Devbhumi Dwarka: દાદા'ની બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ટ, દેવભૂમી દ્વારકાના સાત ટાપુઓ થયા સંપૂર્ણ દબાણ મુક્ત
- દેવભૂમી દ્વારકાના સાત ટાપુઓ થયા દબાણ મુક્ત
- સાત ટાપુઓ પર થી 36 દબાણો દૂર કરવામાં આવ્યા
- ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
Devbhumi Dwarka: દેવભૂમિદ્વારકામાં થયેલી બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ય મળ્યું છે. દ્વારકાના સાત જેટલા ટાપુઓને સંપૂર્ણ પણે ગેરકાયદે દબાણથી મુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. 7 ટાપુ પરથી કુલ 36 જેટલા ગેરકાયદે દબાણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે.
કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે જેમાં પ્રવેશ પ્રતિબંધિત
દબાણ દૂર થયા બાદ ખીલી ઉઠેલા સુંદર ટાપુઓના આકાશી દ્રશ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યા છે. મહત્વનું છે કે દેવભૂમિદ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં કુલ 21 જેટલા નિર્જન ટાપુઓ આવેલા છે જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયેલો છે. આ ટાપુઓ દેશની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. જો કે 21 ટાપુ પૈકીના 7 ટાપુ એટલે કે ખારા, મીઠા ચુસ્ણા, આશાબા, ધબધબો, સામયાણી અને ભૈદર પર ગેરકાયદે દબાણ ઉભું કરી દેવામાં આવ્યું હતું. જેને દૂર કરી દેવામાં આવ્યું છે. હાલ આ ટાપુઓ પર કોણે અને કેવી રીતે દબાણ ઉભું કરી દીધું હતું તેને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
DevBhoomi Dwarka!
The 7 islands of Dwarka district are NOW 100% encroachment-free!
A total of 36 illegal structures have been successfully removed from the seven islands.
Kudos to the Administration and team for their dedication and commitment to preserving our cultural… pic.twitter.com/cOU9AWfoPE
— Harsh Sanghavi (@sanghaviharsh) January 21, 2025
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં શેર કર્યાં ડ્રોન વીડિયો
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ફકત ખારા ચુસ્ણા અને મીઠા ચુસ્ણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપુર્ણ રીતે દુર કરવામાં આવ્યાં છે. આ ટાપુઓ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલ હતા? તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ સાત ટાપુઓ પરથી જે દબાણ મુક્ત કરવામાં આવ્યાં છે તેનો ડ્રોન વીડિયો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં શેર કર્યાં છે.
સાત ટાપુઓ પરથી 36 દબાણો દૂર કરવામાં આવ્યાં
નોંધનીય છે કે, અહીં છેલ્લા કેટલાય દિવસોથી અહીં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહીં છે. કુલ 21 ટાપુઓ છે, જેમાંથી 7 ટાપુઓ પરથી ગેરકાયદેસરના દબાણોને સંપૂર્ણ રીતે મુક્ત કરી દેવામાં આવ્યાં છે. આ કામગીરી હજી પણ ચાલી રહી છે, જેમાં અનેક ગેરકાયદેસરના બાંધકામોને મુક્ત કરવામાં આવ્યાં છે. આ સાત ટાપુઓની વાત કરવામાં આવે તો અહીંથી કુલ 36 દબાણોને દૂર કરવામાં આવ્યાં છે, કારણ કે, આ ટાપુઓ દરિયાઈ સુરક્ષા માટે ખુબ જ મહત્વના છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


