ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધી રહ્યું છે. ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાતમાં ઠંડીની મોસમ થોડી મોડી શરૂ થઈ હતી, પરંતુ હવે ઠંડીનું જોર સતત વધી રહ્યું છે અને તાપમાન ઘટી રહ્યું છે. ગુજરાતનું નલિયા અત્યારે કાશ્મીર બની ગયું છે. ત્યાં તાપમાન 6 ડિગ્રી કરતા પણ નીચે પહોંચી ગયું છે.
| સ્થળ | તાપમાન | સ્થળ | તાપમાન |
| નલિયા | 6.4 | પોરબંદર | 14 |
| રાજકોટ | 9.5 | બરોડા | 14.6 |
| ભુજ | 10.2 | ભાવનગર | 15.4 |
| દીવ | 12.1 | વેરાવળ | 15.4 |
| અમરેલી | 12.6 | દ્વારકા | 16.2 |
| ડીસા | 12.9 | સુરત | 16.8 |
| અમદાવાદ | 13.4 | દમણ | 17 |
| કંડલા | 13.5 | ઓખા | 19.2 |
આ પણ વાંચો: Surat: ચપ્પુ બતાવી દાદાગીરી કરતા લુખ્ખાની પુણા પોલીસે હેકડી ઉતારી, માંગવા લાગ્યો માફી
24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની સંભાવનાઓ
હવામાન વિભાગની આગામીની વાત કરવામાં આવે તો, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની સંભાવનાઓ છે. આ સાથે અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટે તેવી પણ શક્યતા છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી નીચુ તાપમાન રહેશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને અમરેલીમાં કડકડતી ઠંડીની શક્યતાઓ છે.
26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ છે. આગાહી પ્રમાણે 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો દેખાશે અને દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવનાઓ રહેવાની છે. ગુજરાતમં હવે ઠંડીનું વાતાવરણ સતત ઘટી રહ્યું છે.
આ પણ વાંચો: Surat Police ની ઉત્તરાયણ પહેલા મોટી કાર્યવાહી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનર સાથે એકની ધરપકડ
આ પણ વાંચો: Rajkot : સિરિયલ કિલર અને તાંત્રિક સામે વધુ એક ગુનો દાખલ, મદદ કરનાર અન્ય એક આરોપી પણ ઝબ્બે


